gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

5 વર્ષમાં સાયબર ક્રાઈમ 30% વધ્યો: 9 મહિનામાં રૂ.1011 કરોડ સ્વાહા, ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા | cyber …

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
5 વર્ષમાં સાયબર ક્રાઈમ 30% વધ્યો: 9 મહિનામાં રૂ.1011 કરોડ સ્વાહા, ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા | cyber …
5
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber crime in Gujarat:
ગુજરાતમાં સાયબર ક્રાઈમ અટકાવવા માટેના પોલીસ અને સરકારના સામુહિક પ્રયાસો અને જનજાગૃતિ અભિયાનો છતાં સાયબર ગઠિયાઓ પોલીસ કરતાં એક ડગલું આગળ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક 30 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિના સુધીમાં જ (પ્રથમ 9 મહિનામાં) સાયબર અપરાધીઓએ ગુજરાતીઓના રૂ.1,011 કરોડ ચાઉં કરી લીધા છે, જે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે.

આંકડાકીય માહિતી અનુસાર, સૌથી વધુ ઠગાઈ રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપીને કરવામાં આવી છે. માત્ર રોકાણના બહાને જ 9,240 લોકો સાથે છેતરપિંડી આચરીને કુલ રૂ.397 કરોડનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. આ ઉપરાંત ખોટી ઓળખ આપીને, ઓટીપી (OTP) અને કાર્ડ ફ્રોડના કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ખોટી ઓળખ આપીને ગઠિયાઓએ 27,816 લોકો પાસેથી રૂ.137 કરોડ ખંખેરી લીધા છે.

ક્રાઈમ રેટનું ગણિત: પ્રતિ કલાક 21 ફરિયાદ 

ગુજરાત જાણે સાયબર અપરાધીઓ માટે ‘મોકળું મેદાન’ બની ગયું હોય તેમ આંકડા બોલી રહ્યા છે વર્ષ 2020માં રોજના સરેરાશ 155 ઓનલાઈન ગુના-ફરિયાદ નોંધાતી હતી. (પ્રતિ કલાક સરેરાશ 6 ફરિયાદ). જ્યારે વર્ષ 2025માં દરરોજની સરેરાશ 521 ફરિયાદો આવી રહી છે. (પ્રતિ કલાક સરેરાશ 21 ફરિયાદ). છેલ્લા 5 વર્ષમાં કુલ 4.81 લાખ ફરિયાદો નોંધાઈ છે, જેમાં નાગરિકોએ કુલ રૂ.3,387 કરોડ ગુમાવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે પ્રતિ ફરિયાદ સરેરાશ નુકસાનની રકમમાં બહુ મોટો વધારો થયો નથી. 2020માં રૂ.70,313 સામે 2025માં રૂ.71,204 ગુમાવવાનો વારો આવ્યો છે.

સિનિયર સિટીઝન્સ સોફ્ટ ટાર્ગેટ: ‘ડિજિટલ હાઉસ એરેસ્ટ’નો ભય 

સાયબર નિષ્ણાતોના મતે, ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી બદલાઈ છે. હવે તેઓ ખાસ કરીને પેન્શનર્સ અને એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરી રહ્યા છે. ખોટો ભય બતાવી, પોલીસ કે સીબીઆઈના નામે ધમકાવી ‘હાઉસ એરેસ્ટ’ કરવાના બહાને અથવા શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમના જીવનભરની મૂડી લૂંટી લેવામાં આવે છે.

પોલીસ શું કહે છે? 

સાયબર ક્રાઈમ અટકાવવા સીઆઈડી (ક્રાઈમ) અને ગુજરાત પોલીસ સતત સક્રિય છે અને રિકવરી માટે ટોળકીઓને પકડી પણ રહી છે. નોકરીની લાલચ, સાયબર સ્લેવરી, ઓનલાઈન બેટિંગ અને લોન સ્કેમ સહિત 50 જેટલી અલગ-અલગ પદ્ધતિથી લોકો લૂંટાઈ રહ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તંત્ર ગમે તેટલા પગલાં લે પરંતુ જ્યાં સુધી નાગરિકોમાં ‘સ્વયં જાગૃતિ’ નહીં આવે ત્યાં સુધી સાયબર ક્રાઈમથી બચવું મુશ્કેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
વીમાધારકનું અકસ્માતમાં મોત થયાનું સાબિત થાય તો PM રિપોર્ટ જરૂરી નથી: ગ્રાહક પંચ | Surat Consumer Com…

વીમાધારકનું અકસ્માતમાં મોત થયાનું સાબિત થાય તો PM રિપોર્ટ જરૂરી નથી: ગ્રાહક પંચ | Surat Consumer Com...

ચાંદી 8000 રૂપિયા ગગડી તો સોનામાં થયો આટલો ઘટાડો, જાણો અઠવાડિયામાં કેટલો ફેર પડ્યો? | Silver fell by…

ચાંદી 8000 રૂપિયા ગગડી તો સોનામાં થયો આટલો ઘટાડો, જાણો અઠવાડિયામાં કેટલો ફેર પડ્યો? | Silver fell by...

વૈશ્વિક મંદીના માહોલમાં ભારતમાં ચમત્કારિક આર્થિક તેજી, અમેરિકા-ચીન જેવા દેશો પાછળ | India’s Economic…

વૈશ્વિક મંદીના માહોલમાં ભારતમાં ચમત્કારિક આર્થિક તેજી, અમેરિકા-ચીન જેવા દેશો પાછળ | India’s Economic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ | Entry prohibited without permission on…

દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ | Entry prohibited without permission on…

1 year ago
કારેલીબાગના હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની કાર 120 ની સ્પીડે હતી,સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી | Kareliba…

કારેલીબાગના હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની કાર 120 ની સ્પીડે હતી,સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી | Kareliba…

1 year ago
દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR…

દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR…

1 year ago
વડોદરામાં પાદરાના મૂર્તિકારનો ગણેશ મંડળને કડવો અનુભવ : કાચુ કામ કરતા ગણેશજી યાત્રામાં મૂર્તિ પડી, રજ…

વડોદરામાં પાદરાના મૂર્તિકારનો ગણેશ મંડળને કડવો અનુભવ : કાચુ કામ કરતા ગણેશજી યાત્રામાં મૂર્તિ પડી, રજ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News