gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું…’, તાપીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ, ધારાસભ્ય અને પુત્રનો હોબાળો | buh…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું…’, તાપીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ, ધારાસભ્ય અને પુત્રનો હોબાળો | buh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tapi BJP News: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ સ્વાગત કાર્યક્રમ બુહારી ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય અને તેના પુત્રએ હંગામો કરી ભયનું વાતાવરણ ઊભું કર્યાના આક્ષેપ સાથે ગામના સરપંચ, તા.પં.સભ્ય અને જિ.પં.ના અઘ્યક્ષે ભાજપ મોવડી મંડળને લેખિત ફરિયાદ કરી હતી. જે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપમાં આંતરિક જૂથવાદની લડાઈ જાહેરમાં આવી ગઈ છે.  ફરિયાદમાં ધારાસભ્ય વગર આમંત્રણે આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

‘હું એકલો જ બોલીશ, હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું’

વાલોડ તાલુકા ભાજપમાં ચાલતા જૂથવાદની લડાઈ હવે ત્રણ પેઢીના પારિવારિક સંબંધમાં પ્રવેશતા ખટરાગ ઉભો થયો હોય તેમ જણાય છે. ત્રણ પેઢીના પારિવારિક સંબંધમાં ભાજપના ધારાસભ્ય મોહન ઢોડીયા સાથે બુહારી ગ્રામ પંચાયતમાં વહીવટકર્તાઓને ઘણા સમયથી ખટરાગ ઉભો થયો છે. જેને પગલે બુહારી ગામે યોજાતા ભાજપના કે સરકારી કાર્યક્રમમાં વિવાદો ઉભા થાય છે. જે વિવાદો સોશિયલ મીડિયામાં રાજકીય રીતે એકબીજાને પછાડી દેતા હોય તેવી પોસ્ટ વાયરલ થાય છે. 

દરમિયાન બુધવારે બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત રથના સ્વાગતનો કાર્યક્રમ ગ્રામ પંચાયત બુહારી દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા, વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલસિંહ સોલંકી અને ભાજપ આગેવાન અમિત પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ધારાસભ્ય મોહન ઢોડીયા અને તેમના પુત્ર દિગેન્દ્રએ હંગામો કર્યો હોવાના લેખિતમાં આક્ષેપો કરવામાં આવ્યા છે. બુહારી ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર સરપંચ વનીતાબેન ગામીત, તા.પં. સભ્ય દર્શના પરમાર તથા જિ.પં.ના મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ તૃપ્તિ પટેલે સહી કરીને ભાજપ મોવડી મંડળને લેખિત ફરિયાદ કરી છે. 

જેમાં ધારાસભ્ય મોહન ઢોડીયા વગર આમંત્રણે આવી પહોંચ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મોહન ઢોડીયાના પુત્ર દિગેન્દ્રએ પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીને અટકાવી ધારાસભ્ય આવે ત્યાં સુધી પ્રોગ્રામ શરૂ નહીં કરવા અને શરૂ કર્યો તો તમે જાણો, નહીં તો દોડતા કરી દઈશું તેવી ધાક ધમકી આપી હંગામો મચાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

કાર્યક્રમમાં બુહારીના સરપંચ, ઉપસરપંચનું ઉદ્‌બોધન હતું. સભા સંચાલકે પ્રોગ્રામ શરૂ કરતાં શાબ્દિક સંબોધન તથા વિસ્તારના વિકાસની વાતો રજૂ કરવા બુહારીના ઉપસરપંચ સુરજ દેસાઈ ઉદ્‌બોધન કરશે તેમ જણાવતાં જ મંચ ઉપરથી ધારાસભ્ય મોહન ઢોડીયાએ હું એકલો જ બોલીશ, હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું. તેવા વાક્ય ઉચ્ચારી ગ્રામજનોનું અપમાન કર્યું હોવાના આક્ષેપો કર્યા હતાં.

બુહારીમાં વિકાસ રથના કાર્યક્રમ સમયે ઉપસ્થિત ભાજપના એક પણ આગેવાન બાજીપુરા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હોવાનું જણાવ્યું હતું. જે પત્ર બુહારી વિસ્તાર તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના આંતરિક જૂથવાદ હવે જાહેરમાં આવી ગયો છે. બુહારી ગ્રામ પંચાયતના ભાજપ શાસકો જ ભાજપના ધારાસભ્યનો વિરોધ શરૂ કરતાં હવે જુથવાદની લડાઈ ક્યારે અટકશે ? તે કળવું મુશ્કેલ જણાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…
GUJARAT

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…

April 2, 2026
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…
GUJARAT

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

April 2, 2026
ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…
GUJARAT

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

April 2, 2026
Next Post
આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ | Swearing in o…

આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ | Swearing in o...

બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી | Bihar Elections Nitis…

બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી | Bihar Elections Nitis...

જામનગરના લીમડાલેન-દરબારગઢ સહિતના વિસ્તારમાં PGVCLની 20 ચેકીંગ ટુકડીને ઉતારી દઈ ચેકીંગ હાથ ધરાતાં વીજ…

જામનગરના લીમડાલેન-દરબારગઢ સહિતના વિસ્તારમાં PGVCLની 20 ચેકીંગ ટુકડીને ઉતારી દઈ ચેકીંગ હાથ ધરાતાં વીજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

3 months ago
તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’ | …

તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’ | …

8 months ago
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આ…

2 weeks ago
યોગ હવે એક ઉદ્યોગ : આ ક્ષેત્રના 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા | Yoga is now an industry: 1…

યોગ હવે એક ઉદ્યોગ : આ ક્ષેત્રના 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા | Yoga is now an industry: 1…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News