gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in INDIA
0 0
0
300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આઇસીઆઇસીઆઇના પૂર્વ સીઇઓએ લોન આપી હતી 

– વિડીયોકોનને અપાયેલી લોન ડૂબી જતાં ICICI બેન્કને મોટું નુકસાન થયું : એપેલેટ ટ્રિબ્યુનલ

નવી દિલ્હી : એપેલેટ ટ્રિબ્યુનલે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરને વિડીયોકોન ગુ્રપને રૂ.૩૦૦ કરોડની લોન મંજૂર કરવાના બદલામાં રૂ.૬૪ કરોડની લાંચ લેવા બદલ દોષિત ઠેરવ્યા છે. ૩, જુલાઈના રોજ આપેલા વિગતવાર આદેશમાં, ટ્રિબ્યુનલે ચૂકાદો આપ્યો હતો કે, ચૂકવણી કોચરના પતિ દીપક દ્વારા વિડીયોકોન સાથે સંકળાયેલી કંપની દ્વારા કરવામાં આવેલી ‘ક્વિડ પ્રો ક્વો’નો સ્પષ્ટ કેસ હતો.

અપીલકર્તાઓ (ઈડી) દ્વારા આપવામાં આવેલ ઈતિહાસનું વર્ણન અને સમર્થન પીએમએલએ કાયદાની કલમ ૫૦ હેઠળના નિવેદનોના સંદર્ભના પ્રકાશમાં પુરાવા દ્વારા કરવામાં આવ્યું છે, જે સ્વીકાર્ય છે અને જેના પર વિશ્વાસ કરી શકાય છે, એમ ટ્રિબ્યુનલે (એપેલેટ ટ્રિબ્યુનલ અન્ડર સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર્સ (ફોરફેચર ઓફ પ્રોપર્ટી) એક્ટ (એસએએફઆઈએમએ) જણાવ્યું હતું. ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના કેસને સમર્થન આપ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે, કોચરે તેમના હિતોના સંઘર્ષનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને લોન મંજૂરી આઈસીઆઈસીઆઈ બેંકની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન કરે છે. ટ્રિબ્યુનલે કોચરને અગાઉ રૂ.૭૮ કરોડની સંપત્તિ જાહેર કરીને રાહત આપવા બદલ એડ્જ્યુડિકેટીંગ ઓથોરિટીની ટીકા કરી હતી.

ટ્રિબ્યુનલના જણાવ્યા મુજબ, આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા રૂ.૩૦૦ કરોડની લોન વિતરિત થયાના એક દિવસ પછી, રૂ.૬૪ કરોડની ચૂકવણી વિડીયોકોનની એન્ટિટી એસઈપીએલમાંથી નુપાવર રિન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ (એનઆરપીએલ)ને રૂટ કરવામાં આવી હતી, જે કંપની દિપક કોચર દ્વારા અસરકારકરીતે નિયંત્રિત હતી. જ્યારે એનઆરપીએલ કાગળ પર વિડીયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની માલિકીની હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, ત્યારે ટ્રિબ્યુનલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કંપનીનું વાસ્તવિક નિયંત્રણ દિપક પાસે હતું, જેઓ તેના મેનેજિંગ ડિરેકટર તરીકે પણ સેવા આપી હતી.

આ આરોપો પુરાવા અને પીએમએલએ કાયદાની કલમ ૫૦ હેઠળ નોંધાયેલા નિવેદનો દ્વારા પુષ્ટિ મળે છે. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે, નાણાના ટ્રેલને ક્વિડ પ્રો ક્વોનો સીધો પુરાવો જાહેર કર્યો હતો. ટ્રિબ્યુનલે ઉમેર્યું હતું કે, લોન મંજૂરી સમિતિના ભાગરૂપે સેવા આપતી વખતે, ચંદા કોચરે બેંકના હિતોના સંઘર્ષના નિયમોનું ઉલ્લંઘન કરીને, ઉધાર લેનાર સાથેના તેમના પતિના વ્યવસાયિક સંબંધો જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

એક કડક ટિપ્પણીમાં, અપીલ ટ્રિબ્યુનલે એડજ્યુડિકેટિંગ ઓથોરિટીના નવેમ્બર ૨૦૨૦ના નિર્ણયની ટીકા કરી છે, જેણે કોચર અને તેમના સહયોગીઓની ટાંચમાં લેવાયેલી સંપત્તિઓને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. ન્યાયિક સત્તાવાળાએ મહત્વપૂર્ણ ભૌતિક તથ્યોને અવગણ્યા અને એવા તારણો કાઢ્યા જે રેકોર્ડનો વિરોધાભાસ કરે છે. જેથી અમે તેના તારણોને સમર્થન આપી શકતા નથી, એમ ટ્રિબ્યુનલે જણાવ્યું છે. ઈડીના વલણને સમર્થન આપતા, ટ્રિબ્યુનલે ઉમેર્યું કે, એજન્સીએ મજબૂત દસ્તાવેજી પુરાવા અને ઘટનાઓની સ્પષ્ટ સમયરેખાના આધારે સંપત્તિઓ વાજબી રીતે જપ્ત કરી હતી. જે તારણ કાઢે છે કે, સમગ્ર વ્યવહાર-લોન મંજૂર કરવી, ભંડોળનું ટ્રાન્સફર કરવું અને કોચરના પતિ દ્વારા નિયંત્રિત પેઢીમાં નાણાનું રૂટિંગ-સત્તાનો ગંભીર દુરૂપયોગ અને નૈતિક આચરણનો ભંગ દર્શાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
ભગુપુર ગામે કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. | LCB t…

ભગુપુર ગામે કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. | LCB t...

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe...

તિરાડો દેખાયાના ૬ મહિના પછી પણ માંડવી દરવાજાનું રિસ્ટોરેશન અધ્ધરતાલ | mandavi restoration not begun …

તિરાડો દેખાયાના ૬ મહિના પછી પણ માંડવી દરવાજાનું રિસ્ટોરેશન અધ્ધરતાલ | mandavi restoration not begun ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |…

દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |…

7 months ago
જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ‘સુપરમૂન’ નરી આંખે જોવા મળશે | jamna…

જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ‘સુપરમૂન’ નરી આંખે જોવા મળશે | jamna…

5 months ago
રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

8 months ago
ભરૂચમાંથી દંપતી સહિત ત્રણ બાંગ્લાદેશી નાગરિકો એસઓજીના હાથે ઝડપાયા | Three Bangladeshi Nationals Incl…

ભરૂચમાંથી દંપતી સહિત ત્રણ બાંગ્લાદેશી નાગરિકો એસઓજીના હાથે ઝડપાયા | Three Bangladeshi Nationals Incl…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News