gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

4 રાજ્યોમાં 1 કરોડ મતદારોના નામ કપાયા : ચૂંટણી પંચે SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરી જાહેર | Election …

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in INDIA
0 0
0
4 રાજ્યોમાં 1 કરોડ મતદારોના નામ કપાયા : ચૂંટણી પંચે SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરી જાહેર | Election …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ECI Releases Draft Voter Rolls for Five States : ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, ગોવા, રાજસ્થાન અને લક્ષદ્વીપમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં સૌથી વધુ 58 લાખથી વધુ મતદારોના નામ પશ્ચિમ બંગાળમાં કમી કરવામાં આવ્યા છે. જે મતદારોના નામ નવા ડ્રાફ્ટ રોલમાં સામેલ નથી, તેમાંથી મોટાભાગના મૃત્યુ પામ્યા છે અથવા સ્થળાંતર કરી ચૂક્યા છે. જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, જે લોકોના નામ યાદીમાં નથી તેમને તેમની પાત્રતા સાબિત કરવાની તક આપવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં 58 લાખ નામ કપાયા

પશ્ચિમ બંગાળના સત્તાવાર આંકડાઓ અનુસાર, 4 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધીની SIR પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 58,20,898 નામ દૂર કરવામાં આવ્યા છે. પરિણામે, રાજ્યમાં મતદારોની સંખ્યા 7 કરોડ 66 લાખ 37 હજાર 529થી ઘટીને 7 કરોડ 08 લાખ 16 હજાર 630 થઈ ગઈ છે.

નામ કપાયા, ગભરાવાની જરૂર નથી, તક મળશે

પશ્ચિમ બંગાળના વિશેષ મતદાર યાદી નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ જનતાની આશંકાઓ દૂર કરતાં જણાવ્યું કે, જે મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં નથી તેમને ગભરાવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, લગભગ 30 લાખ મતદારોની વિગતો 2002ની મતદાર યાદી સાથે મેળ ખાતી નથી, તેમને સુનાવણી માટે બોલાવવામાં આવશે જ્યાં દસ્તાવેજો રજૂ કરીને પાત્રતા સાબિત કરવાની તક મળશે.

રાજસ્થાનમાં 45 લાખ નામ દૂર કરાયા

રાજસ્થાનમાં SIR પ્રક્રિયા બાદ 5 કરોડ 46 લાખ 56 હજાર 215 મતદારોમાંથી લગભગ 42 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરાયા છે. કુલ મતદારોમાંથી 5 કરોડ 04 લાખ 71 હજાર 396 મતદારોએ જ ફોર્મ જમા કરાવ્યું હતું. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, 8.75 લાખ મતદારો મૃત્યુ પામેલા અને 29.6 લાખ મતદારો સ્થળાંતરિત અથવા ગેરહાજર જણાયા છે. આશરે 11 લાખ મતદારોને દસ્તાવેજો જમા કરાવવા માટે નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવશે. સૌથી વધુ મતદારોના નામ જયપુર જિલ્લામાંથી દૂર કરાયા છે.

આ પણ વાંચો : ગોવા અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

ગોવાની ડ્રાફ્ટ યાદીમાં એક લાખના નામ નહીં

ગોવાની વાત કરીએ તો, કુલ 11 લાખ 85 હજાર 34 મતદારોમાંથી 10 લાખ 84 હજાર 992 લોકોએ ફોર્મ સબમિટ કર્યું હતું. રાજ્યમાં 1,00,042 લોકોના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી. ડ્રાફ્ટ રોલ જાહેર થયા બાદ પાત્ર મતદારો 16 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી ફરીથી અરજી કરી શકે છે. 

લક્ષદ્વીપમાં 1429 નામ યાદીમાં સામેલ નહીં

લક્ષદ્વીપમાં SIR પ્રક્રિયા બાદ 57 હજાર 813માંથી 56 હજાર 384 લોકોએ ફોર્મ સબમિટ કર્યું છે, એટલે કે 1,429 લોકોના નામ નવી ડ્રાફ્ટ લિસ્ટમાં સામેલ નથી. લક્ષદ્વીપના પાત્ર મતદારો 15 જાન્યુઆરી, 2026 સુધી ફરીથી અરજી કરી શકે છે.

આ પણ વાંચો : દિલ્હીમાં પ્રદૂષણ નાથવા નવા નિયમો જાહેર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …
INDIA

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …

June 10, 2026
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…
INDIA

મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

June 10, 2026
મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશનો કેસ લડી રહેલા US વકીલ માઇક એન્ડ્રુઝ સાથે ખાસવાત, ચાલુ તપાસ, વળતરમાં વિલંબ અને …

અમદાવાદ પ્લેન ક્રેશનો કેસ લડી રહેલા US વકીલ માઇક એન્ડ્રુઝ સાથે ખાસવાત, ચાલુ તપાસ, વળતરમાં વિલંબ અને ...

કસ્ટમ્સે ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા | License suspended …

કસ્ટમ્સે ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા | License suspended ...

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર | Farm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

3 months ago
અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, બંનેના મોત | Ahme…

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, બંનેના મોત | Ahme…

7 months ago
સાંસદોના ડેલિગેશન મુદ્દે ખેંચતાણ વધી, થરૂર સહિતના નેતાઓને અંતરાત્માનો અવાજ સાંભળવા કોંગ્રેસની હાંકલ …

સાંસદોના ડેલિગેશન મુદ્દે ખેંચતાણ વધી, થરૂર સહિતના નેતાઓને અંતરાત્માનો અવાજ સાંભળવા કોંગ્રેસની હાંકલ …

1 year ago
સાબર ડેરીમાં ઘર્ષણનો કેસ: પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળાં સામે FIR |…

સાબર ડેરીમાં ઘર્ષણનો કેસ: પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળાં સામે FIR |…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News