gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાસ્ય, લાગણી અને પરિવારની વાત કરતી ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર રિલીઝ

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
હાસ્ય, લાગણી અને પરિવારની વાત કરતી ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર રિલીઝ
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર

ગુજરાતી સિનેમામાં ફરી એકવાર પરિવાર, સિદ્ધાંતો અને સંજોગોની રમુજભરી અથડામણ જોવા મળશે. સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા અને વૈશાલી ઠક્કર અભિનિત ગુજરાતી ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે, જે દર્શકોને પેટ પકડીને હસાવવાનું વચન આપે છે.

ટ્રેલર એક મધ્યમ વર્ગીય, સિદ્ધાંતપ્રિય અને આખાબોલા કનૈયાલાલની આસપાસ ફરતું જોવા મળે છે. 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક નોકરી કર્યા બાદ નિવૃત જીવન જીવી રહેલા કનૈયાલાલ (સિદ્ધાર્થ રાંદેરિયા) પોતાના નિયમો અને મૂલ્યોને જીવનનું કેન્દ્ર માને છે. તેમની પત્ની (વૈશાલી ઠક્કર) અને પરિવાર ઈચ્છે છે કે નિવૃત્તિ બાદ કનૈયાલાલ જીવનનો આનંદ માણે અને કંટાળે નહીં.

પરંતુ જીવન હંમેશા યોજના મુજબ ચાલતું નથી. અચાનક આવી પડેલી એક પરિસ્થિતિ કનૈયાલાલને એવા માર્ગે દોરી જાય છે, જ્યાં તેને પોતાના જ સિદ્ધાંતો પર પ્રશ્નચિહ્ન મુકવું પડે છે. કનૈયાલાલનું સંવાદ –
“સિદ્ધાંતોની પણ એક્સપાયરી ડેટ હોય છે, અને પરિવારથી મોટો કોઈ સિદ્ધાંત હોતો નથી” – ફિલ્મની ભાવના સ્પષ્ટ કરી દે છે.

આ સંજોગોમાં પતિ-પત્ની એક એવો નિર્ણય લે છે, જે તેમને ગૂંચવણો, રીત-રિવાજો અને સમાજની માન્યતાઓના વાવાઝોડામાં ફસાવી દે છે. પરિસ્થિતિ ત્યારે વધુ મજેદાર બને છે, જ્યારે પોલીસ અધિકારીની ભૂમિકામાં હિતુ કનોડિયા કનૈયાલાલની પાછળ પડે છે અને કનૈયાલાલ મજાકિયા અંદાજમાં કહે છે,
“એનું નામ ગોવર્ધન છે, પણ મારો તો નાથ ગોવર્ધન છે!”

ફિલ્મ ‘સ્લાઇસ ઑફ લાઇફ’ શૈલીમાં રોજિંદી જીવનની નાની-મોટી ગૂંચવણોને હાસ્ય, લાગણી અને સંબંધોની ઉષ્મા સાથે રજૂ કરે છે. સિદ્ધાર્થ રાંદેરિયા અને વૈશાલી ઠક્કર સાથે આ ફિલ્મમાં અનેરી વજાણી અને શ્રેય મારડિયા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

SVF એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ધર્મેશ મહેતાએ કર્યું છે. ફિલ્મનું સંગીત ડૉ. કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પૂરોહિતે તૈયાર કર્યું છે, જ્યારે શાન, અમિત ત્રિવેદી અને પાર્થિવ ગોહિલ જેવા જાણીતા ગાયકોના સ્વરમાં ગીતો સાંભળવા મળશે.

હાસ્ય સાથે સંદેશ આપતી ‘જય કનૈયાલાલ કી’ પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી મનોરંજક ફિલ્મ બનશે એવી અપેક્ષા ટ્રેલર પરથી ચોક્કસ ઉભી થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

Next Post
સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ.

નવા વર્ષે ચાંદી અને સોનાની કિંમત કેટલી હદે વટાવી શકે? નિષ્ણાતોએ જાહેર કર્યા ‘ટાર્ગેટ’ | silver price…

નવા વર્ષે ચાંદી અને સોનાની કિંમત કેટલી હદે વટાવી શકે? નિષ્ણાતોએ જાહેર કર્યા 'ટાર્ગેટ' | silver price...

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | અમદાવાદ: મીઠાખળીમાં લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું દિલધડક રેસ્ક્યૂ, ભારે જહેમત બાદ દોરડા વડે સુરક…

7 months ago
શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : શેરો ‘રાખ’ થયા | The biggest crash in the stock market in two…

4 months ago
મહેસાણાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડી રહેલા 2 શખ્સો LCBના હાથે ઝડપાયા | 2 people who were …

6 months ago
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, સુકમામાં 10 અને બીજાપુરમાં 2 નક્સલીઓ એન્કાઉન્ટરમાં ઠાર | ove…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News