![]()
Western Railway: હોળી અને ધૂળેટીના આગામી તહેવારોમાં વતન જનારા મુસાફરો માટે રેલવેએ રાહતભર્યા સમાચાર આપ્યા છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને વધારાના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વિવિધ રૂટ પર ચાલતી 12 જોડી એટલે કે કુલ 24 સ્પેશિયલ ટ્રેનોના સમયગાળાને લંબાવી દીધો છે. આ ટ્રેનો માર્ચ 2026ના અંત સુધી દોડશે જેથી મુસાફરોને તહેવારમાં અવરજવર માટે સરળતા રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર થી મુંબઈ જનારા લોકોને વધુ ફાયદો મળશે.
કઈ 9 જોડી ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા? જાણો મુખ્ય રૂટ અને ટ્રેનોની યાદી
બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશિયલ: ટ્રેન નં. 09207/09208 (સાપ્તાહિક)
બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ: ટ્રેન નં. 09415/09416 (સાપ્તાહિક)
બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ: ટ્રેન નં. 09037/09038 (દ્રી-સાપ્તાહિક) અને 09009/09010 (સાપ્તાહિક) તેમજ 09011/09012 (સાપ્તાહિક)
બાંદ્રા ટર્મિનસ – ઉધના સ્પેશિયલ: ટ્રેન નં. 09055/09056 (અઠવાડિયામાં 5 દિવસ) અને 09035/09036 (દ્રી-સાપ્તાહિક)
બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલ: ટ્રેન નં. 09017/09018 (સાપ્તાહિક)
બાંદ્રા ટર્મિનસ – ઓખા સ્પેશિયલ: ટ્રેન નં. 09561/09562 (સાપ્તાહિક)
બુકિંગ અંગે પણ વિગતો કરાઇ જાહેર
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ આ લંબાવવામાં આવેલી તમામ ટ્રેનોનું બુકિંગ અત્યારે તમામ PRS (રિઝર્વેશન) કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેનો ‘સ્પેશિયલ ટ્રેન’ તરીકે ખાસ ભાડા સાથે દોડાવવામાં આવશે. મુસાફરો ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા સૂચન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રેલવે દ્વારા અન્ય ત્રણ ટ્રેનોના ફેરા પણ લંબાવવામાં આવ્યા છે
વલસાડ – હિસાર સ્પેશિયલ (04728/04727)
ટ્રેન નં. 04728 (વલસાડથી) દર ગુરુવારે ઉપડશે અને તેના ફેરા 05.03.2026 થી 26.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.
ટ્રેન નં. 04727 (હિસારથી) દર બુધવારે ઉપડશે અને તેના ફેરા 04.03.2026 થી 25.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.
બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સ્પેશિયલ (04828/04827)
ટ્રેન નં. 04828 (બાંદ્રાથી) દર રવિવારે ઉપડશે અને તેના ફેરા 08.03.2026 થી 29.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.
ટ્રેન નં. 04827 (ભગત કી કોઠીથી) દર શનિવારે ઉપડશે અને તેના ફેરા 07.03.2026 થી 28.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.
બાંદ્રા ટર્મિનસ – અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ (09622/09621)
ટ્રેન નં. 09622 (બાંદ્રાથી) દર સોમવારે ઉપડશે અને તેના ફેરા 02.03.2026 થી 30.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.
ટ્રેન નં. 09621 (અજમેરથી) દર રવિવારે ઉપડશે અને તેના ફેરા 01.03.2026 થી 29.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.










