gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી | ram ma…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in INDIA
0 0
0
3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી | ram ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ram Mandir Donation Row: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાનું રોકડ દાન અને સોના-ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો હવે દેશના સૌથી મોટા નાણાકીય વિવાદો પૈકીનો એક બનતો જઈ રહ્યો છે. આ વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાના ગણતરીના મહિનાઓ બાદ, નવેમ્બર 2020માં એક ખાનગી ઓડિટ ફર્મે તેના મેનેજમેન્ટને અત્યંત બિન-વ્યાવસાયિક (ગેર-જવાબદાર) ગણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે અહીં દાનનો કોઈ વ્યવસ્થિત રેકોર્ડ રાખવામાં નથી આવી રહ્યો.

6 વર્ષ પહેલાં આપવામાં આવેલી આ ચેતવણી અને એક મજબૂત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવાની ભલામણને ટ્રસ્ટ દ્વારા અભરાઈએ ચડાવી દેવામાં આવી હતી, જેનું પરિણામ આજે આ મોટા વિવાદ સ્વરૂપે સામે આવ્યું છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારને પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ સોંપી દીધો છે.

તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરનારા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 5 ફેબ્રુઆરી 2020ના રોજ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં દાગીના જેવી વસ્તુઓ સિવાય માત્ર રોકડ દાન તરીકે જ ટ્રસ્ટને અંદાજે 3,500 કરોડ રૂપિયા મળ્યા હોવાનું અનુમાન છે.

2020ના ઓડિટ રિપોર્ટમાં શું હતી ચેતવણી?

એક અહેવાલ પ્રમાણે  ટ્રસ્ટના જ એક ટોચના અધિકારીની વિનંતી પર નવેમ્બર 2020માં એક પ્રતિષ્ઠિત ખાનગી ઓડિટ ફર્મે ઈન્ટરનલ ઓડિટ અને રિસ્ક મેનેજમેન્ટને લઈને એક વિગતવાર સમીક્ષા અહેવાલ સોંપ્યો હતો. આ અહેવાલમાં ગંભીર ખામીઓને ઉજાગર કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, કામગીરીના સ્તરે મેનેજમેન્ટની કોઈ સ્પષ્ટ રૂપરેખા નથી. ડેટા મેનેજમેન્ટ અને સ્ટાફ અત્યંત બિન-વ્યાવસાયિક છે, જેના કારણે ભ્રામક અને શંકાસ્પદ માહિતી સામે આવી શકે છે. વ્યવહાર અથવા ડેટા એન્ટ્રીના કોઈ પણ સ્તરે સેકન્ડ કે થર્ડ ચેકની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. જવાબદારી નક્કી કરવા માટે કોઈ સંગઠિત માળખું નહોતું.

દાગીના અને કિંમતી ધાતુઓના ગેરમેનેજમેન્ટ અંગે ફર્મે સ્પષ્ટ કહ્યું હતું કે આવા દાન માટે એક યોગ્ય સ્ટોક રજિસ્ટર જાળવવાની સખત જરૂર છે. બીજી તરફ ડેટા મેનેજમેન્ટ અંગે ઓડિટ ફર્મે કહ્યું હતું કે આઈટી સર્વિસ પ્રોવાઈડર કંપનીના સંવેદનશીલ ડેટા મેનેજમેન્ટ, સર્વર અને ડેટા ચોરીની સંવેદનશીલતાને ચકાસવા માટે કોઈ આંતરિક નિયંત્રણ નથી, જેના કારણે નાણાકીય છેતરપિંડી અથવા ડેટા ચોરીનું મોટું જોખમ રહેલું છે.

SITની શરૂઆતની તપાસમાં આ 4 મોટી ખામીઓ

ટ્રસ્ટના એક પૂર્વ એકાઉન્ટિંગ કર્મચારી દ્વારા દાનમાં હેરાફેરીના આક્ષેપો કરવામાં આવ્યા બાદ અને એક કર્મચારીના ઘરેથી 10 લાખ રૂપિયા રિકવર થયા બાદ મચેલા હોબાળા વચ્ચે 13 જૂને યુપી સરકારે 3 સદસ્યીય SITની રચના કરી હતી. લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંતના નેતૃત્વવાળી આ ટીમે સરકારને સોંપેલા પ્રાથમિક અહેવાલમાં 4 મોટી ગેરરીતિઓ ઉજાગર કરી છે.

દાન પેટીઓમાંથી રોકડ કાઢવા અને ગણતરીમાં પારદર્શિતાનો અભાવ

દાન પેટીઓમાંથી રોકડ કાઢવા, તેને કાર્યાલય સુધી લઈ જવા અને ગણવાની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ સુરક્ષાના પગલાંની ભારે ખામી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, 2025ના મહાકુંભ દરમિયાન દરરોજ 10 લાખ શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા હતા.

સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ

ત્રિમાસિક બેઠકોમાં રોકડા દાનની વિગતો તો આપવામાં આવતી હતી, પરંતુ ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા સોના-ચાંદી અને હીરાના દાગીનાનો રેકોર્ડ કાં તો અધૂરો હતો અથવા સંપૂર્ણપણે ગુમ હતો.

ટેન્ડર અને ખરીદ પ્રક્રિયાઓ પર સવાલ

મંદિરની સુરક્ષા માટે તહનાત સુરક્ષાકર્મીઓના ટેન્ડર અને અન્ય સામગ્રીની ખરીદીની પ્રક્રિયાઓમાં નિયમોની અનદેખી કરવામાં આવી હોવાના સંકેતો મળ્યા છે.

ભાઈ-ભત્રીજાવાદ

તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક પ્રભાવશાળી લોકોએ મંદિર વહીવટી તંત્ર અને વીઆઈપી વ્યવસ્થાઓમાં પોતાના સગા-સંબંધીઓને નોકરીઓ અપાવી હતી.

45 દિવસનો CCTV બેકએપ બન્યો મોટો પડકાર

SIT સામે હાલમાં સૌથી મોટો ટેકનિકલ પડકાર એ છે કે મંદિર પરિસરના CCTV ફૂટેજ માત્ર 45 દિવસ સુધી જ સ્ટોર રહે છે. આવી સ્થિતિમાં જૂના ડિજિટલ પુરાવાઓના અભાવે ટીમને સાક્ષીઓ, શંકાસ્પદો અને ટ્રસ્ટના હોદ્દેદારોના નિવેદનો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. SITએ ભલામણ કરી છે કે આ બેકઅપ અવધિ વધારીને ઓછામાં ઓછી 180 દિવસ કરવામાં આવે અને દાનનું ડેઈલી રેકોર્ડિંગ તેમજ સાપ્તાહિક ઓડિટ ફરજિયાત કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
INDIA

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

June 24, 2026
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…
INDIA

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

June 24, 2026
હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…
INDIA

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

June 24, 2026
Next Post
હરણી-વારસિયા રિંગ રોડ પર સંવાદ ક્વાર્ટર્સમાં છ દિવસથી દૂષિત પાણી આવતા રહીશોમાં રોષ | 6 Days Of Pollu…

હરણી-વારસિયા રિંગ રોડ પર સંવાદ ક્વાર્ટર્સમાં છ દિવસથી દૂષિત પાણી આવતા રહીશોમાં રોષ | 6 Days Of Pollu...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું વરસાદ નહીં, આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે? | El…

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું વરસાદ નહીં, આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે? | El...

દિલ્હી-લખનૌની આગની દુર્ઘટના બાદ સુરતમાં સ્કૂલોનું ફાયર ઓડિટ શરૂ : ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ | …

દિલ્હી-લખનૌની આગની દુર્ઘટના બાદ સુરતમાં સ્કૂલોનું ફાયર ઓડિટ શરૂ : ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી | Rs 72 47 lakh recovered in …

ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી | Rs 72 47 lakh recovered in …

10 months ago
મુંબઈમાં 30 વર્ષે ઠાકરેનો કિલ્લો ધ્વસ્ત! પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી શાખ? | bmc result…

મુંબઈમાં 30 વર્ષે ઠાકરેનો કિલ્લો ધ્વસ્ત! પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી શાખ? | bmc result…

5 months ago
ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

11 months ago
ધ્રાંગધ્રામાં નાગાબાવાની વાવ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો | Body of unidentified youth found n…

ધ્રાંગધ્રામાં નાગાબાવાની વાવ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો | Body of unidentified youth found n…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News