gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોલાર રેડિએશનથી એરબસના 6,500 વિમાનો ‘ઠપ’ | 6 500 Airbus planes ‘grounded’ due to solar radiation

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
સોલાર રેડિએશનથી એરબસના 6,500 વિમાનો ‘ઠપ’ | 6 500 Airbus planes ‘grounded’ due to solar radiation
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એરબસ કંપનીએ એ-320 વિમાનોને ઉડાડવા ના દીધા

– ભારતીય એરલાઈન્સે 338થી વધુ વિમાનોમાં સોફ્ટવેર-હાર્ડવેર અપડેટ કરાવ્યા, ફલાઈટોનું કેન્સલેશન ટળ્યું, 60થી 90 મિનિટ મોડી પડી

– ભારતમાં 80 ટકા વિમાનોમાં ખામી સુધારાઈ: ડીજીસીએ વૈશ્વિક સ્તરે સોમવાર સુધીમાં સ્થિતિ થાળે પડી જશે: એરબસ

નવી દિલ્હી : સોલાર રેડિએશનથી વિમાનોના ફ્લાઈટ કંટ્રોલ ડેટા કરપ્ટ થઈ જવાના જોખમના કારણે યુરોપીયન વિમાન કંપની એરબસે શુક્રવારે ૫૫ વર્ષમાં સૌથી મોટું રીકોલ કરતા તેના ૬,૫૦૦ એ૩૨૦ ફેમિલી વિમાનોમાં તાત્કાલિક સોફ્ટવેર-હાર્ડવેર અપડેટ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે ભારતમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના કુલ ૩૩૮ એ૩૨૦ વિમાનોના શેડયુલ ખોરવાઈ ગયા હતા. આ સાથે દુનિયાભરમાં અનેક એરલાઈન્સ કંપનીઓ પર પણ તેની અસર થવાથી લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એ૩૨૦ વિમાનોમાં સોફ્ટવેર-હાર્ડવેર રિપેરિંગની કામગીરી સોમવાર સુધીમાં પૂરી થશે.

યુરોપની વિમાન કંપની એરબસે શુક્રવારે તેના એ૩૨૦ ફેમિલી વિમાનો, જે વૈશ્વિક ફ્લાઈટ કાફલામાં લગભગ અડધાથી વધુનો હિસ્સો ધરાવે છે, તેમાં ફ્લાઈટ કંટ્રોલ કમ્પ્યુટર એલીવેટર ઐલરોન કમ્પ્યુટર (ઈએલએસી)માં સોફ્ટવેર અને હાર્ડવેર ખામી દૂર કરવા માટે ૬૫૦૦થી વધુ ફ્લાઈટ્સને ગ્રાઉન્ડેડ કરતાં લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.  ઈન્ડસ્ટ્રીના સૂત્રો મુજબ ૩૦ ઑક્ટોબરે જેટબ્લૂ એરવેઝની કેનકૂન-ન્યૂયોર્ક ફ્લાઈટ કંટ્રોલ ખરાબ થવાથી અચાનક પીચ-ડાઉન થતાં કેટલાક હજાર ફૂટ નીચે આવી ગઈ હતી, જેના પગલે અનેક પ્રવાસીઓને સામાન્ય ઈજા થઈ હતી અને એ-૩૨૦ વિમાનનું તામ્પામાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડયું હતું. પાછળથી તપાસમાં સોલર રેડિએશન સંબંધિત ડેટા કરપ્શનને મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું. 

એ-૩૨૦ વિમાનોમાં આ ખામી સામે આવતા એરબસે તાત્કાલિક તેના બધા જ એ૩૨૦ કાફલાના વિમાનોમાં સોફ્ટવેર અપડેટ અને હાર્ડવેર રિપેરિંગ માટેના નિર્દેશો આપ્યા હતા. ભારતમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે શનિવારે તેમના એ-૩૨૦ વિમાનોમાં ખામી સુધારવાની કામગીરી હાથ ધરી હતી. 

નાગરિક ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએના આંકડા મુજબ ભારતની વિવિધ એરલાઈન્સના ૩૩૮થી વધુ વિમાનોમાં સોફ્ટવેર અપડેટ અને હાર્ડવેર રિપેરિંગની જરૂર હતી. સૂત્રોએ જણાવ્યું સિસ્ટમમાં આ ખામી સુધારવા માટે કોઈ એરલાઈને તેમની ફ્લાઈટ્સ રદ કરી નહોતી. જોકે, એર ઈન્ડિયા એક્સપ્રેસે ચાર ફ્લાઈટ કેન્સલ કરી હતી. વધુમાં વિવિધ એરપોર્ટ્સ પરથી ફ્લાઈટ્સ ૬૦થી ૯૦ મિનિટના વિલંબથી ચાલતી હતી, જેના કારણે હજારો પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. 

ખાનગી એરલાઈન ઈન્ડિગોએ મોડી સાંજ સુધીમાં જાહેરાત કરી હતી કે તેના માટે પ્રવાસીઓની સુરક્ષા વધુ મહત્વની છે. કંપનીએ શનિવારે એક જ દિવસમાં તેના એ-૩૨૦ના ૨૦૦ વિમાનોના કાફલામાંથી ૧૬૦થી વધુમાં સોફ્ટવેર અપડેટ અને હાર્ડવેર રિપેરિંગ કરી દીધા છે. બાકીના ૪૦ વિમાનોમાં પણ શનિવાર સુધીમાં જ સોફ્ટવેર અને હાર્ડવેર અપડેટની કામગીરી થઈ જશે. એર ઈન્ડિયાએ પણ કહ્યું કે, તેના ૨૫ વિમાનોમાં ખામી સુધારવાની જરૂર હતી, જે કામગીરી શનિવારે જ પૂરી કરી દેવાઈ છે. તેણે આ કામગીરી માટે કોઈ ફ્લાઈટ રદ કરી નથી. ડીજીસીએએ કહ્યું કે, ભારતમાં ૮૦ ટકા વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેરમાં સુધારો થઈ ગયો છે.

એરબસ દ્વારા ૫૫ વર્ષમાં તેના વિમાનોના સૌથી મોટા રિકોલના કારણે દુનિયાભરની મોટી એરલાઈન કંપનીઓએ તેમની ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની જેટસ્ટાર એરવે, દક્ષિણ કોરિયાની કોરિયન એર, જાપાનની એએનએ હોલ્ડિંગ, યુનાઈટેડ એરલાઈન્સ, યુરોપની વિવિધ એરલાઈન્સનો સમાવેશ થાય છે. એરબસે જણાવ્યું હતું કે તેના એ-૩૨૦ ફેમિલીના ૧૧,૩૦૦થી વધુ વિમાન દુનિયાભરમાં ઓપરેશનમાં છે, તેમાંથી ૬,૪૦૦ એ-૩૨૦ મોડેલ છે, જેમાં લગભગ ૬,૫૦૦ વિમાનોમાં તુરંત સોફ્ટવેરમાં પરિવર્તનની જરૂર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
લીવ ઇનમાં રહેતી યુવતીની હત્યા બાદ યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત | Youth dies in police custody after m…

લીવ ઇનમાં રહેતી યુવતીની હત્યા બાદ યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત | Youth dies in police custody after m...

રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ

રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ

લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત

લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત, ભારદ ગામના પાટીયા પાસે કાર પુલ નીચે ખાબકતા 2ને ઈજા | car A…

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત, ભારદ ગામના પાટીયા પાસે કાર પુલ નીચે ખાબકતા 2ને ઈજા | car A…

5 months ago
અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ…

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ…

8 months ago
બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારી હત્યા કરાઈ | Bihar rjd leader…

બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારી હત્યા કરાઈ | Bihar rjd leader…

8 months ago
આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…

આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News