![]()
વડોદરા : બીટકોઇનમાં રોકાણના બહાને રૃા.૧.૨૬ કરોડ જેવી માતબર રકમ મેળવ્યા
બાદ રૃા.૧.૨૩ કરોડની છેતરપિંડી આચરનારા મુંબઇના ભેજાબાજ શખ્સે આગોતરા જામીન અરજી
મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવ છે કે, મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતા જોસેફ
સેમ્યુઅલ નામના આરોપી સામે પાદરા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ ફરિયાદી સાથે મિત્રતા કેળવી બીટકોઈનમાં રોકાણ
કરવાથી મોટો નફો થશે તેવી ખાતરી આપીને રૃા. ૧,૨૬,૨૬,૪૫૫ જેવી માતબર રકમ તેના ખાતામાં ં ટ્રાન્સફર
કરવી હતી જેની સામે આરોપીએ નફા પેટે માત્ર રૃા. ૩.૨૪ લાખ પરત આપી બાકીના રૃા. ૧.૨૩
કરોડથી વધુની રકમ અંગત ખર્ચમાં વાપરી નાખી વિશ્વાસઘાત કર્યો હતો.
આ બનાવ અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોઇ આરોપી
જોસેફ સેમ્યુઅલે ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી
વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી સામે ગંભીર ગુનો નોંધાયેલો છે. તપાસ
કરનાર અમલદારે સોગંદનામામાં જણાવ્યું હતું કે આરોપીને વારંવાર નોટિસ આપવા છતાં તે
હાજર થતો નથી અને તે પોતાનું રહેઠાણ પણ સતત બદલતો રહે છે. સરકારી પક્ષે એવી પણ
રજૂઆત કરી હતી કે જો આરોપીને જામીન આપવામાં આવશે તો તે તપાસમાં સહકાર આપશે નહીં
અને હજુ મોબાઈલ તથા ઈમેઈલની તપાસ બાકી છે.
સાહેદ નરેન્દ્રભાઈ પટેલે પણ કોર્ટમાં હાજર રહી રજૂઆત કરી હતી કે
તેમના પણ રૃા. ૯૦ લાખ આ આરોપી પાસે ફસાયેલા છે અને આરોપીએ અન્ય લોકો સાથે પણ આ
પ્રકારે છેતરપિંડી આચરી છે. મુળ ફરિયાદીના વકીલે એવી આશંકા વ્યક્ત કરી હતી કે
આરોપી ભારત છોડીને ભાગી જાય તેવી શક્યતા છે. ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરતા
નોંધ્યું હતું કે, તપાસ હજુ ચાલુ
છે અને આરોપીની ભૂમિકા સ્પષ્ટ જણાતી હોવાથી વચગાળાની રાહત આપવાનું યોગ્ય જણાતું નથી.










