વડોદરા,સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગમાં એક દિવસની બાળકીને સારવાર માટે મૂકીને એક મહિલા અને બે પુરૃષ ફરાર થઇ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આજે સવારે આઠ વાગ્યે એક ખાનગી એમ્બ્યુલન્સમાં એક મહિલા અને બે પુરૃષો એક દિવસની બીમાર નવજાત બાળકીને શ્વાસની તકલીફ હોઇ સારવાર માટે પિડિયાટ્રિક વિભાગમાં સારવાર માટે લઇને આવ્યા હતા. કેસ કઢાવવા માટે જવાનું કહીને ત્રણેય ફરાર થઇ ગયા હતા. હોસ્પિટલના સ્ટાફે સયાજી હોસ્પિટલ સંકુલમાં શોધખોળ કરવા છતાંય તેઓ મળી આવ્યા નહતા. છેવટે આ અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલમાં જઇને તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એમ્બ્યુલન્સનો નંબર મેળવી તપાસ હાથ ધરી છે.










