gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે તો જાગો, પાણી બચાવો, અમદાવાદની ૭૫ લાખની વસ્તીને પાણી પહોંચાડવાનો રોજ બે કરોડ ખર્ચ | Now wake up …

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
હવે તો જાગો, પાણી બચાવો, અમદાવાદની ૭૫ લાખની વસ્તીને પાણી પહોંચાડવાનો રોજ બે કરોડ ખર્ચ | Now wake up …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,20
ડિસેમ્બર,2025

રાજયમાં સૌથી વધુ માથાદીઠ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન
૨૨૫ લીટર પાણી શહેરની અંદાજિત ૭૫ લાખની વસ્તી સુધી પહોંચાડવા રોજ રુપિયા બે કરોડ
ખર્ચ કરે છે.નર્મદા કેનાલથી શહેરના ૨૩૫ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી પાણી
પહોંચાડી તેને ટ્રીટ કરીને કલોરીનેશન કરવા સહિતનો વાર્ષિક રુપિયા ૭૨૫ કરોડનો ખર્ચ કોર્પોરેશન
કરે છે.જેની સામે કોર્પોરેશનની વોટર ટેકસની વાર્ષિક આવક રુપિયા ૨૭૩ કરોડની આસપાસ
થાય છે.અમદાવાદની તુલનામા  સુરત
,રાજકોટ કે
વડોદરાના લોકોને રોજ માથા દીઠ ૧૫૦થી ૨૦૦ લીટર પાણી અપાય છે.નર્મદાનુ પાણી છેક કચ્છ
સુધી આપવાનુ આયોજન થઈ ગયુ છે. આ સ્થિતિમાં અમદાવાદીઓએ અત્યારથી જ પાણી વપરાશમાં
કરકસર શરુ કરવી પડશે.

નર્મદાકેનાલથી શહેરના ૨૩૫ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી
રો વોટર લાવી કોતરપુર ઉપરાંત જાસપુર અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ  ખાતે રો વોટરના ટ્રીટમેન્ટ અને કલોરીનેશનની
પ્રક્રીયા કરી જે તે વિસ્તારની પોળો
,ચાલીઓ,સોસાયટીઓથી લઈ
એપાર્ટમેન્ટ
,લો રાઈઝ
કે હાઈરાઈઝ બિલ્ડિંગ સુધી પાણી પહોંચતુ કરાય છે.છેલ્લા કેટલાક વર્ષોથી બદલાયેલી
પેટર્નના કારણે અમદાવાદમા દર વર્ષે સરેરાશ ૪૫ ઈંચની આસપાસ વરસાદ વરસતો હોય છે.બીજી
તરફ ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર ડેમ પણ તેની પુરી સપાટીએ ભરાઈ જાય
છે.આમ છતાં જે પ્રમાણે અમદાવાદના વિસ્તાર અને વસતીનો વ્યાપ વધતો જાય છે.તેને લઈને
અમદાવાદીઓએ પાણી વપરાશમાં અત્યારથી જ 
કરકસર કરવી પડશે.એમ નિષ્ણાતોનુ માનવુ છે. અમદાવાદ જેવા શહેરમાં  કોર્પોરેશન તરફથી રોજ ૧૮૦ કરોડ લીટર પાણી
શહેરીજનોને પુરુ પાડવામા આવે છે. આ ઉપરાંત અનેક સોસાયટીઓ.એપાર્ટમેન્ટ કે અન્ય
પ્રકારના બિલ્ડિંગોમાં તેમના પ્રાઈવેટ બોર પણ ઓપરેટ કરાતા હોય છે. આ કારણથી શહેરના
ગ્રાઉન્ડ વોટર લેવલમાં દર વર્ષે ઘટાડો થઈ રહયો છે.જે બાબત આવનારા સમય માટે
ચિંતાજનક કહેવાય છે.

અમદાવાદમાં ઝોન દીઠ રોજ અપાતો પાણી સપ્લાય

ઝોન    વો.સ્ટેશન       સપ્લાય (મિલીયન લીટર)

મધ્ય   ૧૯     ૨૯૪.૮

પશ્ચિમ  ૪૨     ૩૦૯.૫

ઉત્તર   ૩૨     ૨૫૫

દ.પ.   ૨૫     ૧૩૦

ઉ.પ.   ૩૨     ૨૧૯

દક્ષિણ  ૪૫     ૨૯૩.૫

પૂર્વ    ૪૦     ૩૦૨

તત્કાલીન કમિશનરે બોરનો ઉપયોગ બંધ કરવા કહયુ હતુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તત્કાલિન મ્યુનિસિપલ
કમિશનર એમ.થેન્નારસન શહેરમાં વપરાતા પાણીને લઈ ખુબ ચિંતીત હતા.તેમના દ્વારા લગભગ
દરેક વીકલી રીવ્યુ બેઠકમાં વોટર પ્રોજેકટ વિભાગના અધિકારીઓને કોર્પોરેશન દ્વારા
પાણી સપ્લાય માટે ઉપયોગમા લેવાતા બોરનો ઉપયોગ બંધ કરી નેટવર્ક ગોઠવી પાણી સપ્લાય
આપવા માટે તાકીદ કરાતી હતી.

અમદાવાદ કોર્પોરેશનની વોટર ટેકસની વાર્ષિક આવક રુપિયા ૨૭૩
કરોડ આસપાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેકસના બીલની સાથે
જે પાણી વેરો વસૂલે છે તેની વાર્ષિક આવક રુપિયા ૨૭૩ કરોડની આસપાસ થતી હોય છે.
શહેરીજનો માથા દીઠ પાણીનો જેટલો વપરાશ કરે છે તેની સરખામણીમા જેટલુ પાણી વાપરે છે
તે સામે પાણી વેરો તો સાવ સામાન્ય કહી શકાય.

ખાડિયા સહિતના અન્ય વોર્ડમા પાણીનો વેડફાટ

અમદાવાદના ખાડિયા વોર્ડમાં આવેલી મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ
છે.કોમર્શિયલ બાંધકામો થવાથી પોળોમા રહેતા પરીવાર ઓછા થઈ ગયા છે. ઉપરાંત અનેક
મકાનો બંધ હાલતમાં છે. આમ છતાં પોળોમા રહેતા લોકો પૈકી કેટલાક તો એવા પરિવારો જોવા
મળ્યા છે કે જે રોજ સવારે વહેલા ઉઠવા માટે થઈને તેમના ઘર પાસે આવેલો નળ રાતથી જ
ખુલ્લો રાખે છે.સવારે પાણી સપ્લાય છ કલાકથી શરુ થાય અને એ પછી પંદરથી વીસ મીનીટ
સુધી ચાલુ રાખવામા આવેલા નળમાંથી પાણી વહેતુ રહેતુ હોય છે.આ પ્રમાણે શહેરના કેટલાક
વોર્ડમાં પીવાના પાણીનો ઉપયોગ વાહનો ધોવામા કે ઘરના આંગણા સાફ કરવા માટે કરવામા
આવતો હોવાનુ પણ સામે આવ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
PNBના તત્કાલિન અધિકારી સહિત ત્રણ સામે લાંચનો ડિમાન્ડ કેસ | Bribe demand case against three including…

PNBના તત્કાલિન અધિકારી સહિત ત્રણ સામે લાંચનો ડિમાન્ડ કેસ | Bribe demand case against three including...

સગીરાની છેડતી બદલ ભાણવડના બે આરોપીને ચાર વર્ષની કેદ | Two accused from Bhanvad sentenced to four yea…

સગીરાની છેડતી બદલ ભાણવડના બે આરોપીને ચાર વર્ષની કેદ | Two accused from Bhanvad sentenced to four yea...

મેટોડામાં વેપારીને ધમકાવી વ્યાજખોરે દુકાનને તાળા મારી દીધા | A moneylender threatened a trader in Me…

મેટોડામાં વેપારીને ધમકાવી વ્યાજખોરે દુકાનને તાળા મારી દીધા | A moneylender threatened a trader in Me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ટોણો મારવાનો મોકો ન ચૂક્યાં!

BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ટોણો મારવાનો મોકો ન ચૂક્યાં!

8 months ago
ભાવનગર-દિલ્હી કેન્ટ ટ્રેનને રીંગસ (જં) સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ | Demand to stop Bhavnagar Delhi Ca…

ભાવનગર-દિલ્હી કેન્ટ ટ્રેનને રીંગસ (જં) સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ | Demand to stop Bhavnagar Delhi Ca…

1 year ago
મ્યૂલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 632 કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઇ, 3 મોટા શહેરોથી 13 ઝડપાયા | state cy…

મ્યૂલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 632 કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઇ, 3 મોટા શહેરોથી 13 ઝડપાયા | state cy…

4 months ago
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News