gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ | gujarat weathe…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ | gujarat weathe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલા  બુલેટિન અનુસાર, આગામી 7 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. આ સાથે જ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  

છેલ્લા 24 કલાકની સ્થિતિ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું. આગામી ૩ દિવસ દરમિયાન રાજ્યના જુદા-જુદા ભાગોમાં પારો 40 ડિગ્રીથી વધુ રહી શકે છે.  

અમદાવાદની સ્થિતિ: અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.  

આગામી 7 દિવસ ક્યાં અને ક્યારે વરસાદ પડશે?

દિવસ-1 (30 મે સુધી): સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.  

દિવસ-2 (30 મેથી 31 મે): વરસાદની શરૂઆત થશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તેમજ ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.  

દિવસ-3 (31 મેથી 1 જૂન): ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ (બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર)માં થોડા સ્થળોએ અને દક્ષિણ ગુજરાત તથા ગીર સોમનાથ-દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.  

દિવસ-4 (1 જૂનથી 2 જૂન): આ દિવસે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ (બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર) વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ રહેશે.  

દિવસ-5 (2 જૂનથી 3 જૂન): દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ (વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી) વરસાદી માહોલ જામશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં થોડા સ્થળોએ વરસાદ પડી શકે છે.  

દિવસ-6 અને  (3 જૂનથી 5 જૂન): ઉત્તર ગુજરાતમાં થોડા સ્થળોએ, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ (જેમાં દિવસ-6માં રાજકોટ સહિત)માં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ યથાવત્ રહેશે.  

50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ 2 - image

ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગે વરસાદની સાથે ગાજવીજ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઝંઝાવાતી પવનની ચેતવણી આપી છે. આ ઉપરાંત, કેટલાક જિલ્લાઓમાં અલગ-અલગ દિવસોએ ભારે વરસાદ પડવાની આશંકા છે.

ભારે વરસાદની ચેતવણીવાળા જિલ્લાઓ

31 મેથી 1 જૂન: અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.  

1 જૂનથી 2 જૂન: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આશંકા છે.  

2 જૂનથી 3 જૂન: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ 3 - image

ચોમાસાની પ્રગતિ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી 2-3 દિવસમાં ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ વિસ્તાર, તેમજ બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તર-પૂર્વના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જેના કારણે જ ગુજરાતના વાતાવરણમાં આ મોટો પલટો આવી રહ્યો છે.  

50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…

અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો...

બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન…

બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન...

યુવાનીમાં જ દાઢી-વાળ સફેદ થઈ રહ્યા છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો અને બચવાના સરળ ઉપાયો | premature white beard causes remedies young men

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરોગ્ય વિભાગનું એલર્ટ : મધ્યપ્રદેશમાં ફરી કોરોનાની એન્ટ્રી, બે નવા કેસ નોંધાયા, એક મહિલાનું મોત | 2 …

આરોગ્ય વિભાગનું એલર્ટ : મધ્યપ્રદેશમાં ફરી કોરોનાની એન્ટ્રી, બે નવા કેસ નોંધાયા, એક મહિલાનું મોત | 2 …

1 year ago
નંદેસરના ખેતરમાંથી 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્કયુ | 10 foot python rescued from Nandesari farm

નંદેસરના ખેતરમાંથી 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્કયુ | 10 foot python rescued from Nandesari farm

9 months ago
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર સરકારી જમીનમાં ગેરકાયદે હોડીંગ્સ રાફડા | A spate of illegal hoardings on g…

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર સરકારી જમીનમાં ગેરકાયદે હોડીંગ્સ રાફડા | A spate of illegal hoardings on g…

6 months ago
વડોદરાની અંગ્રેજી વિષયની શિક્ષિકાએ 2000 પાનાનું હાથથી ‘રામાયણ” લખ્યું, હસ્તલેખન માટે 20 મહિના લાગ્યા…

વડોદરાની અંગ્રેજી વિષયની શિક્ષિકાએ 2000 પાનાનું હાથથી ‘રામાયણ” લખ્યું, હસ્તલેખન માટે 20 મહિના લાગ્યા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News