Stampedes : IPL-2025ની ફાઈનલ મેચમાં જીત મેળવ્યા બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ બેંગલુરુ પહોંચી હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના ચેમ્પિયન બનવાની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા ભારે અફરા-તફરી મચી હતી. હજારો ચાહકો એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચવાની ઘટના બની છે, જેમાં 11 લોકોના મોત અને 33 લોકો ઘાયલ થયા છે.