gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Delhi Railway Station: ટ્રેનના અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરોની ભીડ ઓછી કરવા માટે ટ્રાયલનો બીજો તબક્કો ટૂંક સમયમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શરૂ થવા જઈ રહ્યો છે. રેલવે બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ ટ્રાયલમાં માત્ર તે મુસાફરોને જ સ્ટેશન પરિસરમાં એન્ટ્રીની મંજૂરી આપવામાં આવે જેમની પાસે ટિકિટ હશે.

અનરિઝર્વ્ડ કોચ માટે 150 ટિકિટ  અપાશે

અહેવાલો અનુસાર, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર આ ટ્રાયલ એક મહિના સુધી કડક સુરક્ષા વચ્ચે હાથ ધરવામાં આવશે. આનાથી ખબર પડશે કે સ્ટેશન પરિસરમાં કેટલી ભીડ છે અને આગામી તહેવારો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી પડશે. ફેબ્રુઆરીમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માત બાદ સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે ઘણાં પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત રેલવે બોર્ડે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક ટ્રાયલ હાથ ધર્યું છે જેમાં દરેક અનરિઝર્વ્ડ કોચ માટે ફક્ત 150 ટિકિટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં ગોળી વાગી

રેલવે સોફ્ટવેર  સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS)માં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક અનરિઝર્વ્ડ કોચમાં 150 ટિકિટ જાહેર થયા પછી કોઈ ટિકિટ આપવામાં આવશે નહીં. આ ટ્રાયલ લગભગ બે મહિનાથી ચાલી રહ્યો છે અને તે સફળ રહ્યો છે. રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શિવેન્દ્ર શુક્લાએ ઉત્તર રેલવેના જનરલ મેનેજરને પત્ર લખીને ટ્રાયલને આગળના તબક્કામાં લઈ જવા જણાવ્યું છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પરના કાઉન્ટર પરથી જાહેર કરાયેલા મર્યાદિત ટિકિટ ધારકોને જ સ્ટેશનની અંદર પ્રવેશ આપવામાં આવશે.

એક કોચમાં 300-400 લોકો મુસાફરી કરે છે

અત્યાર સુધી અનરિઝર્વ્ડ કોચમાં ટિકિટ આપવા અંગે કોઈ નિયમ નથી. મુસાફરો પોતે પણ રેલવે સ્ટેશન કાઉન્ટર અને એપ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બનાવે છે. તેમની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. આ જ કારણ છે કે અનરિઝર્વ્ડ ટિકિટ સતત વેચાય છે અને ઘણી વખત 300થી 400 મુસાફરો એક કોચમાં મુસાફરી કરે છે, જ્યારે એક કોચમાં ફક્ત 80 બેઠકો જ ઉપલબ્ધ હોય છે. અધિકારીઓ માને છે કે તહેવારો દરમિયાન રેલવે સ્ટેશન પર વ્યવસ્થા સુધારવામાં આ મોટી મદદ કરશે.

આ યોજના દેશભરમાં લાગુ કરી શકાય છે

રેલવે દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ટ્રાયલ અનુસાર, ટ્રેનના શરૂઆતના સ્ટેશનથી દરેક અનરિઝર્વ્ડ કોચમાં ફક્ત 150 ટિકિટ જ આપવામાં આવશે. વચ્ચેના સ્ટેશનો પર કોચની ક્ષમતા અનુસાર ફક્ત 20 ટકા અનરિઝર્વ્ડ ટિકિટ જ આપવામાં આવશે. જો કોઈ ટ્રેનમાં ચાર કોચ હશે, તો શરૂઆતના સ્ટેશનથી વધુમાં વધુ 600 અનરિઝર્વ્ડ ટિકિટ જ આપવામાં આવશે. જો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર હાથ ધરવામાં આવી રહેલ ટ્રાયલ સફળ થશે, તો આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરી શકાય છે.

ટિકિટ ત્રણ કલાક માટે બનાવવામાં આવશે

સૂત્રોના જણાવ્યાનુસાર, ટ્રાયલ માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરમાં ફક્ત તે ટ્રેનોની ટિકિટોની ગણતરી કરવામાં આવશે જે આગામી ત્રણ કલાકમાં દોડવાની છે. જેમ કે, જો નવી દિલ્હીથી વારાણસી સુધી ત્રણ કલાકમાં ચાર ટ્રેનો દોડવાની હોય અને દરેકમાં 4 કોચ હોય, તો તે 16 કોચ માટે મહત્તમ 2400 ટિકિટ જારી કરશે. આ પછી એસી અથવા સ્લીપરની જેમ ઓટોમેટિક ટિકિટ બનાવવાનું બંધ થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…
INDIA

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…

February 6, 2026
ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…
INDIA

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

February 6, 2026
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…
INDIA

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

February 6, 2026
Next Post
ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું | Gujarat Foreign T…

ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું | Gujarat Foreign T...

શેરબજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો, ઓટો-આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ | …

શેરબજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો, ઓટો-આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ | ...

PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખુલી: ગ્રાહકોને ચાર-ચાર મહિને વીજળી બિલ મળતા નથી | pgvcl smart …

PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખુલી: ગ્રાહકોને ચાર-ચાર મહિને વીજળી બિલ મળતા નથી | pgvcl smart ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે…

લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે…

1 month ago
ગીરમાં અંબાણી પરિવારે શિવ મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠા, ક્રિકેટર્સ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટી ઉમટ્ય…

ગીરમાં અંબાણી પરિવારે શિવ મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠા, ક્રિકેટર્સ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટી ઉમટ્ય…

3 months ago
વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri…

વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri…

2 months ago
જામનગરના મોમાઈ નગરમાં પાણી ની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન: કડક પગ…

જામનગરના મોમાઈ નગરમાં પાણી ની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન: કડક પગ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News