gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

211 વર્ષની ખારવા ‘સરકાર’! ન્યાય મંદિરનો ન્યાય શિરોમાન્ય, એકાદ મહીનામાં જ બેથી 3 મુદ્દે કેસનો નિકાલ |…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
211 વર્ષની ખારવા ‘સરકાર’! ન્યાય મંદિરનો ન્યાય શિરોમાન્ય, એકાદ મહીનામાં જ બેથી 3 મુદ્દે કેસનો નિકાલ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

211 Year Old Kharwa Sarkar :  સમાજમાં એક તરફ નાની નાની બાબતોને લઈને કૌટુંબિક વિવાદ મામલે છાશવારે કોર્ટમાં જતા લોકોનું પ્રમાણ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે અને તેના ઉકેલ આવતા દાયકાઓ નીકળી જાય છે ત્યારે બીજી તરફ એક એવો સમાજ છે કે જે 211 વર્ષથી પોતાના સભ્યોના પ્રશ્નોના ઉકેલ પોતે જ લાવે છે. સમાજના ચૂંટાયેલા લોકો માત્ર એકથી દોઢ મહિનાના સમયમાં મુશ્કેલમાં મુશ્કેલ કેસનો પણ નિકાલ કરે છે. તેમાં જે કંઈપણ નિર્ણય થાય છે તે જ્ઞાતિના સભ્ય શિરોમાન્ય રાખી અને સ્વીકારે છે, જેથી તેમનો અમૂલ્ય સમય કોર્ટ કચેરીના ચક્કરમાં બરબાદ થતો નથી. 

વાત છે, પોરબંદરના ખારવા પંચાયત મંદિરની, જેની સ્થાપના 10-7-1814માં કરવામાં આવી હતી. સમાજ દ્વારા ચૂંટાયેલા કુલ નવ ડાયરાઓ હોય છે, દરેક ડાયરાના મુખ્ય ત્રણ પ્રતિનિધિઓ હોય છે. આ ડાયરાના કુલ 27 વ્યક્તિઓ દ્વારા મુખ્ય પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે જેને વાણોટ કહેવામાં આવે છે. આ બધા લોકો સાથે મળી અને કોઈપણ કેસનો ન્યાય કરે છે. 

ખારવા સમાજના લોકો પોતાની સમસ્યાઓનાં સમાધાન માટે આ ન્યાય મંદિરમાં આવે છે. મુખ્યત્વે દારૂને લગતા કેસો, મકાન જમીનના ભાગ માટેના પ્રશ્નો, સામાન્ય બોલાચાલી કે મારામારીને લગતા પ્રશ્નો, પતિ પત્નીના ઝઘડાઓ વગેરે જેવા પ્રશ્નોને લઈને ખારવા સમાજના લોકો આ ન્યાય મંદિર પર આવતા હોય છે. દરરોજના ત્રણથી ચાર એટલે કે મહિનાના 100 જેટલા કેસો ખારવા સમાજના આ ન્યાય મંદિરમાં ઉકેલવામાં આવે છે. પોરબંદર, વેરાવળ, માંગરોળથી લઇ છેક મુન્દ્રા અને દીવ સુધીના ગામોમાં રહેતા સમસ્ત ખારવા સમાજના લોકો દર વર્ષે શ્રાવણ માસમાં ભેગા થાય છે. દરેક ગામના સમાજના પ્રશ્નોના નિકાલ પણ અહીં વાણોટ દ્વારા કરવામાં આવે છે.

આવી છે અહીંની અનોખી ન્યાય પદ્ધતિ

આ ન્યાય મંદિરની ન્યાય પદ્ધતિ ખૂબ જ રસપ્રદ છે, જેમાં કોઈપણ કેસ આવે ત્યારે બંને પક્ષોના મુખ્ય લોકોને ભૈરવનાથના સોગંદ લેવડાવવામાં આવે છે. ખારવા સમાજના ઇષ્ટદેવ રામદેવજી મહાપ્રભુનું મંદિર અને ભૈરવનાથનું મંદિર આ ન્યાય મંદિરની અંદર જ આવેલું છે. સોગંદ લેવડાવ્યા બાદ બંને પક્ષોની દલીલ પૂરેપૂરી સાંભળવામાં આવે છે, ત્યારબાદ ટ્રસ્ટીઓ અને વાણોટ દ્વારા ચર્ચા કરવામાં આવે છે. આ થઈ પ્રથમ બેઠક. 

ત્યારબાદ કેસની તટસ્થતાપૂર્વક તપાસ કરી સાચી માહિતી જાણવા માટે બે સિપાહીઓ રાખવામાં આવેલા હોય છે જેને ‘મુકાદમ કહે છે. તેઓ બંને પક્ષકારોનાં ઘરોની આસપાસ જઈને તટસ્થતાપૂર્વક હકીકત બહાર લાવવાનું કામ કરે છે. મુકાદમ હકીકતો ન્યાયમંદિરના વાણોટ અને નવ ડાયરાને જણાવે છે. ત્યારબાદ કેસની બીજી બેઠક યોજાય છે, જેમાં બંને પક્ષોને ન્યાય મળે તે રીતે સમસ્યાનું સમાધાન લાવવામાં આવે છે. બીજી બેઠકમાં જ મોટાભાગના કેસોનો નિકાલ થઈ જાય છે. ક્યારેક જ કોઈ મુશ્કેલ કેસમાં ત્રીજી બેઠક કરવાની જરૂર પડે છે. 

ખારવા સમાજ દ્વારા આ ન્યાય પરંપરાને આગળ વધારવા સાથે સાથે અનેકાનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમ કેઃ 

– દર મહિને સો જેટલી વિધવા બહેનોને મહિનાભરનું અનાજ, રાશન કીટ અપાય છે. 

–  વર્ષોથી ખારવા સમાજના અત્યંત નબળા એવા 170 જેટલા પરિવારોને બે આંકડાના નજીવા ભાડાંથી મકાનો આપવામાં આવ્યા છે.

–  વિદ્યાર્થીઓને રાહત દરે પુસ્તકો, આર.ટી.ઇ.ના કાયદાની જાગૃતિ લાવવાની સાથે સાથે નિઃશુલ્ક ફોર્મ ભરવા સુધીની કામગીરી પણ કરવામાં આવે છે. 

–  સમાજમાં જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવીને અઢળક કરિયાવર પૂરો પાડવામાં આવે છે. 

–  ખારવા સમાજનું પોતાનું રાહતદરનું દવાખાનું પણ છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની પણ ખાસ વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે.

રાતે પણ ખુલ્લું રહેતું ન્યાય મંદિરઃ અહીં જેલ પણ છે!

આ ન્યાય મંદિરમાં ત્રીજા માળે જેલ પણ બનાવાઈ છે જેમાં કોઈ વધુ સજાપાત્ર વ્યક્તિ હોય તો તેને રાખવામાં આવે છે. મહિલાઓના કેસના નિકાલ માટે તથા મહિલાઓની સજાના અમલ માટે મહિલાઓની પણ નિમણૂક કરવામાં આવી હોય છે. લોકો અડધી રાત્રે પણ પોતાના પ્રશ્નો લઈને અહીં આવી શકે છે, રાત્રે પણ ન્યાય મંદિર ખુલ્લું રહે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
આજ રોજ બહાર પડ્યું – ‘ફરી એક વાર’ નું નવું પોસ્ટર!

આજ રોજ બહાર પડ્યું – 'ફરી એક વાર' નું નવું પોસ્ટર!

વલસાડના કપરાડા અને વાપીમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, જાણો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા | heavy rain…

વલસાડના કપરાડા અને વાપીમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, જાણો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા | heavy rain...

બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના | NALSA Veer Parivar Sahay…

બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના | NALSA Veer Parivar Sahay...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા અને કુબેર ભવનની ૨૪ સરકારી કચેરીઓ નવા સરનામે ખસેડાશે | 24 government offices will shifted from…

નર્મદા અને કુબેર ભવનની ૨૪ સરકારી કચેરીઓ નવા સરનામે ખસેડાશે | 24 government offices will shifted from…

5 months ago
બિટકોઈન ગબડી 75000 ડોલરની અંદર: ઈટીએફમાં મોટાપાયે આઉટફલો | Bitcoin dips below 75 000: Massive outflo…

બિટકોઈન ગબડી 75000 ડોલરની અંદર: ઈટીએફમાં મોટાપાયે આઉટફલો | Bitcoin dips below 75 000: Massive outflo…

2 weeks ago
જમ્મુ કાશ્મીરના બિલાવરમાં અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા, સર્ચ ઓપરેશન શરુ | encounter has s…

જમ્મુ કાશ્મીરના બિલાવરમાં અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા, સર્ચ ઓપરેશન શરુ | encounter has s…

1 month ago
વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News