gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ …

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

51 Shaktipeeth Parikrama in Ambaji: શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર્વત ખાતેના 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ત્રણ દિવસ શ્રદ્ધાનો મહાસાગર છલકાયો હતો. આ મહોત્સવના અંતિમ દિવસે (પહેલી ફેબ્રુઆરી) માઘી પૂનમે 1.43 લાખ ભક્તોએ પરિક્રમા કરી હતી. ત્રણ દિવસમાં 3.9 લાખ ભક્તોએ ગબ્બર પર્વર પર 51 શક્તિપીઠની પરિક્રમાનો લાભ લીધો હતો અને આ મહોત્સવ દરમિયાન 5.01 લાખ ભક્તો ઉમટ્યા હતા.

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ 2 - image

જય અંબે જય અંબે નાદથી અરવલ્લીની ગિરિમાળા ગુંજી ઊઠી હતી

અંબાજીમાં મૂળ સ્તાન એવા ગબ્બરની પર્વત પર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે માઇભક્તો ઉમટી પડ્યા હતા અને માઘી પૂનમનું મહત્ત્વ હોવાથી વહેલી સવારથી ભક્તોનો અંબાજીમાં ધસારો જોવા મળ્યો હતો અને બોલ માડી અંબે જય જય અંબે અને જય અંબે જય અંબે નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઊઠી હતી. આ મહોત્સવના ત્રીજા દિવસે પરિક્રમા પથ દોડ સ્પર્ધામાં વિજેતા બનેલાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા રોકડ રકમ અને શીલ્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ 3 - image

લાખો ભક્તોએ નિશુલ્ક ભોજન પ્રસાદી દીધી 

આ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે 69,283, બીજા દિવસે 96,735 અને ત્રીજા દિવસે 1.43 લાખ ભક્તોએ પરિક્રમા કરી હતી અને અંબાજી મંદિરમાં પ્રથમ દિવસે 35,773, બીજા દિવસે 49,032 અને આજે અંતિમ દિવસે 90,181 ભક્તોએ દર્શન કર્યાં હતા. જ્યારે પરિક્રમા મહોત્સવ દરમિયાન 16,378 લોકોએ રોપવેનો લાભ લીધો હતો. આ ઉપરાંત મહોત્સવ દરમિયાન 1.34 લાખ ભક્તોએ નિશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત 1.44 લાખ મોહનથાળના પેકેટ અને 12,198 પેકેટ ચીકીના વિતરણ કરાયા હતા.

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ 4 - image

ચારથી વધુ સ્થળોએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા

51 શક્તિપીઠ મહોત્સવ દરમિયાન યાત્રિકોની સુખ-સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબિકા ભોજનાલય આરટીઓ સર્કલ, જીએમડીસી ગ્રાઉન્ડ, કૉલેજ રોડ જેવા મુખ્ય કેન્દ્રો પર ડોમ બનાવી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ 5 - image

પરિક્રમા મહોત્સવમાં દર્શન સ્પર્ધામાં 1012 સ્પર્ધકોએ ભાગ લીધો

ગબ્બર પરિક્રમા મહોત્સવના ભાગરૂપે દર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1012 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. ઓપન, એમ્પ્લોઇ, બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં વિભાજિત કરાઈ હતી. દરેક કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનાર વિજેતાને 5100 રૂપિયા, દ્વિતીયને 3100 રૂપિયા અને તૃતિય સ્થાન મેળવનારને 2100 રૂપિયાનું રોકડ ઇનામ અપાયું હતું. તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને 200 રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ 6 - image

ગબ્બર માર્ગ પર વાહનોની કતાર લાગતાં ટ્રાફિક જામના દૃશ્યો

અંબાજીમાં સવારથી જ પરિક્રમા પથ ઉપર તથા અંબાજી ગબ્બર જવાના માર્ગ ઉપર વાહનોની પણ ભારે ભીડ જોવા મળી હતી. પોલીસ તંત્રની પણ સારી કામગીરી હતી છતાં પણ ભારે ઘસારાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવવા પામી હતી. જો કોઈ થોડાક જ કલાકોમાં સમસ્યાને નિયમિત બનાવી દેવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
પાઈનેપલ ખરીદવા માટે લારી પર ઉભી રહેલી સમાજ સેવિકાનું ટુ વ્હીલર પર લટકાવેલુ પર્સ લઈને રીક્ષા ચાલક ફરા…

પાઈનેપલ ખરીદવા માટે લારી પર ઉભી રહેલી સમાજ સેવિકાનું ટુ વ્હીલર પર લટકાવેલુ પર્સ લઈને રીક્ષા ચાલક ફરા...

વડોદરા: ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે કારમાંથી ફંગોળાતા વૃદ્ધાનું મોત |…

વડોદરા: ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે કારમાંથી ફંગોળાતા વૃદ્ધાનું મોત |...

સુરેન્દ્રનગર: સાયલાના મોટા કેરાળામાં ખનીજ વિભાગના દરોડા, બ્લેક ટ્રેપની ખાણમાં ચાલતી મોટી ખનીજ ચોરી ઝ…

સુરેન્દ્રનગર: સાયલાના મોટા કેરાળામાં ખનીજ વિભાગના દરોડા, બ્લેક ટ્રેપની ખાણમાં ચાલતી મોટી ખનીજ ચોરી ઝ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગોત્રી તળાવમાં કચરો ફેંકતા લારીધારકો સામે દંડાત્મક કાર્યવાહી | Punitive action against lorr…

વડોદરાના ગોત્રી તળાવમાં કચરો ફેંકતા લારીધારકો સામે દંડાત્મક કાર્યવાહી | Punitive action against lorr…

8 months ago
કર્ણાવતી ક્લબ પાસે પોલીસને જોઇ દારૂ ભરેલી વાનના ચાલક ફરાર થઇ ગયા | ahmedabad police get IMFL stock n…

કર્ણાવતી ક્લબ પાસે પોલીસને જોઇ દારૂ ભરેલી વાનના ચાલક ફરાર થઇ ગયા | ahmedabad police get IMFL stock n…

1 year ago
ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …

ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …

3 months ago
લોદરિયાળ નજીક મિલમાંથી બિહારના યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો | Bihar youth hanged body found …

લોદરિયાળ નજીક મિલમાંથી બિહારના યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો | Bihar youth hanged body found …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News