BSF New Uniform : દેશની સુરક્ષા કરી રહેલા BSFના જવાનોની સુરક્ષા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જવાનો ડિજિટલ પેટર્ન આધારીત તૈયાર કરાયેલા નવા યુનિફોર્મમાં જોવા મળશે. બીએસએફનો આ નવો યુનિફોર્મ ટુંક સમયમાં તૈયાર થઈ જશે. તેમના યુનિફોર્મમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉના યુનિફોર્મની તુલનાએ નવો યુનિફોર્મ વધુ આરામદાયક હશે. તેમાં રંગોનું પણ વિશેષ ધ્યાન રખાયું છે.