gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીને જન્મટીપની સજા, ભદ્ર કોર્ટનો ચુકાદો | Moth…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીને જન્મટીપની સજા, ભદ્ર કોર્ટનો ચુકાદો | Moth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં માત્ર ત્રણ વર્ષના માસૂમ પુત્રને ઝેર આપી હત્યા કરવાના અને મૃતદેહને દાટી દેવાના અત્યંત ચકચારભર્યા કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો અને દાખલારૂપ ચુકાદો આપ્યો હતો. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ હેમાંગ આર. રાવલે પોતાના જ પુત્રની હત્યા કરનાર સગી જનેતા જ્યોતિબેન ઉર્ફે સંધ્યા પરમાર અને તેના પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમારને આજીવન કેદ (જન્મટીપ)ની આકરી સજા ફટકારી હતી.

જઘન્ય અપરાધ પર કોર્ટનું અવલોકન

ભદ્ર કોર્ટે 94 પાનાના પોતાના ચુકાદામાં આરોપી માતા અને પ્રેમીના જઘન્ય અપરાધની આલોચના કરી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપીઓએ પોતાના આડા સંબંધની લ્હાયમાં એક નિર્દોષ માસૂમ બાળકને દૂધમાં બિસ્કિટ સાથે કલોરપાયરીફોર્સ નામનું ઓર્ગેનોફોસ્ફરસ પ્રકારનું રાસાયણિક ઝેર ભેળવીને પીવડાવી દીધું, જેના કારણે તેનું કરૂણ મોત નિપજ્યું હતું. સમાજમાં આવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને મહત્તમ સજા કરવી ન્યાયોચિત લેખાશે.

ગુનાનો ચોંકાવનારો ઘટનાક્રમ

શહેરના નરોડા વિસ્તારમાં શ્રીજી ટોલનાકા સામે રહેતા અજય પરમારના લગ્ન જ્યોતિ સાથે થયા હતા અને તેમને ત્રણ વર્ષનો પુત્ર યુવી હતો. આ દરમિયાન પત્ની જ્યોતિને પાલનપુરમાં રહેતા આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમાર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. વર્ષ 2021ના રોજ જ્યોતિ પુત્ર યુવીને તાવ આવતો હોવાના બહાને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ તે નજીકમાં આવેલા નાગેશ્વર ગેસ્ટહાઉસમાં ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમાર સાથે રોકાઈ હતી. જ્યાં આડા સંબંધમાં નડતરરૂપ પુત્ર યુવીને હટાવવાના ઇરાદે યોજના મુજબ, ભૂપેન્દ્રએ દૂધ અને બિસ્કિટમાં ઝેર ભેળવીને યુવીને પીવડાવી દીધું. ઝેર પીધા બાદ યુવી બેભાન થઈ ગયો હતો અને તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટનાનો પર્દાફાશ કેવી રીતે થયો?

શરૂઆતમાં આ ઘટના કુદરતી મૃત્યુ જેવી લાગી હતી, પરંતુ પરિવારજનોની શંકાના આધારે જ્યોતિએ કબૂલાત કરી હતી. મૃતક બાળકની લાશને તેના વતન વાગદા ખાતે દફન કરી દેવાઈ હતી. જોકે, હત્યાનો ઘટસ્ફોટ થતાં પોલીસે દાટી દેવાયેલી લાશને ફરી બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.

ત્યારબાદ FSL રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, બાળકના લોહીમાં ક્લોરપાયરીફોર્સ નામનું (જે સામાન્ય રીતે ઉધઈ મારવાની દવામાં વપરાય છે) ખતરનાક રાસાયણિક ઝેર હતું. તબીબોએ આ ઝેરના કારણે જ યુવીનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું.

સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય 

સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ. પટેલ દ્વારા 18 સાક્ષીઓ અને 28 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને આરોપીઓને ફાંસીની સજા ફટકારવા અદાલત સમક્ષ માંગણી કરી હતી. જોકે, સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખીને પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ હેમાંગ આર. રાવલે હત્યારી માતા જ્યોતિ પરમાર અને તેના પ્રેમી ભરત પરમારને જન્મટીપની આકરી સજા સંભળાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
બિહાર: વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઈજાગ્રસ્ત; દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના | vande…

બિહાર: વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઈજાગ્રસ્ત; દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના | vande...

વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ | vapi md drugs fac…

વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ | vapi md drugs fac...

બિહારમાં કોણ મુખ્યમંત્રી? સરવેના પરિણામે ભાજપ-નીતિશનું ટેન્શન વધાર્યું, PKની શું સ્થિતિ? | Tejashwi …

બિહારમાં કોણ મુખ્યમંત્રી? સરવેના પરિણામે ભાજપ-નીતિશનું ટેન્શન વધાર્યું, PKની શું સ્થિતિ? | Tejashwi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…

1 month ago
રામનવમીની ભવ્ય ઉજવણી, વિવિધ વિસ્તારોમાં 31 શોભાયાત્રાઓ નીકળી | ram navmi celebration in vadodara

રામનવમીની ભવ્ય ઉજવણી, વિવિધ વિસ્તારોમાં 31 શોભાયાત્રાઓ નીકળી | ram navmi celebration in vadodara

1 year ago
કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન | Kw…

કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન | Kw…

4 months ago
ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang of thieves caught stealing in Gadhada

ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang of thieves caught stealing in Gadhada

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News