gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે
0
VIEWS
Share on FacebookShare on Twitter

પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગશ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

શંખ અને ડમરુના નાદ તથા અમૃત કળશ સાથે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત-અભિવાદન; આસ્થાના અધિષ્ઠાતા સોમનાથ મહાદેવ દેવાલયમાં ડમરુના નાદ સાથે હર હર મહાદેવનો નારો ગુંજ્યો

સોમનાથ દિવ્ય દેવાલયના સ્વપ્નદ્રષ્ટા શ્રી સરદાર પટેલને વડાપ્રધાનએ પુષ્પાંજલિ અર્પણ કરી

વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ ઍરોબેટિક્સ ટીમની આકાશી સલામી અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું

વેરાવળ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ ઉજવાઈ રહ્યો છે. સોમનાથ મંદિરના પુનઃ નિર્માણની વિરાસતના ૭૫ વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા.

સ્વાગતમાં છલકાયો ભાતીગળ વારસો:
વડાપ્રધાનના આગમન વેળાએ વીર હમીરજી સર્કલ પાસે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પથ પર વડાપ્રધાને સોમનાથની થીમ પર બનેલા આકર્ષક રેત શિલ્પને નિહાળ્યું હતું. ૭૫ ઢોલીઓ સાથે નાસિકના ઢોલ અને તૂતીના નાદ વચ્ચે પરંપરાગત પરિધાનમાં સજ્જ ૧૦૦ જેટલી બાળાઓ અને કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનશ્રીને હરખભેર આવકાર્યા હતા.

અખંડ ભારતના શિલ્પીશ્રી સરદાર પટેલને પુષ્પાંજલિ અને ભક્તિમય પૂજન:

મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વે વડાપ્રધાનએ અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખ અને ડમરુના નાદ વચ્ચે ખાસ ‘બેલ વોક’ પરથી પસાર થઈ વડાપ્રધાન નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આકાશી સલામી અને કુંભાભિષેક:

આ અવસરે વડાપ્રધાનએ સોમનાથ મહાદેવના દેવાલય પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યા હતા.  આ પવિત્ર ઘડીએ એર ફોર્સના બે ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી, જેની સાથે સમુદ્ર તટે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દિવ્ય અને ભવ્ય માહોલ સર્જાયો હતો. ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ’ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં રજૂ કરવામાં આવેલા દિલધડક એર શોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. વડાપ્રધાનએ મંદિર પરિસરમાં સોમનાથની વૈભવશાળી વિરાસત અને ઇતિહાસને અંકિત કરતા પ્રદર્શનની પણ આ તકે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં ‘સરદારધામ-3’નું કરશે લોકાર્પણ | pm modi in vadodara…

LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં 'સરદારધામ-3'નું કરશે લોકાર્પણ | pm modi in vadodara...

અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક…

અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક...

હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા…

હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot …

રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot …

8 months ago
PM મોદી આજે લોકસભામાં સંબોધન નહીં કરે, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત | PM Modi’s Speech Postpon…

PM મોદી આજે લોકસભામાં સંબોધન નહીં કરે, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત | PM Modi’s Speech Postpon…

5 months ago
અમરેલી: 31 ડિસેમ્બર પૂર્વે SMCનો મોટો સપાટો, ખાંભાના નાના વિસાવદરમાંથી 1.04 કરોડનો દારૂ ઝડપાયો | Amr…

અમરેલી: 31 ડિસેમ્બર પૂર્વે SMCનો મોટો સપાટો, ખાંભાના નાના વિસાવદરમાંથી 1.04 કરોડનો દારૂ ઝડપાયો | Amr…

6 months ago
ફિલ્મમાં રોલના બહાને રાજકોટના પ્રોડયુસર દ્વારા તરૂણી ઉપર દુષ્કર્મ | Rajkot producer rapes young woma…

ફિલ્મમાં રોલના બહાને રાજકોટના પ્રોડયુસર દ્વારા તરૂણી ઉપર દુષ્કર્મ | Rajkot producer rapes young woma…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News