![]()
અમદાવાદ,બુધવાર,20
ઓગસ્ટ,2025
જુના વાડજ એ.એમ.ટી.એસ.ડેપોથી કિરણ પાર્ક ગાય સર્કલ થઈ
વિજયનગર ક્રોસીંગ સુધી હાલમાં ૧૨થી લઈ ૧૮ મીટર સુધી પહોળો રસ્તો આવેલો છે.આ
રસ્તાને ૨૪.૪૦ મીટર પહોળો કરાશે. મંગાવવામા આવેલા વાંધા સુચનોમાં મહેસાણા સોસાયટી
તરફથી રજૂઆત કરાઈ હતી. રજૂઆતમાં સોસાયટી તરફથી કહેવાયુ રસ્તો પહોળો થવાથી મકાનોના ફાઉન્ડેશન ખુલ્લા થઈ
જશે.સ્ટ્રકચર નબળા પડશે.જયારે એસ્ટેટ વિભાગે વાંધા સુચનોમાં વ્યાજબીપણુ અને વજૂદ
નથી તથા જાહેર હીતમા રસ્તો પહોળો કરવો જરુરી હોવાનુ કારણ આગળ ધર્યુ છે.આજે મળનારી
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રોડ પહોળો કરવા મંજૂરી માંગતી દરખાસ્ત મુકાઈ છે.
નવા વાડજ વોર્ડમાં એ.એમ.ટી.એસ.ડેપોથી કિરણપાર્ક ગાય સર્કલ
થઈ વિજય નગર ક્રોસીંગ સુધી હાલમાં કયાંક ૧૨ મીટર તો કયાંક ૧૮ મીટર સુધી પહોળો રોડ
આવેલો છે.કયાંક ખુલ્લી જગ્યામાં બાંધકામ પણ થઈ ગયા છે. રોડ લાઈનનો અમલ કરવા આઠ
મહીનામા રહેઠાણ અને દુકાન પ્રકારના બાંધકામ માટે ૧૫૦ થી વધુ નોટિસ મિલકત ધારકોને
આપી છે.કોર્પોરેશનના દાવા મુજબ,
૧૯૩ વાંધા સુચન તંત્રને મળ્યા હતા.આ અનઈવન રોડને ઔડા દ્વારા રીડીપીમાં ૨૪.૪૦
મીટરનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ રસ્તો વિજયનગર ક્રોસીંગ થઈ પ્રગતિનગર
ચાર રસ્તાથી નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેકસને જોડતો હોવાથી ભવિષ્યમાં આ રોડ ઉપર અવર
જવર વધશે.
વાંધા-સુચનમાં કોણે -શું રજૂઆત કરી?
–આજુબાજુની
વસાહતોના કારણે સલામતી જોખમાશે-મહેસાણા સોસાયટી
–કપાતમાં
જતી જગ્યા સામે કોર્પોરેશન કેટલા પ્રકારનું કેટલું વળતર આપશે-નવસર્જન સોસાયટી,રાધાકૃષ્ણ
એપાર્ટમેન્ટ
–દશામાનુ
મંદિર રોડલાઈન કપાતમાં જાય છે.મંદિર માટે અન્ય સ્થળે જગ્યા ફાળવશો.
–ટ્રાફિકનુ
વહન હાલના ૧૨.૨૦ મીટરના રોડ ઉપર સરળતાથી થાય છે.
–નળીયા
રસ્તા ઉપર આવેલી મિલકતોના અસરગ્રસ્તોને મકાન ફાળવજો.










