gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

28 કલાકનું રોકાણ, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર… જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો | russian presi…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in INDIA
0 0
0
28 કલાકનું રોકાણ, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર… જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો | russian presi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vladimir Putin India Visit:  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે, 4 ડિસેમ્બર 2025ના રોજ, બે દિવસની રાજકીય યાત્રા માટે નવી દિલ્હી પહોંચશે, જ્યાં તેમનું આગમન સાંજે લગભગ 4:30 વાગ્યે થવાની સંભાવના છે. પુતિનના આગમન બાદ પીએમ મોદી તેમના માટે પ્રાઈવેટ ડીનરનું આયોજન કરશે, જે ગયા વર્ષે પીએમ મોદીની મોસ્કો મુલાકાત દરમિયાન પુતિને કરેલા ખાનગી આતિથ્ય સત્કાર જેવું જ હશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે છેલ્લા બે દાયકામાં ભારત-અમેરિકાના સંબંધો સૌથી વધુ કથળ્યા છે, કારણ કે રશિયન તેલ ખરીદવા બદલ 25% વધારાના શુલ્ક સહિત ભારતીય નિકાસ પર અમેરિકાએ 50% સુધીની ભારે ડ્યૂટી લાદી દીધી છે. પુતિન દિલ્હીમાં લગભગ 28 કલાક રોકાશે.

શિખર વાર્તા અને મુખ્ય કાર્યક્રમો

પુતિનનું શુક્રવારે ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ 23મી ભારત-રશિયા શિખર વાર્તા યોજાશે. આ પહેલા પુતિન સવારે રાજઘાટ પણ જશે. શિખર વાર્તા પછી, પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં પુતિન અને તેમના પ્રતિનિધિમંડળ માટે લંચનું આયોજન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના સન્માનમાં રાજકીય ભોજન સમારંભની મેજબાની કરશે અને પુતિન શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ભારતથી પ્રસ્થાન કરશે.

મુખ્ય એજન્ડા અને સંભવિત કરારો

આ શિખર બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની મોટી માત્રામાં ખરીદીને કારણે વધી રહેલી વેપાર ખાધનો મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ, અમેરિકી પ્રતિબંધોની ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર થતી અસર વિશે પણ ચર્ચા થશે. પુતિન યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રયાસો વિશે પીએમ મોદીને માહિતગાર કરશે. 

બેઠક બાદ બંને દેશો વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે, જેમાં રશિયામાં ભારતીય શ્રમિકોની અવરજવરને સરળ બનાવવા માટેનો કરાર અને સંરક્ષણ સહયોગ માટે સામાન-સામગ્રી સંબંધિત કરાર મુખ્ય છે. 

આ ઉપરાંત, ફાર્મા, કૃષિ, ખાદ્ય ઉત્પાદનો અને ગ્રાહક વસ્તુઓના ક્ષેત્રોમાં રશિયામાં ભારતીય નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ભારત ખાતર ક્ષેત્રે પણ સહયોગ વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે, કારણ કે રશિયા દર વર્ષે ભારતને 30થી 40 લાખ ટન ખાતર પૂરું પાડે છે. બંને પક્ષો નવી દિલ્હી દ્વારા પ્રસ્તાવિત યુરેશિયન આર્થિક સંઘ(Eurasian Economic Union) સાથે મુક્ત વેપાર કરાર(FTA) પર પણ ચર્ચા કરશે, જે વહેલી તકે પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, કેમ કે ભારત રશિયાની તરફેણમાં વધી રહેલા વેપાર ખાધ(જ્યાં ભારતની ખરીદી $65 બિલિયન અને રશિયાની આયાત $5 બિલિયન છે)ને લઈને ચિંતિત છે.

સંરક્ષણ મંત્રીઓની વાર્તા અને S-400 ડીલ

શિખર બેઠક પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોઉસોવ વચ્ચે ગુરુવારે વ્યાપક વાર્તાલાપ થશે. આ વાર્તાના મુખ્ય એજન્ડામાં S-400 મિસાઇલ પ્રણાલીની ખરીદી , સુખોઈ 30 ફાઇટર જેટના અપગ્રેડેશન અને અન્ય મહત્ત્વપૂર્ણ સૈન્ય સામાનની ખરીદીમાં ભારતની રુચિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

આ પણ વાંચો: કાશ્મીરમાં પારો ફરી ‘0’થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ

સંરક્ષણ સંબંધોને વધુ વિસ્તૃત કરવા અને સૈન્ય સામાનનો ઝડપી પુરવઠો સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ભારત રશિયા પાસેથી સપાટીથી હવામાં પ્રહાર કરતી S-400 મિસાઇલ પ્રણાલીઓના વધારાના જથ્થાની ખરીદી પર વિચાર કરી રહ્યું છે, કારણ કે તે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ખૂબ અસરકારક સાબિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, 2018માં ભારતે $5 બિલિયનના ખર્ચે S-400 સિસ્ટમની પાંચ યુનિટ ખરીદવાનો કરાર કર્યો હતો, જોકે અમેરિકાએ CAATSA(કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ) હેઠળ પ્રતિબંધોની ચેતવણી આપી હતી.

ભારતના વડાપ્રધાન અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે વાર્ષિક શિખર બેઠક બંને દેશોના સંબંધોની સમીક્ષા માટે યોજાય છે, જેમાંથી અત્યાર સુધીમાં 22 બેઠકો યોજાઈ ચૂકી છે. પુતિને છેલ્લે 2021માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે પીએમ મોદી ગયા વર્ષે જુલાઈમાં મોસ્કો ગયા હતા.

28 કલાકનું રોકાણ, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર... જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
INDIA

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

May 17, 2026
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…
INDIA

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

May 17, 2026
મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…
INDIA

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

May 17, 2026
Next Post
સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂર્ણ કરો, ગુજરાત વહિવટી સુધારણા પંચની ભલામણ | gujarat…

સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂર્ણ કરો, ગુજરાત વહિવટી સુધારણા પંચની ભલામણ | gujarat...

જિમમાં મિત્રતા કેળવી પરિણીત યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, મંદિરમાં સેંથો પૂરી લગ્નનું નાટક કર્ય…

જિમમાં મિત્રતા કેળવી પરિણીત યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, મંદિરમાં સેંથો પૂરી લગ્નનું નાટક કર્ય...

ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો કોઈ અતોપતો નહીં, દરરોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતો | gujarat missin…

ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો કોઈ અતોપતો નહીં, દરરોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતો | gujarat missin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre…

પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre…

3 months ago
વડોદરાના પાદરા તાલુકાની કંપનીમાંથી રૂ.74.22 લાખના કેમિકલ પાવડરની ચોરીમાં 9ની ધરપકડ | 9 arrested for …

વડોદરાના પાદરા તાલુકાની કંપનીમાંથી રૂ.74.22 લાખના કેમિકલ પાવડરની ચોરીમાં 9ની ધરપકડ | 9 arrested for …

6 months ago
અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી | amit …

અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી | amit …

8 months ago
એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News