IRCTC Tour Packages : પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ભારત ગૌરવ ટ્રેનો દ્વારા પ્રવાસીઓને ભારતના વિવિધ સ્થળો તેમજ પાડોશી દેશોની મુલાકાત લેવાની તક પૂરી પાડવા માટે ‘ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન’ (IRCTC) 14 દિવસની રોમાંચક ‘ભારત-ભુતાન મિસ્ટિક માઉન્ટેન ટુર’ શરૂ કરી રહ્યું છે, જે પ્રવાસીઓને ઉત્તરપૂર્વ ભારત અને પાડોશી દેશ ભુતાનના અફાટ કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સંસ્કૃતિક વારસાનો પરિચય કરાવશે. આ ટુર 28 જૂને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે.
ભુતાન જતાં પહેલાં પ્રવાસીઓને ઉત્તર-પૂર્વના જોવાલાયક સ્થળોએ લઈ જવાશે
– દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થનારી રેલયાત્રા સૌથી પહેલાં ઉત્તરપૂર્વ ભારતના પ્રવેશદ્વાર ગણાતા ગુવાહાટી સુધી લઈ જશે. ત્યાં પહોંચ્યા પછી પ્રવાસીઓને નીલાચલ હિલ્સની ટોચ પર આવેલા ‘કામાખ્યા મંદિર’ની મુલાકાતે લઈ જવાશે.