gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સ્મોલ, મિડ કેપ શેરો ડામાડોળ, અંતે સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 83628 | Small mid cap stocks tumble Sen…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in Business
0 0
0
સ્મોલ, મિડ કેપ શેરો ડામાડોળ, અંતે સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 83628 | Small mid cap stocks tumble Sen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : કભી હા, કભી ના…નું અમેરિકાનું ભારત સાથે ટ્રેડ ડિલનું ટ્રમ્પ સરકારનું નાટક ચાલતું રહી ભારત ખાતેના અમેરિકાના એમ્બેસેડરના ગઈકાલે ભારત સાથે ટ્રેડ ડિલની વાટાઘાટ ફરી શરૂ થવાના સંકેત બાદ ફરી આવી શકયતા હાલ તુરત ટ્રમ્પ શાસને નકારતાં અને ઈરાન  સાથે ટ્રેડ કરનારા દેશો પર વધારાની ૨૫ ટકા ટેરિફ ઠપકારવાની ધમકી ઉચ્ચારતા ફરી શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. ઈરાન મામલે ગમે તે ઘડીએ અમેરિકાની સૈન્ય કાર્યવાહી થવાના જોખમ અને એના પરિણામે મિડલ ઈસ્ટમાં યુદ્વના જોખમને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું છે. વૈશ્વિક ઓઈલ ભંડારો પર કબજો જમાવવાની મુરાદ્દ ધરાવતા ટ્રમ્પ વેનેઝુએલા બાદ હવે ઈરાનના ઓઈલ પુરવઠા પર નિયંત્રણ મેળવવાની હોડમાં હોઈ ફંડો શેરોમાં નવા કમિટમેન્ટથી દૂર રહ્યા હતા. ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી રહી હતી. લાર્સન એન્ડ ટુબ્રોના કુવૈત ખાતેના ઓઈલ પ્રોજેક્ટોના ૮.૭ અબજ ડોલરના ટેન્ડરો કેન્સલ થવાના અહેવાલોની આજે બજારમાં નેગેટીવ અસર જોવાઈ હતી. કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધોવાણના પરિણામે સેન્સેક્સ ૨૫૦.૪૮ પોઈન્ટ ઘટીને ૮૩૬૨૭.૬૯ અને નિફટી ૫૦ સ્પોટ ૫૭.૯૫ પોઈન્ટ ઘટીને ૨૫૭૩૨.૩૦ બંધ રહ્યા હતા.

મુંબઈ-મહારાષ્ટ્રમાં ચૂંટણીના કારણે આવતીકાલે ૧૫, જાન્યુઆરી-ગુરૂવારના રોજ શેર બજારો બંધ રહેશે

મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોવાથી ૧૫, જાન્યુઆરી ૨૦૨૬ના ગુરૂવારના રોજ બીએસઈ અને એનએસઈ શેર બજારો બંધ રહેશે. બીએસઈએ સર્કયુલર થકી જણાવ્યું છે કે, ઈક્વિટી સેગ્મેન્ટ, ઈક્વિટી ડેરિવેટીવ્ઝ, કોમોડિટી ડેરિવેટીવ્ઝ અને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ્સમાં ટ્રેડિંગ ૧૫મીએ બંધ રહેશે. જેથી ઈક્વિટી ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસ જે ૧૫, જાન્યુઆરી ૨૦૨૬ના એક્સાયર થાય છે એને વહેલા-પ્રીપોન્ડ કરી ૧૪, જાન્યુઆરી ૨૦૨૬ કરવામાં આવ્યું છે. આ જ પ્રમાણે એનએસઈ એક્સચેન્જે પણ ફેરફારો જારી કર્યા છે.

લાર્સન એન્ડ ટુબ્રોના કુવૈતના ૮.૭ અબજ ડોલરના ટેન્ડરો કેન્સલ થયા: શેર રૂ.૧૩૦ તૂટીને રૂ.૩૮૮૮

લાર્સન એન્ડ ટુબ્રોના કુવૈત ખાતેના ઓઈલ પ્રોજેક્ટો માટેના ૮.૭ અબજ ડોલરના ટેન્ડરો કેન્સલ થયાના અહેવાલ વહેતાં થતાં શેરમાં આજે ફંડોની મોટી વેચવાલી નીકળતા રૂ.૧૩૦.૪૫ તૂટીને રૂ.૩૮૮૮.૦૫ રહ્યો હતો. અલબત કંપનીએ ટેન્ડર કેન્સલ થવા વિશે ઈન્કાર કરી આ ટેન્ડરો કંપનીની વર્તમાન ઓર્ડર બુકનો ભાવ નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝ રૂ.૩૧.૮૦ તૂટીને રૂ.૧૪૫૧.૫૦, ટ્રેન્ટ રૂ.૧૩૭.૬૫ ઘટીને રૂ.૩૯૧૯.૫૦, આઈટીસી રૂ.૩.૭૦ ઘટીને રૂ.૩૩૪.૬૫ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરોમાં હેમરિંગ: અપાર રૂ.૨૨૦ તૂટી રૂ.૭૬૪૭:  ઝેનટેક, પાવર ઈન્ડિયા, એબીબી ગબડયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફરી મોટું હેમરિંગ થયું હતું. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨૦.૫૫ તૂટીને રૂ.૭૬૪૭.૩૫, ઝેનટેક રૂ.૩૦.૫૦ તૂટીને રૂ.૧૨૩૬.૯૦, પાવર ઈન્ડિયા રૂ.૩૩૦.૨૫ તૂટીને રૂ.૧૭,૧૦૨.૩૫, એબીબી ઈન્ડિયા રૂ.૮૩.૬૦ ઘટીને રૂ.૪૯૬૪.૭૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૬૧.૧૫ ઘટીને રૂ.૩૮૯૯.૫૫, મઝગાંવ ડોક રૂ.૩૮.૩૫ ઘટીને રૂ.૨૪૮૧.૩૫, કેઈઆઈ રૂ.૬૫.૬૫ ઘટીને રૂ.૪૩૦૧.૩૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૬૭ ઘટીને રૂ.૪૪૫૦.૫૦, સિમેન્સ રૂ.૩૫.૨૫ ઘટીને રૂ.૨૯૪૬.૪૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૮.૩૦ ઘટીને રૂ.૩૪૬૦.૩૦, એનએચપીસી રૂ.૧.૩૦ ઘટીને રૂ.૮૧.૪૬ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૩૬.૧૮ પોઈન્ટ તૂટીને ૬૪૬૧૧.૭૪ બંધ રહ્યો હતો. 

યુરોપ થકી ચાઈનાની ઓટો કંપનીઓની એન્ટ્રી: ઓટો શેરોમાં એક્સાઈડ, મારૂતી, ટીઆઈ ઈન્ડિયા ઘટયા

યુરોપ સાથે ભારતના ટ્રેડ કરાર થવાના પરિણામે ચાઈનીઝ કંપનીઓની યુરોપ રૂટથી ભારતમાં એન્ટ્રી કરવાનો  માર્ગ મોકળો થવાનું અને એના પરિણામે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સમસ્યા ઉભી થવાનું જોખમ હોવાની ચિંતા વ્યક્ત કરતાં આજે ઓટો શેરોમાં ફંડો ફરી વેચવાલ બન્યા હતા. એક્સાઈડ રૂ.૩.૭૫ ઘટીને રૂ.૩૪૫.૯૫, મારૂતી સુઝુકી રૂ.૧૬૩.૦૫ ઘટીને રૂ.૧૬,૪૨૫.૮૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૩.૫૫ ઘટીને રૂ.૨૩૮૫.૭૦, ઉનો મિન્ડા રૂ.૧૦.૨૦ ઘટીને રૂ.૧૨૦૦.૩૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૨.૩૫ ઘટીને રૂ.૩૪૯.૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૨.૯૫ ઘટીને રૂ.૩૬૫૮.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૦.૬૧ પોઈન્ટ ઘટીને ૬૧૯૬૮.૫૪ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું: ડિક્સન રૂ.૬૦૮ તૂટીને રૂ.૧૧,૨૩૫

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે ફરી ઉછાળે વેચવાલીનું પ્રેશર વધારતા નરમાઈ જોવાઈ હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૬૦૭.૬૫ ઘટીને રૂ.૧૧,૨૩૫.૭૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૮.૭૫ ઘટીને રૂ.૧૪૩૧.૫૫, કલ્યાણ જવેલર્સ રૂ.૬.૨૦ ઘટીને રૂ.૪૯૫.૦૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૮૯.૬૨ પોઈન્ટ ઘટીને ૬૧૪૪૩.૨૬ બંધ રહ્યો હતો. 

મેટલ-માઈનીંગ શેરોમાં સતત પસંદગીની તેજી: નાલ્કો, જિન્દાલ સ્ટેનલેસ, હિન્દાલ્કો, વેદાન્તા વધ્યા

મેટલ-માઈનીંગ ક્ષેત્રે ચાંદી અને સોનાના ભાવોમાં અવિરત રેકોર્ડ તેજી અને નોન-ફેરસ મેટલના ભાવો પણ મજબૂત રહેતાં ફંડોએ શેરોમાં પસંદગીની ખરીદી ચાલુ રાખી હતી. નાલ્કો રૂ.૭.૩૫ વધીને રૂ.૩૫૭.૩૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૪.૧૫ વધીને રૂ.૭૮૫.૦૫, હિન્દાલ્કો રૂ.૧૬.૧૦ વધીને રૂ.૯૩૬.૦૫, વેદાન્તા રૂ.૯.૭૦ વધીને રૂ.૬૩૭.૧૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૪૫.૪૭ પોઈન્ટ વધીને ૩૭૪૫૮.૧૬ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ફંડોનું ઘટાડે કવરિંગ-વેલ્યુબાઈંગ: ૬૩ મૂન્સ રૂ.૫૨ ઉછળી રૂ.૬૯૩: ડિ-લિન્ક, ઈમુદ્રા વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે ટીસીએસ અને એચસીએલ ટેકનોલોજીના એકંદર નબળા પરિણામ છતાં ડિવિડન્ડ આકર્ષણ અને એઆઈ ક્ષેત્રે સારી આવકના આંકડાની પોઝિટીવ અસરે ફંડોએ આજે શોર્ટ કવરિંગ સાથે પસંદગીનું વેલ્યુબાઈંગ કર્યું હતું. ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૫૨.૦૫ ઉછળીને રૂ.૬૯૩.૦૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૯.૭૫ વધીને રૂ.૪૧૦.૫૦, માઈન્ડટેક રૂ.૧૦.૫૫ વધીને રૂ.૨૨૫.૪૦, ઈમુદ્રા રૂ.૧૪.૧૦ વધીને રૂ.૫૬૦.૨૫, ટેક મહિન્દ્રા રૂ.૨૭.૫૫ વધીને રૂ.૧૬૧૩.૦૫, ટીસીએસ રૂ.૩૧.૯૦ વધીને રૂ.૩૨૬૭.૬૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૦૭.૬૫ વધીને રૂ.૭૬૯૬.૨૫, મેપમાય ઈન્ડિયા રૂ.૧૯ વધીને રૂ.૧૫૬૬.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૦૨.૫૨ પોઈન્ટ વધીને ૩૬૮૮૮.૭૦ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની વેચવાલી: માર્કેટબ્રેડથ નેગેટીવ: ૨૧૪૩ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ ધોવાણ સામે એ ગુ્રપના શેરોમાં ખરીદી છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી ખાનાખરાબીના એંધાણ મળી રહ્યા હોય એમ ઘમા શેરોમાં ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૩૮  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૮૯  અને ઘટનારની ૨૧૪૩ રહી હતી.

DIIની રૂ.૧૧૮૧ કરોડની ચોખ્ખી ખરીદી: FPIs/FIIની રૂ.૧૪૫૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૪૯૯.૮૧  કરોડની ચોખ્ખી વેચવાલી રહી  હતી. કુલ રૂ.૧૧,૯૯૪.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૪૯૪.૭૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૧૮૧.૭૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૪૪૫.૨૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૨૬૩.૪૪ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૭.૭૯ લાખ કરોડ રહી

સેન્સેક્સ, નિફટીમાં ઈન્ડેક્સ બેઝડ ફરી નરમાઈ સાથે ઘણા શેરોમાં વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૯૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૭.૭૯ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

March 30, 2026
Next Post
ખંભાળિયાનાં પોલીસ મથકમાં શખ્સે ધમાલ મચાવી સોફામાં આગ લગાડી | Man creates ruckus at Khambhaliya polic…

ખંભાળિયાનાં પોલીસ મથકમાં શખ્સે ધમાલ મચાવી સોફામાં આગ લગાડી | Man creates ruckus at Khambhaliya polic...

હોટલમાં કૂટણખાનાના સમાચારો પ્રસિધ્ધ કરાવ્યાની શંકા પરથી હુમલો | Attack on suspicion of spreading new…

હોટલમાં કૂટણખાનાના સમાચારો પ્રસિધ્ધ કરાવ્યાની શંકા પરથી હુમલો | Attack on suspicion of spreading new...

સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય…

સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર કુહાડી વડે હુમલો: બે …

લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર કુહાડી વડે હુમલો: બે …

8 months ago
વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવાન પર કાકા અને ભત્રીજાએ હુમલો | Uncle and …

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવાન પર કાકા અને ભત્રીજાએ હુમલો | Uncle and …

2 weeks ago
હરણી સમા લિંક રોડ પર રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બૂલેટ ચાલક પટકાયો | Bullet driver hit by dog ​​on Ha…

હરણી સમા લિંક રોડ પર રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બૂલેટ ચાલક પટકાયો | Bullet driver hit by dog ​​on Ha…

3 months ago
પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha…

પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News