
– ભારતમાં આવેલાં 681 હિમસરોવરોમાંથી 432નું કદ ચિંતાજનક રીતે મોટું થયું
– 2011માં હિમસરોવરો 1917 હેક્ટરમાં ફેલાયેલાં હતા તે હવે 2025માં 2508 હેક્ટર વિસ્તારમાં ફેલાયા
નવી દિલ્હી : ભારતના ૪૦૦થી વધારે હિમ સરોવરો ઝડપથી વિસ્તરી રહ્યા છે જેના કારણે વિનાશક પૂર આવવાનું જોખમ વધી ગયું છે તેમ કેન્દ્ર સરકારના જળ આયોગે તેની મોનિટરિંગ રિપોર્ટમાં ચેતવણી આપતાં જણાવ્યું છે. આગામી દિવસોમાં આવી હોનારતથી બચવા માટે સઘન મોનિટરિંગ કરવાની તાતી જરૂર છે. લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં આવેલા ૪૩૨ હિમસરોવરો અચાનક વિનાશકારી પૂરનું કારણ બની શકે છે. ગ્લેશિયલ લેક્સ એન્ડ વોટર બોડીઝ ફોર જુન ૨૦૨૫ નામના તાજેતરમાં જાહેર કરવામાં આવેલાં અહેવાલ અનુસાર ગ્લેશિયલ લેક્ એટલાસ ૨૦૨૩ અનુસાર ભારતમાંં આવેલાં ૬૮૧ હિમસરોવરોમાંથી ૪૩૨ હિમસરોવરો વિસ્તરી રહ્યા છે.










