![]()
વડોદરા શહેરમાં સ્વદેશી વસ્તુઓ વાપરવાની સલાહ વચ્ચે વડોદરા મહાનગર પાલિકાએ ચાઇના મેડ ઇલેક્ટ્રિક સિરીઝથી લાઇટિંગ કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દિવાળી પૂર્વે ચાઇનીઝ લાઇટોથી સજાવટ કરવામાં આવી રહી છે, જેના કારણે ચર્ચાનો માહોલ સર્જાયો છે. ભાજપના સ્થાનિક, પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના અનેક નેતાઓ વારંવાર સ્વદેશી વસ્તુઓના ઉપયોગની હિમાયત કરતા રહ્યા છે, ત્યારે મહાનગર પાલિકા તરફથી આ પ્રકારની કાર્યવાહી થવી લોકોમાં પ્રશ્નો ઊભા કરે છે. નાગરિકોએ સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા માંગણી કરી છે.










