gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Diesel Crisis: મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસરના પગલે રાજ્યમાં ઈંધણની કટોકટી ઊભી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી રોકવાના બહાને એક નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ હવે ખેડૂતોને ખેતીકામ કે ટ્રેક્ટર માટે ડીઝલ ખરીદવા સરકારી પુરાવા રજૂ કરવા ફરજિયાત બનશે.

ખેડૂતોએ ડીઝલ મેળવવા આ 5 પુરાવા આપવા પડશે

મળતી માહિતી અનુસાર, ગુરૂવારે (21 મે) અન્ન પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, જો કોઈ ખેડૂત પેટ્રોલપંપ પર ડીઝલ લેવા જશે, તો તેણે 7-12 ની નકલ, 8(અ) ની નકલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી (RC) બુક જેવા દસ્તાવેજો પુરાવા તરીકે દેખાડવા પડશે. આ પુરાવા રજૂ કર્યા બાદ પણ ખેડૂતને એકવારમાં વધુમાં વધુ માત્ર 200 લિટર સુધી જ ડીઝલ મળી શકશે. જોકે, હાલમાં પેટ્રોલ પંપ પર જે રીતે જથ્થો પહોંચી રહ્યો છે તે જોતાં ખેડૂતોને આ નિયત મર્યાદા જેટલું ડીઝલ મળવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

એક બાજુ ‘ઓલ ઈઝ વેલ’નો દાવો, બીજી બાજુ વિતરણ પર કાપ

રાજ્ય સરકાર એક તરફ એવો દાવો કરી રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને અફવાઓથી સાવધાન રહેવા તેમજ ન ગભરાવા અપીલ કરી રહી છે. પરંતુ બીજી તરફ, સરકારે છૂપી રીતે ઈંધણના વિતરણ પર મોટો કાપ મૂકી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

હાલમાં પેટ્રોલપંપો પર સામાન્ય વાહનો માટે પણ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે, જેમાં ટુ-વ્હીલર માત્ર 50થી 100  રૂપિયાનું પેટ્રોલ, કાર સહિતના ફોર-વ્હીલરમાં માત્ર 1,000 રૂપિયાનું ઇંધણ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીમાં હોમાવાની ભીતિ

ઈંધણની આ કટોકટીની સૌથી માઠી અસર માલસામાનની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી રહી છે. ટ્રક ચાલકોના જણાવ્યા અનુસાર, હાલની પરિસ્થિતિમાં તેમને માત્ર 20થી 25 લિટર જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. લાંબા અંતરની સફર માટે ટ્રકોને કાર્યરત રાખવા ઓછામાં ઓછા 200 થી 300 લિટર ડીઝલની જરૂરિયાત હોય છે. જો આ જ સ્થિતિ આગામી દિવસોમાં ચાલુ રહેશે, તો ગુજરાતનો આખો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આર્થિક મંદીના ગરતામાં ધકેલાઈ જશે તે નક્કી છે.

આગામી દિવસોમાં રેશનિંગની પ્રબળ શક્યતા

સરકારે હવે તમામ પેટ્રોલ પંપ પર ગ્રાહકોની વિગત રાખવા માટે ફરજિયાત રજીસ્ટર મેઈન્ટેન કરવાનો પણ આદેશ આપ્યો છે. આ આકરા નિયમો અને જમીની હકીકત જોતાં લોકમુખે ચર્ચા છે કે, જો ખરેખર પુરતો જથ્થો છે તો સરકારે આવા નિયમો કેમ લાવવા પડ્યા? ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારથી જ પેટ્રોલપંપો પર ‘ડીઝલ નથી’ ના પાટિયા લાગી ગયા છે, જેના કારણે ખેડૂતો ખેતીકામ છોડીને ડીઝલ માટે આમથી તેમ ભટકી રહ્યા છે. આ સ્થિતિ જોતાં આગામી દિવસોમાં રેશનકાર્ડ સહિતના અન્ય પુરાવાઓ દ્વારા જ પેટ્રોલ-ડીઝલનું નિયંત્રિત વિતરણ (રેશનિંગ) થાય તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.

પુરવઠા મંત્રીએ આ મામલે શું કહ્યું? 

ખેડૂતોને ડીઝલ પ્રાપ્ત કરવા માટે અને 7/12 ની નકલના મુદ્દે ગુજરાત રાજ્યના અન્ન પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રમણ સોલંકી એ જણાવ્યું હતું કે આ બાબતે ગઈકાલે સીએસ-મુખ્ય સચિવના નેજા હેઠળ એક મીટીંગ થઈ હતી જેમાં કોઈ કારણોસર હું હાજર રહ્યો નહતો. જેથી આ બાબતની વધુ જાણકારી માહિતી પ્રાપ્ત કરી આપના આપીશ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ | Ahmedabad: Cl…

અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ | Ahmedabad: Cl...

ઊર્જા બચતનો આદેશ કાગળ પર જ – સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય ચાલુ | Energy conservation mandate …

ઊર્જા બચતનો આદેશ કાગળ પર જ - સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય ચાલુ | Energy conservation mandate ...

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો | ven…

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો | ven...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૈતર વસાવા પર કાર્યવાહી બાબતે AAP-કોંગ્રેસે સાથે મળીને મુખ્યમંત્રીને કરી રજૂઆત | AAP Congress on CM …

ચૈતર વસાવા પર કાર્યવાહી બાબતે AAP-કોંગ્રેસે સાથે મળીને મુખ્યમંત્રીને કરી રજૂઆત | AAP Congress on CM …

10 months ago
એસિડ ભરેલી ટેન્કરના કારણે અવરોધ બ્રિજ દુર્ઘટનામાં વિક્રમ હજી લાપત્તા નદીમાં અન્ય પણ હોવાની આશંકા | v…

એસિડ ભરેલી ટેન્કરના કારણે અવરોધ બ્રિજ દુર્ઘટનામાં વિક્રમ હજી લાપત્તા નદીમાં અન્ય પણ હોવાની આશંકા | v…

12 months ago
દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

7 months ago
ખાનગી શિક્ષણમાં મોંઘવારીની અસરઃ વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7755 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પાછા ફર્…

ખાનગી શિક્ષણમાં મોંઘવારીની અસરઃ વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7755 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પાછા ફર્…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News