અમેરિકાના ૭૦ ટકા સુધી ટેરિફ લાગુ થનાર દેશો જાહેર કરવા પર વિશ્વની નજર
મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં જ જે તે દેશો પર લાગુ થનારી અમેરિકાના ૭૦ ટકા સુધી ટેરિફ જાહેર કરનાર હોઈ એના પર વિશ્વની નજર વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં ખાસ યુરોપના બજારોમાં નરમાઈ સાથે એશીયાના ઘણા બજારોમાં સપ્તાહના અંતે સાવચેતી રહી હતી. અલબત ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ ફાઈનલ થઈ ગઈ હોવાના અને ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રે આયાત અંકુશો દૂર નહીં કરવા મક્કમ હોવાના અહેવાલ સાથે ભારતની તરફેણમાં ડિલ રહેવાની અને ભારતની અમેરિકામાં નિકાસો આગામી દિવસોમાં બમણી થવાની અપેક્ષાના અહેવાલ વચ્ચે ભારતીય શેર બજારોમાં આજે મજબૂતી જોવાઈ હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ આરંભિક કલાકોમાં વોલેટીલિટી જોવાયા બાદ છેલ્લા કલાકમાં ફંડોએ ઓઈલ-ગેસ શેરોની આગેવાનીએ તેજી કરી હતી. આ સાથે બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ૮૩૪૭૮થી ૮૩૦૧૫ વચ્ચે અથડાઈ અંતે ૧૯૩.૪૨ પોઈન્ટ વધીને ૮૩૪૩૨.૮૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૫૩૩૧થી ૨૫૪૭૧ વચ્ચે અથડાઈ અંતે ૫૫.૭૦ પોઈન્ટ વધીને ૨૫૪૬૧ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૫૩ પોઈન્ટ ઉછળ્યો : બીપીસીએલ, આઈઓસી, એચપીસીએલમાં આકર્ષણ
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા તરફી ટ્રેન્ડની સાથે વિશ્વ બજારમાં ક્રુડના ભાવ ૬૦ ડોલરની અંદર ઉતરી જવાની આગાહીએ ભારત માટે પોઝિટીવ ડેવલપમેન્ટની શકયતાએ ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી કરી હતી. બ્રેન્ટ ક્રુડ ૫૫ સેન્ટ ઘટીને ૬૮.૨૫ ડોલર પ્રતિ બેરલ, ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૫૨ સેન્ટ ઘટીને ૬૬.૪૮ ડોલર નજીક રહ્યા હતા. બીપીસીએલ રૂ.૧૫.૦૫ વધીને રૂ.૩૪૬.૩૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૭.૦૫ વધીને રૂ.૨૨૬.૨૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૩.૮૫ વધીને રૂ.૧૫૧.૬૫, એચપીસીએલ રૂ.૮.૨૦ વધીને રૂ.૪૪૪.૬૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮.૪૫ વધીને રૂ.૧૫૨૭.૪૦, ઓએનજીસી રૂ.૧.૩૦ વધીને રૂ.૨૪૫.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૫૨.૭૫ પોઈન્ટ વધીને ૨૮,૩૫૬.૫૩ બંધ રહ્યો હતો.
આઈસીઆઈસીઆઈ બેંકમાં ફંડો ફરી લેવાલ : મુફિન ગ્રીન ફાઈ., મુથુટ, સીએસબી બેંક, કેર રેટિંગ્સ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે છેલ્લે ઘટાડે વેલ્યુબાઈંગ કર્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંકમાં ફંડો ફરી ખરીદદાર બનતાં શેર રૂ.૧૬.૪૫ વધીને રૂ.૧૪૪૨.૬૫ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૭.૨૫ વધીને રૂ.૧૧૭૭.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૭૫ વધીને રૂ.૮૧૧.૮૫ રહ્યા હતા. આ સાથે મુફિન ગ્રીન ફાઈનાન્સ રૂ.૫.૮૯ વધીને રૂ.૮૬.૪૨, નોર્થન આર્ક રૂ.૧૬.૯૦ વધીને રૂ.૨૫૬.૭૦, મુથુટ માઈક્રોફિન રૂ.૯.૩૦ વધીને રૂ.૧૫૩.૯૫, સીએસબી બેંક રૂ.૧૮.૨૫ વધીને રૂ.૪૧૨.૭૦, સ્પન્દનાસ્ફૂર્તિ રૂ.૧૦.૪૫ વધીને રૂ.૨૮૭.૬૫, ક્રેડિટ એક્સેસ રૂ.૫૫.૩૫ વધીને રૂ.૧૨૯૬.૭૫, કેર રેટિંગ્સ રૂ.૫૪.૫૫ વધીને રૂ.૧૯૨૧.૨૫ રહ્યા હતા.
અમેરિકાના ભારત પર ટેરિફ પૂર્વે ફાર્મા શેરોમાં તેજી : જીપીટી હેલ્થ, બ્લુજેટ, મેનકાઈન્ડ, સનોફી વધ્યા
ભારતથી આયાત થતી દવાઓ, ફાર્મા પ્રોડક્ટસ પર અમેરિકા ઓછી ટેરિફ લાગુ કરે એવી શક્યતાએ આજે ફંડોએ હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ખરીદી કરી હતી. જીપીટી હેલ્થ રૂ.૬.૭૫ વધીને રૂ.૧૫૪.૭૫, કોહેન્સ રૂ.૩૭.૧૫ વધીને રૂ.૧૦૪૩.૮૦, એચસીજી રૂ.૧૮.૭૦ વધીને રૂ.૫૬૬.૪૦, મેનકાઈન્ડ રૂ.૭૫.૮૦ વધીને રૂ.૨૪૩૯.૩૦, સનોફી કન્ઝયુમર હેલ્થકેર ઈન્ડિયા રૂ.૧૬૪.૯૫ વધીને રૂ.૫૩૬૧.૭૦, કોવઈ રૂ.૧૮૦.૯૫ વધીને રૂ.૬૧૩૦.૩૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૫.૦૫ વધીને રૂ.૧૧૯૦.૬૦, ન્યુલેન્ડ લેબ રૂ.૩૪૮.૮૦ વધીને રૂ.૧૧,૯૯૮.૮૫, ગ્લેનમાર્ક રૂ.૪૮.૬૫ વધીને રૂ.૧૮૩૧.૫૦, નાટકો ફાર્મા રૂ.૨૪.૭૫ વધીને રૂ.૯૯૮.૩૦ રહ્યા હતા.
માસ્ટેક રૂ.૧૨૬ વધીને રૂ.૨૫૪૫ : ડાટામેટિક્સ, ન્યુક્લિયસ, એમ્ફેસીસ, ઈન્ફોસીસ, વિપ્રોમાં આકર્ષણ
આઈટી કંપનીઓના જૂન અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે ફંડોએ આજે પસંદગીના આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ખરીદી કરી હતી. માસ્ટેક રૂ.૧૨૬.૧૦ વધીને રૂ.૨૫૪૫.૪૫, ડાટામેટિક્સ રૂ.૨૫.૬૫ વધીને રૂ.૬૪૮.૦૫, ન્યુક્લિયસ રૂ.૩૩.૬૫ વધીને રૂ.૧૨૦૦.૭૫, એમ્ફેસીસ રૂ.૪૧.૯૫ વધીને રૂ.૨૯૨૩.૫૫, ઈન્ફોસીસ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૬૪૦.૨૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૪.૭૫ વધીને રૂ.૩૩૯.૭૫, વિપ્રો રૂ.૨.૯૫ વધીને રૂ.૨૭૦.૦૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૭૦.૨૫ વધીને રૂ.૯૦૯૮.૨૫, કોફોર્જ રૂ.૧૨.૨૫ વધીને રૂ.૧૯૪૯.૬૫ રહ્યા હતા.
બોશ રૂ.૧૫૩૭ વધીને રૂ.૩૫,૯૨૬ : બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ, બજાજ ઓટોમાં આકર્ષણ
ઓટોમોબાઈલ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. બોશ રૂ.૧૫૩૭.૭૫ વધીને રૂ.૩૫,૯૨૬.૨૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૧.૫૫ વધીને રૂ.૨૬૧૨.૧૫, ભારત ફોર્જ રૂ.૧૫.૯૦ વધીને રૂ.૧૩૧૪.૪૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૩૨ વધીને રૂ.૨૯૮૬.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૩૧.૮૦ વધીને રૂ.૪૩૪૬, બજાજ ઓટો રૂ.૪૭.૨૫ વધીને રૂ.૮૪૩૧.૩૫ રહ્યા હતા.
જિન્દાલ સ્ટેનલેસ, ટાટા સ્ટીલ, સેઈલ, એપીએલ અપોલો, અદાણી એન્ટરપ્રાઈસીઝમાં પ્રોફિટ બુકિંગ
મેટલ-માઈનીંગ શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૭.૩૦ ઘટીને રૂ.૬૮૦.૩૫, ટાટા સ્ટીલ રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૬૩, સેઈલ રૂ.૧.૭૦ ઘટીને રૂ.૧૩૪.૭૦, એપીએલ અપોલો રૂ.૮.૧૦ ઘટીને રૂ.૧૭૨૧.૩૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨.૩૦ ઘટીને રૂ.૨૫૯૮.૯૫, જિન્દાલ સ્ટીલ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૯૫૨.૮૫ રહ્યા હતા.
છેલ્લા કલાકમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી વધતાં માર્કેટબ્રેઝથ પોઝિટીવ : ૨૨૦૨ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે છેલ્લા કલાકમાં બજાર ઝડપી રિકવર થવા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની લેવાલી વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૮૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૦૯થી વધીને ૨૨૦૨ અને ઘટનારની સંખ્યા ૨૦૦૧થી ઘટીને ૧૮૪૫ રહી હતી.
FPIs/FIIની રૂ.૭૬૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૦૨૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૭૬૦.૧૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૭૫૧૭.૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૨૭૭.૯૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૦૨૮.૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૦,૩૦૫.૪૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૩૩૪.૩૨ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯૭ હજાર કરોડ વધીને રૂ.૪૬૧.૨૩ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ છેલ્લી ઘડીમાં ઝડપી રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના પણ શેરોમાં લેવાલી વધતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૯૭ હજાર કરોડ વધીને રૂ.૪૬૧.૨૩ લાખ કરોડ રહ્યંજ હતું.