gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in INDIA
0 0
0
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Assam Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના પ્રવાસે છે. પીએમ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા, ત્યારબાદ તેઓ વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢના મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) માટે રવાના થયા હતા. પીએમનું પ્લેન ડિબ્રુગઢ પાસે મોરાન બાયપાસ પર બનેલી ELF પર ઉતર્યું હતું. આ એરસ્ટ્રિપ સૈન્ય વ્યૂહરચના માટે અત્યંત મહત્વની છે, કારણ કે આ વિસ્તાર ચીન સરહદથી માત્ર 300 કિમી દૂર છે.

ભારતનાં તમામ પ્લેન લેન્ડિંગ ફેસિલીટી પર ઉતર્યા

પૂર્વોત્તર ભારતમાં કટોકટીના સમયે મિલિટરી અને સિવિલ એરક્રાફ્ટના લેન્ડિંગ અને ટેક-ઓફમાં મદદ કરવા માટે વાયુસેનાએ ખાસ ELF બનાવી છે. આ સુવિધાથી પૂર્વોત્તરમાં કુદરતી આફતો કે યુદ્ધ જેવી સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરીમાં વેગ આવશે. પીએમની હાજરીમાં ELF પર રાફેલ અને સુખોઈ સહિત 16 લડાયક વિમાનો એરિયલ શો કરી રહ્યા છે. આ દરમિયાન વિમાનો હાઈવે પરથી જ લેન્ડિંગ અને ટેક-ઓફ કરીને નિદર્શન કરી રહ્યા છે. આ ડેમો અંદાજે 30-40 મિનિટનો રહેશે.

પીએમ મોદીએ હેલિકોપ્ટરનું એરિયલ ડિસ્પ્લે પણ નિહાળ્યું

મોદી ફાઈટર, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું 40 મિનિટનું એરિયલ ડિસ્પ્લે પણ નિહાળશે. ત્યારબાદ તેઓ ELF થી C-130 માં સવાર થઈને પોતાના પ્રવાસના બીજા ભાગ માટે ગુવાહાટી રવાના થશે. પીએમ આસામ માટે ₹5,450 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીનો આ ત્રીજો આસામ પ્રવાસ છે. આસામમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં 2016 થી સતત બે વાર NDA ની સરકાર બની છે, જેની પહેલા 2001-2016 સુધી કોંગ્રેસની સરકાર હતી.

આસામમાં બનેલી પૂર્વોત્તરની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી

મોરાન એરસ્ટ્રિપ NH-127 ના 4.4 કિલોમીટર લાંબા હિસ્સા પર બનાવવામાં આવી છે. આ ભારતની એવી પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) છે, જેનો ઉપયોગ સેના અને સિવિલ વિમાનો બંને માટે કરી શકાશે.

ELF નો અર્થ એ છે કે યુદ્ધ અને કટોકટી જેવી સ્થિતિમાં વિમાનોને હાઈવે પર જ ઉતારી શકાય અને ત્યાંથી જ ઉડાન ભરી શકાય તેવી વ્યવસ્થા હોય. આનાથી રસ્તાનો બેવડો ફાયદો થાય છે – રોજિંદા ટ્રાફિક માટે અને સૈન્ય જરૂરિયાતો માટે.

‘ડ્યુઅલ-યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ ના કોન્સેપ્ટ પર તૈયાર કરાયેલી આ ELF 40 ટન સુધીના ફાઈટર એરક્રાફ્ટ અને 74 ટન સુધીના મહત્તમ વજન ધરાવતા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં સક્ષમ છે.

અત્યારે કેટલી જગ્યાએ છે આ સુવિધા?

રાજસ્થાન: બાડમેર (NH-925A)

ઉત્તર પ્રદેશ: આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે

ઉત્તર પ્રદેશ: પૂર્વાંચલ એક્સપ્રેસ-વે

ઓડિશા: બાલાસોર (NH-16)

આંધ્રપ્રદેશ: નેલ્લોર (NH-16)

ભારતીય વાયુસેના અને NHAI એ મળીને દેશમાં કુલ 28 સ્થળોએ આવી સુવિધા વિકસાવવાની યોજના બનાવી છે. આસામમાં હાઈવે આધારિત આ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીની એક મોટી ખાસિયત એ પણ છે કે તે ચીન સરહદની ખૂબ જ નજીક આવેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: ...

જૂનાગઢ-કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના, પ્રેમજાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી | Junagadh …

જૂનાગઢ-કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના, પ્રેમજાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી | Junagadh ...

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં | Massive fire breaks out …

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં | Massive fire breaks out ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદના બિલ્ડરોની ફ્લેટનો દસ્તાવેજ, 5 લાખ ના આપી ઠગાઈ | Mahmudabad builders cheated by not givin…

મહેમદાવાદના બિલ્ડરોની ફ્લેટનો દસ્તાવેજ, 5 લાખ ના આપી ઠગાઈ | Mahmudabad builders cheated by not givin…

9 months ago
પ્રથમ ક્વાર્ટરમાં, ઘણી બેંકોની કૃષિ લોન NPA 10 % સુધી પહોંચી ગઈ | In the first quarter agricultural …

પ્રથમ ક્વાર્ટરમાં, ઘણી બેંકોની કૃષિ લોન NPA 10 % સુધી પહોંચી ગઈ | In the first quarter agricultural …

11 months ago
દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

3 months ago
હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન

હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News