gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે 2047 સુધીમાં એક વિકસિત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ વિઝનને સાકાર કરવામાં ગુજરાત અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે. આ પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ અનંત અનાદિ વડનગરમાં આવેલું આર્કિયોલોજીકલ એક્સપિરીયન્સ મ્યુઝિયમ (પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય) છે.

ઉલ્લેખનીય છે કે, 18 એપ્રિલે વિશ્વ વારસા દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બની ગયું છે.

75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી

આજે ગુજરાતનું વડનગર તેના ઐતિહાસિક વારસાને પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયના રૂપમાં સાચવીને બેઠું છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરતું ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરમાં સ્થિત આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 ફેબ્રુઆરીથી મ્યુઝિયમ ખૂલતાં જ માત્ર 75 દિવસમાં કુલ 32,000 લોકોએ તેની મુલાકાત લીધી હતી, જે સાંસ્કૃતિક પ્રવાસન માટે દ્રષ્ટાંતરૂપ છે.

આ મુલાકાતીઓમાં લગભગ 28% વિદ્યાર્થીઓ અને વિદેશી પ્રવાસીઓ છે. બાકીના મુલાકાતીઓમાં બાળકો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે, જે દરેક વ્યક્તિ માટે સુલભતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે.

પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય: વડનગરની 2500 વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ

આ સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ છે જેમાં કલા, સ્થાપત્ય, વેપાર, શહેરી આયોજન અને શાસનનું મિશ્રણ છે. મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે વડનગર હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ તમામ ઐતિહાસિક ખાસિયતોને ધ્યાનમાં રાખીને આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે.

₹298 કરોડના ખર્ચે નિર્મિત આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે

તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો ધરાવતું આ આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસના શોખીનો માટે એક ખાસ ભેટ છે.

વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય એ આંતરરાષ્ટ્રીય વારસા દિવસની ભાવના સાથે સુસંગત છે, જે ભારતના સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસા તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે છે. ટેક્નોલૉજી, વારસા અને શિક્ષણનો સમન્વય ધરાવતું આ સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ સાથે ભાવિ પેઢીઓને શિક્ષિત પણ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
Next Post
આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ…

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ...

અમદાવાદના કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવીને મહિલા અને તેની ગેંગના સાગરિતોએ પોલીસની ઓળખ આપી નાણાં પ…

અમદાવાદના કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવીને મહિલા અને તેની ગેંગના સાગરિતોએ પોલીસની ઓળખ આપી નાણાં પ...

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SBI ના 1.97 કરોડના હોમલોન કૌભાંડમાં સુરતથી લોન એજન્ટ પકડાયો | Loan agent from Surat caught in SBI’s …

SBI ના 1.97 કરોડના હોમલોન કૌભાંડમાં સુરતથી લોન એજન્ટ પકડાયો | Loan agent from Surat caught in SBI’s …

6 months ago
ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી કેનાલમાં પ્લાસ્ટિકના થર જામ્યા | Plastic sheets have accumulated in the c…

ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી કેનાલમાં પ્લાસ્ટિકના થર જામ્યા | Plastic sheets have accumulated in the c…

4 months ago
અમરેલીમાં ચોરોએ આસ્થાના કેન્દ્રમાં હાથ સાફ કર્યો! ગર્ભગૃહનો દરવાજો તોડી લાખોના આભૂષણ લઈ રફુચક્કર | A…

અમરેલીમાં ચોરોએ આસ્થાના કેન્દ્રમાં હાથ સાફ કર્યો! ગર્ભગૃહનો દરવાજો તોડી લાખોના આભૂષણ લઈ રફુચક્કર | A…

5 months ago
ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડબ્રેક ખર્ચ, હવે માત્ર આ 4 દેશો જ આગળ | India 5t…

ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડબ્રેક ખર્ચ, હવે માત્ર આ 4 દેશો જ આગળ | India 5t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News