
હાથીખાના અનાજ બજાર પાસેના ગેંડા ફળિયા તથા આસપાસના વિસ્તારોમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકળાટ સર્જાયો હોય કોર્પોરેશને ફોલ્ટ શોધવા છ સ્થળોએ માર્ગ ખોદી નાખતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
શહેરના વોર્ડ નં.6માં સમાવિષ્ટ હાથીખાના વિસ્તારના 36 ક્વોટર્સ, મહાવત ફળિયુ, ગેંડા ફળિયુ સહિતના વિસ્તારમાં 200 જેટલા મકાનો આવેલા છે.










