રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ઈરાન યુદ્ધએ ચિંતા વધારી
ગડકરીના મતે યુદ્ધમાં આધુનિક શસ્ત્રોના ઉપયોગથી માનવજાતના અસ્તિત્વ સામે જોખમ ઊભુ થયુ છે
નાગપુર: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ બીયોન્ડ બોર્ડર્સ પુસ્તકના વિમોચન પ્રસંગે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના યુદ્ધોનો ઉલ્લેખ કરીને વધતા વૈશ્વિક તણાવ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી કે તાનાશાહી મહાસત્તાઓ પ્રેરિત સતત ચાલી રહેલા સંઘર્ષને કારણે એક અસ્થિર ભૌગોલિક-રાજનૈતિક વાતાવરણ બની ગયું છે જેના કારણે કોઈપણ ઘડીએ વિશ્વ યુદ્ધ ફાટી શકે છે. ગડકરીએ વિશ્વમાં સૌહાર્દ, તાલમેલ અને પ્રેમ ઘટવા વિશે ચિંતા વ્યક્ત કરીને તેના માટે નિરંકુશ વૈશ્વિક શક્તિઓને જવાબદાર ગણાવી.