gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે ‘મિશન ઈમ્પોસિબલ’, કોંગ્રેસ માટે કપરા ચઢાણ | assembly elec…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in INDIA
0 0
0
5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે ‘મિશન ઈમ્પોસિબલ’, કોંગ્રેસ માટે કપરા ચઢાણ | assembly elec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assembly Elections Opinion Poll: આજે દેશના 5 રાજ્યોમાં ચૂંટણીનો ‘એલાન-એ-જંગ’ થઈ ગયો છે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે MATRIZE-IANSના ઓપિનિયન પોલ જાહેર કર્યો છે, તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

કેવા સમીકરણો બની રહ્યા છે?

ભાજપ માટે આ ચૂંટણીઓમાં ગુમાવવા માટે ખાસ કંઈ નથી, પરંતુ મેળવવા માટે ઘણું બધું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે આ ‘મિશન ઈમ્પોસિબલ’ જેવી ચૂંટણી છે, કારણ કે અત્યાર સુધી ત્યાં ભાજપે ક્યારેય સરકાર બનાવી નથી. આવી જ સ્થિતિ તમિલનાડુમાં પણ છે. કેરલમમાં ભાજપ અત્યાર સુધી શૂન્ય પર હતું, જ્યારે આસામમાં ભાજપ હેટ્રિક ફટકારી શકે છે. જો કોંગ્રેસ આસામ હારશે તો તેની હારની હેટ્રિક થશે. બીજી તરફ પુડુચેરીમાં હાલ NDAની સરકાર છે. હિમંતા બિસ્વા સરમા આસામની નસને સારી રીતે સમજી રહ્યા છે અને તે મુજબ પોતાના પત્તા ફેંકી રહ્યા છે. તમિલનાડુમાં અભિનેતા વિજય ‘X ફેક્ટર’ બનીને આવ્યા છે, જેમણે NDA અને INDI ગઠબંધન બંનેની ઊંઘ ઉડાવી દીધી છે. કેરલમમાં ભાજપને આશા છે કારણ કે ત્યાં પહેલીવાર ભાજપના સાંસદ જીત્યા છે અને તિરુવનંતપુરમમાં ભાજપના મેયર બન્યા છે. વિજયન સરકાર સામે 10 વર્ષની એન્ટી-ઈન્કમ્બન્સી અને કોંગ્રેસમાં આંતરિક ડખાનો ફાયદો કોને થશે? 

જુઓ MATRIZE-IANSના ઓપિનિયન પોલના આંકડા

પશ્ચિમ બંગાળ: મમતાનું વર્ચસ્વ કે ભાજપનો ઉદય?

બંગાળની 294 બેઠકો પર રસાકસી જામશે. ઓપિનિયન પોલ મુજબ મમતા બેનર્જીની TMC ફરી સરકાર બનાવી શકે છે, પરંતુ ભાજપ તેને જોરદાર ટક્કર આપી રહ્યું છે. અહીં AIMIMનું પણ જોર જોવા મળી શકે છે.

TMC: 155-170 બેઠકો (43-45% વોટ)

ભાજપ: 100-115 બેઠકો (41-43% વોટ)

AIMIM+ : 5-6 બેઠકો (13-15% વોટ)

અન્ય: 00-01 બેઠકો 

આસામ: ભાજપની હેટ્રિકના સંકેત

આસામમાં ભાજપ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. 126 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપ સ્પષ્ટ બહુમતી મળી શકે તેવો અંદાજો છે.

ભાજપ: 96-98 બેઠકો

કોંગ્રેસ: 26-28 બેઠકો

અન્ય: 02-08 બેઠકો

તમિલનાડુ: શું ભાજપ પહેલીવાર સરકાર બનાવશે?

તમિલનાડુમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળી શકે છે. ઓપિનિયન પોલ મુજબ NDA અને DMK વચ્ચે કાંટાની ટક્કર છે.

NDA: 114-127 (39-40% વોટ)

DMK ગઠબંધન: 104-114, (37-38% વોટ)

TVK (વિજય): 06-12, (14-15% વોટ)

અન્ય:  (10-12% વોટ)

કેરલમ: LDF અને UDF વચ્ચે ટક્કર

કેરલમમાં 140 બેઠકો માટે જંગ જામશે. અહીં ડાબેરી ગઠબંધન (LDF) અને કોંગ્રેસના ગઠબંધન (UDF) વચ્ચે નજીકની સ્પર્ધા છે, જ્યારે ભાજપ પણ પોતાનું ખાતું ખોલાવી શકે છે.

LDF: 61-71 બેઠકો

UDF: 58-69 બેઠકો

ભાજપ: 02 બેઠકો

ચૂંટણીની જાહેરાત સાથે જ તમામ પક્ષોએ પ્રચારની તૈયારીઓ તેજ કરી દીધી છે. શું ભાજપ બંગાળમાં ઈતિહાસ રચશે કે પછી મમતા બેનર્જી પોતાનો ગઢ બચાવવામાં સફળ રહેશે? કોંગ્રેસની નાવડી ફરી આ ચૂંટણીમાં ડૂબતી હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ તો આ આંકડા પ્રાથમિક અનુમાન છે તેમાં મતદાન નજીક આવતા લોકોનો રસ બદલાઇ શકે છે ત્યારે શું થશે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી

જાણો કયા રાજ્યમાં ક્યારે મતદાન અને મતગણતરી?

પશ્ચિમ બંગાળ: બે તબક્કામાં મતદાન, 23 અને 29 એપ્રિલે મતદાન તો 4 મેના રોજ પરિણામ

તમિલનાડુ: 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ

કેરલમ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ

આસામ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ

પુડુચેરી: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત | A car loaded with liquor was c…

ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત | A car loaded with liquor was c...

જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…

જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth...

દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોની અટકાયત | Cattle herders detained for p…

દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોની અટકાયત | Cattle herders detained for p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં TMC માં ભડકો: મમતાના દેખાવોમાંથી 44 MLA ‘ગુમ’, કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા | Rebellion in…

બંગાળમાં TMC માં ભડકો: મમતાના દેખાવોમાંથી 44 MLA ‘ગુમ’, કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા | Rebellion in…

2 months ago
લદાખ અંગે કેન્દ્ર સરકારની કાર્યવાહી, દિલ્હીથી રાજદૂત રવાના, ઉપરાજ્યપાલે બોલાવી મીટિંગ | center takes…

લદાખ અંગે કેન્દ્ર સરકારની કાર્યવાહી, દિલ્હીથી રાજદૂત રવાના, ઉપરાજ્યપાલે બોલાવી મીટિંગ | center takes…

10 months ago
અમદાવાદ શહેરમાં એક કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ! પ્રજાના પૈસાનો ધૂમાડો | AMC Under …

અમદાવાદ શહેરમાં એક કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ! પ્રજાના પૈસાનો ધૂમાડો | AMC Under …

5 months ago
સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ | Gold And Silver Price…

સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ | Gold And Silver Price…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News