
– ડાયગ્નોસ્ટિક એઆઈમાં ક્રાંતિ
– મેડિકલ ટ્રાન્સક્રાઈબર એઆઈ ડોક્ટર-દર્દીની વાતો સાંભળીને રિયલ ટાઈમ ડિજિટલ ફાઈલ બનાવી રહ્યાં છે
– એઆઈ પાવર્ડ બ્લડ ટેસ્ટ સ્કેનમાં ટયુમર દેખાય તે પહેલા કેન્સર સૂચવતા મોલેક્યુલર સિગ્નલોને ઓળખે છે
અમદાવાદ : હેલ્થકેર સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મજબૂત સાથીદાર તરીકે ઉભરી આવ્યું છે. હેલ્થકેર સેક્ટરમાં જીવન અને મરણ વચ્ચેનો ફરક સ્પીડ છે ત્યાં એઆઈ ક્રાંતિ લાવી રહ્યું છે. એઆઈ ટેકનોલોજી ડોક્ટરોને રોગોનું નિદાન ઝડપથી અને સચોટ રીતે કરવામાં મદદ કરી રહ્યું છે.










