gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 849 પોઈન્ટ તૂટીને 80787 | Hammering of funds: Sensex falls 849 points to…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in Business
0 0
0
ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 849 પોઈન્ટ તૂટીને 80787 | Hammering of funds: Sensex falls 849 points to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર નાહકના ખફા થઈ રશીયા પાસેથી ઓઈલ ખરીદતું હોવાના બહાને વધારાના ૨૫ ટકા ટેરિફને આવતીકાલ-બુધવાર ૨૭, ઓગસ્ટથી લાગુ કરવાનો અધ્યાદેશ જારી કરી દેતાં ભારતીય નિકાસકારો માટે પડકારજનક દિવસો આવી રહ્યાના નેગેટીવ પરિબળે આજે ફોરેન ફંડોની સાથે મોટા ખેલાડીઓએ શેરોમાં સાવચેતીમાં સાર્વત્રિક ઢગલો કરી દીધો હતો. ટ્રમ્પના ૨૫+૨૫ ટકા ટેરિફ સાથે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાગુ થવા જઈ રહ્યા સામે મોદી સરકારે પણ કોઈપણ પડકારોનો મજબૂતીથી સામનો કરવાનો નિર્ધાર કર્યો હોઈ અને ઉદ્યોગોને રાહત માટે જીએસટી સ્લેબમાં સરળીકરણ સાથે જીએસટી દરોમાં ઘટાડાનો માર્ગ અપનાવ્યા સાથે વધુ પગલાંની તૈયારી છતાં આજે સાવચેતીમાં મોટો તેજીનો વેપાર હળવો થયો હતો. ગણેશ ચતુર્થી નિમિતે બુધવારે ૨૭, ઓગસ્ટના શેર બજારો બંધ રહેનાર હોઈ ઘણા ખેલાડીઓ પોઝિશન હળવી કરવાનું પસંદ કર્યું હતું. કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર, આઈટી, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, રિયાલ્ટી શેરોમાં સાર્વત્રિક ઓફલોડિંગ થયું હતું. સેન્સેક્સ ૮૪૯.૩૭ પોઈન્ટ તૂટીને ૮૦૭૮૬.૫૪ અને નિફટી ૫૦ સ્પોટ ૨૫૫.૭૦ પોઈન્ટ ગબડીને ૨૪૭૧૨.૦૫ બંધ રહ્યા હતા.

અમેરિકામાં દવાના ભાવો ઘટાડવા કંપનીઓ પર દબાણે ફાર્મા શેરો ગબડયા : હેલ્થકેર ઈન્ડેક્સ ૭૪૦ તૂટયો

અમેરિકામાં દવાઓ-હેલ્થકેર સર્વિસિઝ સસ્તી કરવા ટ્રમ્પ સરકાર ફાર્મા કંપનીઓને દવાના ભાવ ઘટાડવા ફરજ પાડી રહ્યા હોઈ અમેરિકામાં દવાઓની નિકાસને અને અન્ય કંપનીઓની નફાશક્તિને અસર થવાના અંદાજોએ આજે ફાર્મા શેરોમાં મોટું સેલિંગ થયું હતું. સ્ટ્રાઈડ રૂ.૪૭.૮૦ તૂટીને રૂ.૮૫૭.૬૫, સાંઈ લાઈફ રૂ.૪૭.૧૦ તૂટીને રૂ.૮૫૯.૫૦, એપીએલ લિમિટેડ રૂ.૪૨.૯૦ તૂટીને રૂ.૯૩૬.૨૫, ફાઈઝર રૂ.૨૨૧.૭૫ તૂટીને રૂ.૫૨૫૫, બ્લુજેટ રૂ.૨૭.૭૫ ઘટીને રૂ.૭૦૭.૩૫, ઝાયડસ લાઈફ રૂ.૩૫.૮૫ ઘટીને રૂ.૯૮૭.૫૫, નારાયણ હ્યુદાલ્યા રૂ.૬૨.૯૫ ઘટીને રૂ.૧૭૮૧.૩૦, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૬.૨૫ ઘટીને રૂ.૧૬૦૦.૪૫, ન્યુલેન્ડ લેબ. રૂ.૪૧૧.૬૫ ઘટીને રૂ.૧૩,૧૩૧.૮૫, એસ્ટ્રાઝેનેકા રૂ.૨૨૭.૩૦ ઘટીને રૂ.૮૦૬૯.૮૦, જેબી કેમિકલ્સ રૂ.૪૬.૮૦ ઘટીને રૂ.૧૭૦૧.૩૫, મેક્સ હેલ્થ રૂ.૩૫.૧૫ ઘટીને રૂ.૧૧૮૫.૩૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૯૫.૯૫ પોઈન્ટ તૂટીને ૪૪૦૭૫.૯૪ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૭૬૯ પોઈન્ટ તૂટયો : બેંક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ, ઈન્ડસઈન્ડ ઘટયા

બેંકોની ધિરાણ વૃદ્વિને પણ અસર થવાની અને ઉદ્યોગોમાં મંદીના સંજોગોમાં ડિફોલ્ટરો વધવાની આશંકાએ ફંડો, ખેલાડીઓએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી વેચવાલી કરી હતી. યશ બેંક ૫૯ પૈસા તૂટીને રૂ.૧૮.૯૬, બેંક ઓફ બરોડા રૂ.૫.૮૦ ઘટીને રૂ.૨૩૫.૧૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૫૯ ઘટીને રૂ.૬૮.૭૨, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫.૩૦ ઘટીને રૂ.૭૫૬.૭૦, એક્સિસ બેંક રૂ.૧૯.૯૦ ઘટીને રૂ.૧૦૫૦.૧૫, ફેડરલ બેંક રૂ.૨.૭૦ ઘટીને રૂ.૧૯૨.૩૦ રહ્યા હતા.આ સિવાય કેફિનટેક રૂ.૫૬.૭૦ ઘટીને રૂ.૧૦૫૪.૨૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૭.૩૫ ઘટીને રૂ.૧૧૩૪.૪૦, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૩૦૮, એન્જલ વન રૂ.૧૦૨.૩૫ ઘટીને રૂ.૨૩૪૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૨૫.૦૫ ઘટીને રૂ.૫૯૬, કેનફિન હોમ રૂ.૨૯.૪૦ ઘટીને રૂ.૭૩૭.૮૫ રહ્યા હતા.  બીએસઈ  બેંકેક્સ ઈન્ડેક્સ ૭૬૮.૭૯ પોઈન્ટ તૂટીને ૬૦૬૯૫.૦૮ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધબડકો : પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ, હવેલ્સ, કલ્યાણ જવેલર્સ, ડિક્સન તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે ફંડો, ખેલંદાઓએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૨૬.૦૫ તૂટીને રૂ.૫૫૭.૬૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૪૩.૬૦ ઘટીને રૂ.૧૫૧૭.૪૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૩ ઘટીને રૂ.૪૯૮.૦૫, બાટા ઈન્ડિયા રૂ.૨૭.૪૫ ઘટીને રૂ.૧૦૬૮, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૩૫.૧૦ ઘટીને રૂ.૧૬,૬૭૭.૩૫, ટાઈટન કંપની રૂ.૬૨.૧૦ ઘટીને રૂ.૩૫૯૦, વ્હર્લપુલ રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૧૨૮૬.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૮૪.૭૭ પોઈન્ટ તૂટીને ૬૦૦૭૦.૪૫ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૯૨ પોઈન્ટ તૂટયો : કિર્લોસ્કર એન્જિન, એલએમડબલ્યુ, ટીમકેન, સિમેન્સ ગબડયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ અમેરિકાના ૫૦ ટકા ટેરિફ લાગુ થવા જઈ રહ્યા હોઈ ભારતની મશીનરી સહિતની નિકાસોને ફટકો પડવાની શકયતાએ વેચવાલી નીકળી હતી. કિર્લોસ્કર એન્જિન રૂ.૪૯.૮૦ તૂટીને રૂ.૯૨૪.૯૫, એલએમડબલ્યુ રૂ.૫૮૬.૯૫ તૂટીને રૂ.૧૪,૫૭૧.૭૫, ટીમકેન રૂ.૧૦૬.૧૫ ઘટીને રૂ.૨૯૧૯.૨૦, સિમેન્સ રૂ.૧૦૭.૭૦ ઘટીને રૂ.૩૦૫૫, જયોતી સીએનસી રૂ.૨૭.૩૦ ઘટીને રૂ.૯૨૩.૫૦, ભારત ડાયનામિક્સ રૂ.૪૨.૮૦ ઘટીને રૂ.૧૪૭૭.૯૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૪.૫૫ ઘટીને રૂ.૯૦૪.૬૦, કોચીન શિપ રૂ.૪૧.૭૦ ઘટીને રૂ.૧૬૪૧.૬૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦૦ ઘટીને રૂ.૭૮૮૫.૮૦, મઝગાંવ રૂ.૬૭.૮૦ ઘટીને રૂ.૨૬૮૮.૪૦, ભેલ રૂ.૫ ઘટીને રૂ.૨૧૧.૪૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૨.૧૫ ઘટીને રૂ.૪૮૨.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૯૧.૭૩ પોઈન્ટ તૂટીને ૬૫૮૭૯.૩૨ બંધ રહ્યો હતો. 

એલ્યુમીનિયમ સહિતની નિકાસોને અસર થશે મેટલ શેરોમાં વેચવાલી : ટાટા સ્ટીલ, નાલ્કો, સેઈલ ઘટયા

ચાઈનામાં સ્ટીમ્યુલસ પગલાંના આકર્ષણે ઝડપી રિકવરી સાથે મેટલ-માઈનીંગ શેરોમાં ગઈકાલે ખરીદી બાદ હવે ટ્રમ્પના ભારત પર વધારાના ૨૫ ટકા ટેરિફથી ભારતની એલ્યુમીનિયમ સહિતની નિકાસોને અસર થવાના અંદાજોએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી નીકળી હતી. ટાટા સ્ટીલ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૫૫, નાલ્કો રૂ.૪.૮૦ ઘટીને રૂ.૧૮૫.૬૫, સેઈલ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૧૯.૮૫, લોઈડ્સ મેટલ રૂ.૩૧.૮૫ ઘટીને રૂ.૧૩૦૯.૫૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૧.૪૦ ઘટીને રૂ.૯૭૩.૮૦, હિન્દાલ્કો રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૭૦૪.૮૫,  વેદાન્તા રૂ.૬.૧૦ ઘટીને રૂ.૪૨૮.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૬૦.૭૦ પોઈન્ટ તૂટીને ૩૦૭૮૩.૦૮ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ફંડો હળવા થયા : ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૬૨ તૂટી રૂ.૨૦૦૭ : પ્રેસ્ટિજ, બ્રિગેડ ઘટયા

રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટી મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હોઈ ફંડો, ખેલંદાઓએ આજે રિયાલ્ટી શેરોમાં મોટી વેચવાલી કરી હતી. ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૬૨.૧૫ તૂટીને રૂ.૨૦૦૭.૫૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૪૫.૨૫ ઘટીને રૂ.૧૬૦૫.૭૦, બ્રિગેડ રૂ.૨૩.૬૫ ઘટીને રૂ.૯૪૩.૯૦, લોઢા ડેવલપર્સ રૂ.૨૮.૩૦ ઘટીને રૂ.૧૨૩૫.૭૫, ડીએલએફ રૂ.૧૭.૨૫ ઘટીને રૂ.૭૫૪.૭૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૩૪.૬૦ ઘટીને રૂ.૧૬૩૮.૫૫, ફિનિક્સ રૂ.૨૫.૭૫ ઘટીને રૂ.૧૫૬૧.૫૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૫૯.૩૫ પોઈન્ટ ગબડીને ૬૯૫૮.૧૬ બંધ રહ્યો હતો.

ઓઈલ શેરોમાં તેજીનો વેપાર હળવો થયો : ગેઈલ, રિલાયન્સ, ઓઈલ ઈન્ડિયા, એચપીસીએલ ઘટયા

ઓઈલ-ગેસ શેરોમાં પણ તેજીનો વેપાર આજે ફંડોએ  હળવો કર્યો હતો. ગેઈલ ઈન્ડિયા રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૭૧.૫૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૯.૯૫ ઘટીને રૂ.૩૯૯, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭.૬૦ ઘટીને રૂ.૧૩૮૫.૩૦, એચપીસીએલ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૩૮૩.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૮૧.૬૧ પોઈન્ટ ગબડીને ૨૫૮૬૩.૯૬ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં તેજીને બ્રેક : એમઆરએફ રૂ.૪૩૩૨ તૂટયો : મધરસન સુમી, મહિન્દ્રા, બાલક્રિષ્ન ઘટયા

વાહનો પરના જીએસટી દરમાં ઘટાડો દશેરા પૂર્વે થવાની શકયતા છતાં હાલ તુરત આ મામલે નિર્ણય આગામી દિવસો પર પાછો ઠેલાય એવી શકયતાએ અને એના કારણે વાહનોની ખરીદી વિલંબમાં પડવાની આશંકાએ ઓટો શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. એમઆરએફ રૂ.૪૩૩૧.૭૦ તૂટીને રૂ.૧,૪૨,૪૦૬.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૮.૭૫ ઘટીને રૂ.૩૩૩૦.૯૦, ભારત ફોર્જ રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૧૧૨૧.૯૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૮.૨૦ ઘટીને રૂ.૩૦૩૦.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૦.૬૮ પોઈન્ટ ઘટીને ૫૬૭૨૮.૩૬ બંધ રહ્યો હતો.

 ફરી મોટા ગાબડાં : સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પેનીક સેલિંગ : ૨૯૭૩ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ  કડાકા સાથે આજે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરોનું પેનીક સેલિંગ થતાં વ્યાપક ગાબડાં પડયા હતા. જેથી માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૪૭  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૧૫૫ અને ઘટનારની ૨૯૭૩ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૫૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૯.૪૫ લાખ કરોડ

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ધોવાણ સાથે શેરોમાં વ્યાપક હેમરિંગ થતાં અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ ૫.૫૭  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૯.૪૫ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…
Business

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

May 26, 2026
યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર
Business

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

May 26, 2026
ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…
Business

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

May 26, 2026
Next Post
સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકી | Patients coming for treatment at Sir T Hos…

સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકી | Patients coming for treatment at Sir T Hos...

વિરમગામમાં ગટરનો કોન્ટ્રાકટ રદ કરવા ભાજપના સદસ્યાના ઉપવાસ આંદોલન | BJP members’ hunger strike to can…

વિરમગામમાં ગટરનો કોન્ટ્રાકટ રદ કરવા ભાજપના સદસ્યાના ઉપવાસ આંદોલન | BJP members' hunger strike to can...

સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી | Brother stabbed sister to death in a fi…

સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી | Brother stabbed sister to death in a fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની પરિણીતા રિસાઈને માવતરે આવી ગયા બાદ છુટાછેડા થઈ જવાના ડરના કારણે અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા…

જામનગરની પરિણીતા રિસાઈને માવતરે આવી ગયા બાદ છુટાછેડા થઈ જવાના ડરના કારણે અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા…

3 months ago
ગેરદાયદે રેતીની હેરાફેરી કરતા નવ ડમ્પર સહિત કુલ ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Nine dumpers including …

ગેરદાયદે રેતીની હેરાફેરી કરતા નવ ડમ્પર સહિત કુલ ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Nine dumpers including …

1 year ago
કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા | truck accident Ga…

કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા | truck accident Ga…

9 months ago
‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર | ‘M…

‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર | ‘M…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News