gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હરિયાણામાં આજથી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરુ, જાણો ખાસિયત | india first hydrogen train t…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in INDIA
0 0
0
હરિયાણામાં આજથી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરુ, જાણો ખાસિયત | india first hydrogen train t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hydrogen Train: આજથી ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ રન શરુ થવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, આજથી હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર હાઇડ્રોજન ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ હાઇડ્રોજન ટ્રેનને પહેલા જીંદ રૂટ પર જ ચલાવવામાં આવશે, ત્યારબાદ તેને દેશના અન્ય ઘણા નાના રૂટ પર ચલાવવામાં આવશે. હવે સવાલો એ થાય કે આ હાઇડ્રોજન ટ્રેન શું છે, અન્ય ટ્રેનો કરતાં આ કઈ રીતે અલગ છે, તેની સ્પીડ શું હશે, હાઇડ્રોજન ટ્રેનથી ભારતને શું ફાયદો થશે? ચાલો જાણીએ.

હાઇડ્રોજન ટ્રેન શું છે અને અન્ય ટ્રેન કરતા કેટલી અલગ છે જાણો 

હાઇડ્રોજન ટ્રેન એ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટૅક્નોલૉજી પર આધારિત છે. આ ટ્રેન પરંપરાગત ડીઝલ અથવા ઈલેક્ટ્રિક ટ્રેનોને બદલે હાઇડ્રોજન ગેસનો ઊર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. આ ટ્રેનમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો સમાવેશ થાય છે, જે હાઇડ્રોજન ગેસ અને ઑક્સિજનની રાસાયણિક પ્રક્રિયામાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા બાય પ્રોડક્ટ તરીકે માત્ર પાણી (H₂O) અને ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તેને પર્યાવરણ માટે ખૂબ જ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવે છે.

હાઇડ્રોજન ટ્રેનથી ભારતને કેટલો ફાયદો થશે?

– પ્રદૂષણમાં ઘટાડો: ભારતમાં ખાસ કરીને શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. હાઇડ્રોજન ટ્રેનનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે, કારણ કે તેમાંથી માત્ર પાણીની વરાળ નીકળે છે. આ ટ્રેન કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતી નથી.

– ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો: હાઇડ્રોજન ટ્રેન ભારતમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને પણ ઘટાડી શકે છે, જે આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરશે. ભારતના ‘નેટ ઝીરો’ તરફના પગલાં તરફ આ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે.સ

– હાઇડ્રોજન ઉત્પાદન માટેની તકો: ભારતમાં હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સૌર, પવન અને હાઇડ્રોઇલેક્ટ્રિક ઊર્જા જેવા રિન્યુએબલ સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય છે. આનાથી ભારત વિદેશી ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડી શકે છે.

– મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો: હાઇડ્રોજન ટ્રેનનો મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો છે કારણ કે તેમાં આંતરિક દહન એન્જિન નથી. તેનાથી રેલ્વેના સંચાલન ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.

– નવા ઉદ્યોગો અને રોજગાર સર્જન: હાઇડ્રોજન ટ્રેન ટૅક્નોલૉજીનો વિકાસ નવી નોકરીઓનું સર્જન કરી શકે છે, જેમ કે હાઇડ્રોજન ઉત્પાદન, સંગ્રહ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ.

– નવીનીકરણીય ઉર્જા દ્વારા અર્થતંત્રમાં વૃદ્ધિ: ભારતમાં હાઇડ્રોજન ઉત્પાદન માટે સૌર અને પવન ઉર્જાને સંયોજિત કરવાથી નવા પુનઃપ્રાપ્ય ઉર્જા એકમોની સ્થાપના થઈ શકે છે, જે આર્થિક વિકાસને વેગ આપે છે.

– રેલવે નેટવર્કનું આધુનિકીકરણ– હાઇડ્રોજન ટ્રેનનો ઉપયોગ રેલવે નેટવર્કને આધુનિક બનાવી શકે છે. ખાસ કરીને, એવા વિસ્તારોમાં જ્યાં વિદ્યુતીકરણ થઈ શકતું નથી, ત્યાં હાઇડ્રોજન ટ્રેન ઉત્તમ વિકલ્પ બની શકે છે.

ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની સ્પીડ 110 હશે

હાઇડ્રોજન ટ્રેનની સ્પીડ વધુ છે, ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની સ્પીડ 110 હશે, જે સામાન્ય પેસેન્જર ટ્રેન કરતાં વધુ હશે. જો કે તે રાજધાની, વંદે ભારત અને શતાબ્દી જેવી ટ્રેનો કરતાં ઓછી ઝડપે દોડશે.

આ પણ વાંચો: IFS નિધિ તિવારી વડાપ્રધાન મોદીના નવા પ્રાયવેટ સેક્રેટરી, જાણો કોણ છે અને શું કામગીરી કરશે?

હરિયાણામાં ટ્રાયલ 

હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર આજથી શરુ થનારી આ ટ્રાયલ ભારતીય રેલવે માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ 89 કિલોમીટરના રૂટ પર ટ્રેનની ટેકનિકલ ક્ષમતા, સલામતીના ધોરણો અને ઓપરેશનલ કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. સફળ પરીક્ષણ બાદ તેને નિયમિત કામગીરીમાં લાવવાની યોજના છે. આ ટ્રેનનું નિર્માણ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), ચેન્નાઈ દ્વારા કરવામાં આવ્યું છે અને તે સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપશે. 

35 હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાની યોજના

રેલ્વે મંત્રાલય ‘હાઇડ્રોજન ફોર હેરિટેજ’ પ્રોજેક્ટ હેઠળ 35 હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે, જેના માટે 2800 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હેરિટેજ માર્ગો પર હાઇડ્રોજન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ. 600 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ હેરિટેજ અને ડુંગરાળ માર્ગો પર સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાનો તેમજ આ માર્ગોને નવી ઓળખ આપવાનો છે.

હરિયાણામાં આજથી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરુ, જાણો ખાસિયત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
નમામિ દેવી નર્મદે: બે દિવસમાં 50 હજારથી વધુ ભાવિકોએ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી | More tha…

નમામિ દેવી નર્મદે: બે દિવસમાં 50 હજારથી વધુ ભાવિકોએ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી | More tha...

વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી | pay traff…

વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી | pay traff...

વડોદરામાં મહિલા જીવદયા પ્રેમી સાથે બીભત્સ વર્તન અને મારામારી મામલે ભાઈ-બહેન વિરુદ્ધ ગુનો નોંધાયો | F…

વડોદરામાં મહિલા જીવદયા પ્રેમી સાથે બીભત્સ વર્તન અને મારામારી મામલે ભાઈ-બહેન વિરુદ્ધ ગુનો નોંધાયો | F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રતનપુરામાં નિરાધારની કરોડોની જમીન પર ગેરકાયદેસર કબજો છતાં તંત્રનું મૌન | Despite illegal occupation …

રતનપુરામાં નિરાધારની કરોડોની જમીન પર ગેરકાયદેસર કબજો છતાં તંત્રનું મૌન | Despite illegal occupation …

2 months ago
કેટલીક સ્કૂલોએ બોમ્બનો મેલ નહીં મળ્યો હોવા છતાં વિદ્યાર્થીઓને છોડી દીધા | bomb scare in schools of v…

કેટલીક સ્કૂલોએ બોમ્બનો મેલ નહીં મળ્યો હોવા છતાં વિદ્યાર્થીઓને છોડી દીધા | bomb scare in schools of v…

3 months ago
ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

3 months ago
બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો | Una Case Verdict:…

બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો | Una Case Verdict:…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News