![]()
અમદાવાદ,ગુરુવાર,18 ડિસેમ્બર,2025
થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલીશન કરવા
ગયેલી મ્યુનિ.ટીમ દ્વારા બી-૨ ઉપરાંત ૧૨,૧૬ અને ૧૭ નંબરના
મકાન તોડવાની કામગીરી શરૃ કરી હતી. આ દરમિયાન રહીશોને તંત્રની કાર્યવાહીની ખબર
પડતા કાર્યવાહી સામે હોબાળો કરતા તંત્રની ટીમને જે.સી.બી.લઈ પરત ફરવુ પડયુ હતુ.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીના રહીશોને ૨૨
ડિસેમ્બર સુધીમા તેમના મકાન ખાલી કરવા સુચના અપાઈ હતી.રહીશો વૈકલ્પિક વ્યવસ્થાના
ભાગરૃપે સરદાર પટેલ નગરના આવાસમાં શિફટ થવા તૈયાર પણ થઈ ગયા હતા. દરમિયાન
ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગુરુવારે સોસાયટીના મકાનો તોડવાની શરૃઆત
કરતા રહીશોએ તંત્રની કામગીરી સામે હોબાળો મચાવ્યો હતો.કોર્પોરેશને મકાન તોડવાની
નોટિસ આપતા અમેરીકામા સ્થાયી થયેલા એક મહિલા પોતાનુ ઘર બચાવવા અમદાવાદ દોડી આવ્યા
હતા.તેમણે તંત્ર ઉપર આક્ષેપ કરતા કહયુ,તેમના
ઘરમાં કિંમતી સામાન પડેલો છે.છતાં તંત્ર દ્વારા અંદર આવી મકાન તોડવાનુ દબાણ કરવામા
આવી રહયુ છે.તેમણે સરકારને મકાન બચાવવામાં
મદદ કરવા વિનંતી કરી હતી










