gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત? | /karachi regu…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત? | /karachi regu…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan Karachi Earthquake: પાકિસ્તાનની ટોચના શહેર કરાચીમાં છેલ્લા બે દિવસમાં ભૂકંપના 26 આચંકા અનુભવાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો રાત્રે પણ ઘરમાં જતાં ડરી રહ્યા હતાં. જેના પગલે પાકિસ્તાનમાં જુમા (શુક્રવાર)ના રોજ કયામત (આફત) આવવાની અટકળો વહેતી થઈ હતી. કરાચીમાં છેલ્લા કેટલાક સમયથી ગમે ત્યારે ભૂકંપ અને વરસાદ આવી રહ્યો છે. 

પાકિસ્તાનના હવામાન વિભાગ પાકિસ્તાન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લા 48 કલાકમાં ભૂકંપના હળવા-હળવા 26 આચંકા અનુભવાયા છે. આ આચંકા હજુ પણ ચાલુ છે. અમુક નિષ્ણાતોએ જણાવ્યું છે કે, ભૂકંપનો આ સિલસિલો જુમા (શુક્રવાર)ના રોજ મોટા આચંકામાં બદલાઈ શકે છે. જેના લીધે કરાચીના લોકો ભયભીત બન્યા છે. કરાચી યુનિવર્સિટીના ભૂગોળ વિભાગના પ્રોફેસર ડો. ઈમરાન અહમદ ખાને જણાવ્યું કે, હાલ ઈન્ડિયન, યુરેશિયન અને અરેબિયન પ્લેટ્સ વચ્ચે સંતુલન ખોરવાયુ છે. જેથી કરાચીમાં ભૂકંપની ઘટના વધી છે. રવિવાર રાતથી કરાચી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપની તીવ્રતા ઓછીથી મધ્યમ રહી છે. રિએક્ટર સ્કેલ પર 2.1થી 3.6ની તીવ્રતા નોંધાઈ છે.

સૌથી વધુ 3.6ની તીવ્રતાનો ભૂકંપ

કરાચીમાં સૌથી વધુ 3.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રવિવારે રાત્રે શહેરમાં મલીર જેલની એક દિવાલ ધરાશાયી થઈ હતી. જેના લીધે 216 કેદીઓ જેલમાંથી ફરાર થયા હતા. પાકિસ્તાન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટે લોકોને અપીલ કરી છે કે, તે અફવાઓ પર ધ્યાન ન આપે. ભૂકંપના આચંકાઓ ધીમે-ધીમે શાંત થઈ જશે. ભયભીત થવાની જરૂર નથી. ઉલ્લેખીય છે, 48 કલાકમાં ભૂકંપના 26 આચંકાઓના કારણે સોશિયલ મીડિયા પર ‘પાકિસ્તાનમાં કયામત આવવાની’ અફવાઓએ જોર પકડ્યું છે.

2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત? 2 - image 

આગામી ત્રણ દિવસ સુધી ભૂકંપના હળવા આચંકા ચાલુ રહેશે

પીએમડીના ડિરેક્ટર જનરલ મહર સાહિબજાદ ખાને જણાવ્યું કે, આગામી બેથી ત્રણ દિવસ સુધી કરાચીમાં ભૂકંપના હળવા આચંકા અનુભવાશે. અને ભૂકંપની તીવ્રતા ઘટવાની સાથે સ્થિતિમાં સુધારો થશે. શહેરમાં સતત ભૂકંપના આચંકાના કારણે એક ખાનગી પાકિસ્તાની ભૂવિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, તેણે કરાચીમાં આવેલા ભૂકંપની ભવિષ્યવાણી અગાઉથી જ કરી દીધી હતી કે, શુક્રવારે અને શનિવારની રાત્રે એક મોટો ભૂકંપ આવવાનો છે.

ભૂકંપની આગાહીના કારણે લોકોમાં ભય

અર્થક્વેક એન્ડ રિસર્ચ સેન્ટરના સીઈઓ શાહબાઝ લધારીએ દાવો કર્યો છે કે, તેમની ટીમે કરાચીમાં હાલમાં જ નોંધાયેલા ભૂકંપની અગાઉથી જ આગાહી કરી દીધી હતી. અમે કહ્યું હતું કે, શુક્રવાર અને શનિવારની રાત કરાચીવાસીઓ માટે મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે ભૂકંપનો મોટો ભયાવહ આચંકો આવવાનો છે. સિંધ સરકારે પહેલાંથી જ આગાહીને માન્ય ગણી લોકોને એલર્ટ કરી દેવાના હતાં. કરાચીના કોરંગી અને માલિર વિસ્તારમાં નાની-નાની ફોલ્ટ લાઈન છે. જે ભૂકંપનું કારણ બની છે. 

મુખ્યમંત્રીના નિવેદનથી ભયનો માહોલ

સિંધ પ્રાંતના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે જણાવ્યું કે, ‘આવા નાના-નાના ભૂકંપના આચંકા મોટા આચંકાથી રક્ષણ આપે છે. જો કે, ઘણી વખત એક શક્તિશાળી ભૂકંપ નોંધાય તે પહેલાં નાના-નાના આચંકાઓ અનુભવાય છે. જેથી સૌએ એલર્ટ રહેવું જોઈએ. હું આ મુદ્દે ભૂકંપના નિષ્ણાતો સાથે વાત કરી રહ્યો છું.’ મુખ્યમંત્રીના આ નિવેદનથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. 

2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત? 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, CM યોગી પહોંચ્ય…

અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, CM યોગી પહોંચ્ય...

કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ | will shashi tharoo…

કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ | will shashi tharoo...

શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? જાણો 11 લોકોના મોતના મુખ્ય ચાર કારણ | bangalore chinnasw…

શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? જાણો 11 લોકોના મોતના મુખ્ય ચાર કારણ | bangalore chinnasw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના કોઠ ગામે ગેસ સિલિન્ડર લીકેજ થતા મકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in house due to ga…

ધોળકાના કોઠ ગામે ગેસ સિલિન્ડર લીકેજ થતા મકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in house due to ga…

1 month ago
‘કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું’, દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિ…

‘કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું’, દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિ…

8 months ago
જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, ‘માઉન્ટ તારા’ નામ આપ્યુ…

જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, ‘માઉન્ટ તારા’ નામ આપ્યુ…

7 months ago
પાવાગઢથી પરત ફરતા પરિવારને ભીટોડી હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણ બાળકોના મોત, 9 લોકોને ઈજા | pavagadh …

પાવાગઢથી પરત ફરતા પરિવારને ભીટોડી હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણ બાળકોના મોત, 9 લોકોને ઈજા | pavagadh …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News