
RSS Hindu Sammelan : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની દિલ્હી ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં દેશની સુરક્ષા સાથે સાથે મણિપુરની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. હાલમાં મણિપુરની પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે, જોકે પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. સંઘનું કહેવું છે કે, દેશ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કરી રહ્યો છે. સંઘ આ વિકાસને દરેક દૃષ્ટિએ સર્વસમાવેશક બનાવવા માટે કામ કરશે. એ માટે દરેક મંડળ અને દરેક વસાહતમાં હિન્દુ પરિષદોનું આયોજન કરવામાં આવશે.










