gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in Business
0 0
0
હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : બ્રિટનની સરકાર સાથે ૨૪મી જુલાઈએ થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે બ્રિટનમાંથી આયાત કરવામાં આવતા એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ-એપીઆઈ એટલે કે બલ્ક ડ્રગની આયાત પર ચૂકવવી પડતી દસથી વીસ ટકા જેટલી આયાત ડયૂટીમાંથી મુક્તિ મળી જશે. પરિણામે ભારતમાં બ્રિટનમાંથી આયાત કરવામાં આવતા  એપીઆઈમાંથી બનતી તૈયાર દવાઓના નિકાસના ભાવ નીચા આવશે અને ભારતીય ઉત્પાદકોની નિકાસના બજારમાં સ્પર્ધાત્મકતા વધી જશે. પરિણામે સમગ્રતયા બ્રિટનમાં ભારતની દવાઓની નિકાસ વધશે. એપીઆઈ અને ફાર્મા કેમિકલ્સની આયાત કરનારાઓને ખાસ્સો ફાયદો થશે. દેશમાં કુલ ૧૫૬૦થી જેટલી એપીઆઈ કેમિકલ્સની આયાત કરવામાં આવે છે.

ભારતના ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ વિરંચિ શાહનું કહેવું છે કે આમ તો બ્રિટનમાં નિકાસ કરવામાં આવતી દવાઓ પર પહેલા પણ કોઈ ડયૂટી નહોતી. તેથી દવાની નિકાસ પર નહિ, પરંતુ એપીઆઈ-બલ્ક ડ્રગની આયાત સસ્તી થઈ જશે. સમગ્રતયા તેની અસર હેઠળ ગુજરાતના ફાર્મા ઉદ્યોગની નિકાસમાં વધારો થવાની સંભાવના છે.

ભારતની જેનરિક, બાયોસિમિલર દવાઓ હવે કોઈપણ જાતની ડયૂટી વિના બ્રિટનના બજારમાં પ્રવેશી શકશે. નવા કરારને પરિણામે ભારતમાંથી દવાની નિકાસમાં અંદાજે ૧૨થી ૧૫ ટકાનો વધારો થશે.

ગુજરાતમાં ભારતના દવાના કુલ ઉત્પાદનમાંથી ૩૩ ટકા દવાઓનું ઉત્પાદન થાય છે. તેમ જ બ્રિટનમાં દવાઓની ભારતમાંથી થતી કુલ નિકાસમાંથી ૨૮ ટકા દવાઓની નિકાસ ગુજરાતમાંથી થાય છે. હવે આ નિકાસકારોને દવાઓની નિકાસ કરવામાં ઓછોમાં ઓછા અવરોધ નડશે.

વેપાર માટેના અવરોધો હટી જતાં ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા પાસેથી અને સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી પાસેથી પણ સરળતાથી પ્રમાણપત્રો મળી જશે. બ્રિટનમાં દવાઓની નિકાસ કરવા માટે ફાસ્ટ ટ્રેક એપ્રુવલ મળી જવાની સંભાવના રહેલી છે.

તેને પરિણામે ગુજરાતના નિકાસકારોએ બ્રિટનમાં દવાની નિકાસ માટે કરવી પડતી પ્રક્રિયામાં ખર્ચાતા સમય અને નાણાંમાં ખાસ્સો ઘટાડો થઈ જશે. સર્ટિફિકેટ ઓફ ઓરિજિન મેળવવું પણ એટલું જ સરળ બની જશે. ફાર્મા ઉદ્યોગને માટે આ સુવિધા વરદાનરૂપ સાબિત થશે. ગુજરાતમાં બનતી ૯૯ ટકા દવાઓની નિકાસ સરળ બની જશે.

ગુજરાતમાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી ધરાવતા અંદાજે ૧૩૦ યુનિટ સક્રિય છે. જમ્બુસરના બલ્કડ્રગના ઝોનમાં, બાયોટેક પાર્કમાં, અમદાવાદ, વડોદરા અને અંકલેશ્વરમાં આ પ્રકારના એકમો સક્રિય છે. સનફાર્મા, કેડિલા, ઝાયડસ અને ટોરેન્ટ ફાર્મા જેવી કંપનીઓને તેના થકી ખાસ્સો ફાયદો થવાની સંભાવના છે.

આ કંપનીઓને એફટીએને કારણે તત્કાળ લાભ મળશે. ૨૦૨૪ના નાણાંકીય વર્ષ દરમિયાન ભારતની બ્રિટન ખાતેની દવાઓની નિકાસમાં ૧૨.૬ ટકાનો વધારો થયો હતો. આ વધારો હવે ૧૫ ટકાની સપાટીને વળોટી જાય તેવી શક્યતાને નકારી શકાતી નથી.

એફટીએ-ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ગુજરાતના નિકાસકારો માટે હવે નવી તક નિર્માણ થઈ છે. દવાના નિકાસના જથ્થામાં અને તેના થકી થનારી આવક, બંનેમાં વધારો થઈ જવાની સંભાવના છે.

ગુજરાતની કંપનીઓ દવાઓની બ્રિટનમાં જ નિકાસ કરવાના લક્ષ્યાંક સાથે જ અમદાવાદ, અંકલેશ્વર કે વડોદરામાં તેમના એકમો ચાલુ કરી દેવા જોઈએ. તેને પરિણામે તેઓ મોટા પાયા પર તેનું ઉત્પાદન ચાલુ કરી શકશે. ફાસ્ટ ટ્રેકમાં તેઓ તેમની મંજૂરીઓ મેળવી શકે છે.

સ્પર્ધાત્મક દરે બેસ્ટ ક્વોલિટીની દવાઓનું ઉત્પાદન કરી શકશે. જેનરિક દવાઓના ઉત્પાદનમાં ભારતની કુશળતા જગજાહેર છે. તેનો લાભ પણ લઈ શકશે. ગુજરાતમાં દવાઓના મેન્યુફેક્ચરિંગની સારામાં સારી સુવિધા છે તેનો પણ લાભ ઊઠાવી શકાશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
Business

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

March 30, 2026
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
Next Post
પેટલાદના ચાંગા ગામમાં વધુ 3 સાથે કમળાના દર્દીઓની સંખ્યા 24 પહોંચી

પેટલાદના ચાંગા ગામમાં વધુ 3 સાથે કમળાના દર્દીઓની સંખ્યા 24 પહોંચી

IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો | Number of retail investors …

IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો | Number of retail investors ...

મહિસાગર જિલ્લામાં બે પેઢીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા 3 લાખનો દંડ | Fine of Rs 3 lakh imposed for…

મહિસાગર જિલ્લામાં બે પેઢીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા 3 લાખનો દંડ | Fine of Rs 3 lakh imposed for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદની પોલીસ અધિક્ષકની કચેરીમાં દારૂના ગુનાનો આરોપી એલસીબીના જાપ્તામાંથી ભાગી છૂટયો | Liquor crime…

નડિયાદની પોલીસ અધિક્ષકની કચેરીમાં દારૂના ગુનાનો આરોપી એલસીબીના જાપ્તામાંથી ભાગી છૂટયો | Liquor crime…

7 months ago
વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: …

વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: …

4 months ago
તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી | A 7th standard stude…

તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી | A 7th standard stude…

4 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News