– કેન્દ્રનું વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ કરવાના મુદ્દે જાહેરનામુ
– હિમાલયન પટ્ટામાં 2026માં, બાકીના દેશમાં 2027માં વસતી ગણતરી, રૂ. 13,000 કરોડના ખર્ચનો અંદાજ
– આધુનિક એપ અને ડિજિટલ ઉપકરણો સાથે જનગણના થશે અને તેના એપ્સ દેશની કુલ 16 ભાષામાં ઉપલબ્ધ થશે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતની વસ્તી ગણતરી ૨૦૨૭ના વર્ષ દરમિયાન કરવામાં આવશે. દેશમાં હિમાલયન બેલ્ટના પ્રદેશો લદાખ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં વસ્તી ગણતરી પહેલી ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થશે.