gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 10 પોઈન્ટ વધીને 83442 | Sensex ends narrow range up 10 points at 83 442

G METRO NEWS by G METRO NEWS
July 8, 2025
in Business
0 0
0
સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 10 પોઈન્ટ વધીને 83442 | Sensex ends narrow range up 10 points at 83 442
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૯, જુલાઈ સુધીમાં ટ્રેડ ડિલ નહીં કરનારા દેશો માટે આકરી ટેરિફ લાગુ કરવાની મુદ્દતને લંબાવીને ૧,ઓગસ્ટ  જાહેર કર્યા સામે આજે-રાત્રે કેટલાક દેશો સાથેની ટ્રેડ ડિલ જાહેર થવાની અપેક્ષા અને બીજી તરફ ભારત સાથે ડિલ જાહેર થતાં પૂર્વે ટ્રમ્પે બ્રિક્સ દેશોની અમેરિકી વિરોધી નીતિને અનુસરનારા દેશો પર વધારાની ૧૦ ટકા ટેરિફ લાદવાની આપેલી ચીમકી વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી. ભારત સાથે કેટલા દરે ૧૫, ૨૦ કે ૨૬ ટકા ટેરિફ પર ડિલ થશે એની અનિશ્ચિતતા, અટકળો વચ્ચે નવી લોંગ પોઝિશનથી ફંડો દૂર રહ્યા હતા. જ્યારે બીજી તરફ અમેરિકી જાયન્ટ જેને સ્ટ્રીટ સામે સેબીના પ્રતિબંધાત્મક પગલાં અને રૂ.૪૮૪૦ કરોડ જપ્ત કરવાના આદેશને લઈ આ તપાસનો રેલો હજુ નવા ફંડો પર આવવાની અટકળોએ ફોરેન ફંડો નવી પોઝિશનથી દૂર રહી પોઝિશન હળવી કરવાનું પસંદ કરતાં જોવાયા હતા. ફંડોએ આજે પસંદગીના એફએમસીજી શેરોમાં તેજી કર્યા સામે કેપિટલ ગુડઝ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. સેન્સેક્સ ૮૩૫૧૭થી ૮૩૨૬૨ વચ્ચે અથડાઈ અંતે ૯.૬૧ પોઈન્ટ વધીને ૮૩૪૪૨.૫૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૫૪૯૦થી ૨૫૪૦૭ વચ્ચે અથડાઈ અંતે ૦.૩૦ પોઈન્ટ વધીને ૨૫૪૬૧.૩૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૨૨ પોઈન્ટ ઘટયો : ભારત ઈલેક્ટ્રોનિક્સ, આઈનોક્સ વિન્ડ, પાવર ઈન્ડિયા ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૨૧.૫૩ પોઈન્ટ ઘટીને ૭૨૦૦૦.૮૮ બંધ રહ્યો હતો. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૪૧૭.૦૫, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૮૦ ઘટીને રૂ.૧૭૬.૩૦, પાવર ઈન્ડિયા રૂ.૪૦૯.૧૫ ઘટીને રૂ.૧૯,૫૫૭.૬૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૯૮૧.૨૫, ભારત ડાયનામિક્સ રૂ.૩૩.૨૦ ઘટીને રૂ.૧૯૪૪.૧૦, મઝગાંવ ડોક રૂ.૫૨.૭૫ ઘટીને રૂ.૩૨૭૫.૨૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૫.૨૫ ઘટીને રૂ.૯૬૩.૩૦, ભેલ રૂ.૩.૯૦ ઘટીને રૂ.૨૫૬.૨૫, કિર્લોસ્કર એન્જિનિયરિંગ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૮૪૭.૩૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૮.૫૦ ઘટીને રૂ.૮૫૬૧.૨૫ રહ્યા હતા.

મેટલ શેરોમાં સાવચેતી : નાલ્કો, હિન્દુસ્તાન ઝિંક, લોઈડ્સ મેટલ, હિન્દાલ્કો, વેદાન્તામાં પ્રોફિટ બુકિંગ

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ ઉછાળે વેચવાલ બનતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૦.૭૪ પોઈન્ટ ઘટીને ૩૧૬૬૩.૯૭ બંધ રહ્યો હતો. નાલ્કો રૂ.૩.૬૦ ઘટીને રૂ.૧૮૮.૫૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૭૫ ઘટીને રૂ.૪૩૭.૨૫, લોઈડ્સ મેટલ રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૧૫૨૯.૧૫, હિન્દાલ્કો રૂ.૬.૮૫ ઘટીને રૂ.૬૯૨.૫૦, વેદાન્તા રૂ.૪.૫૦ ઘટીને રૂ.૪૫૪.૩૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૫.૫૦ ઘટીને રૂ.૨૫૭૩.૪૫ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં પસંદગીનું આકર્ષણ : હિન્દુસ્તાન ફૂડ, ગોદરેજ કન્ઝયુમર, હિન્દુસ્તાન યુનિલિવર વધ્યા

એફએમસીજી શેરોમાં પણ ફંડોનું આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૦૧.૭૧ પોઈન્ટ વધીને ૨૦૪૭૭.૫૪ બંધ રહ્યો હતો. ફ્લેર રૂ.૨૦.૯૫ વધીને રૂ.૨૯૦.૫૦, હિન્દુસ્તાન ફૂડ રૂ.૪૧.૬૫ વધીને રૂ.૫૮૧, ગોદરેજ કન્ઝયુમર રૂ.૭૫.૫૦ વધીને રૂ.૧૨૬૮.૩૦, બજાજ કન્ઝયુમર રૂ.૧૨.૦૫ વધીને રૂ.૨૩૨.૭૫, બેક્ટર ફૂડ રૂ.૫૫.૭૫ વધીને રૂ.૧૪૧૧.૫૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૭૦.૫૦ વધીને રૂ.૨૪૧૦.૩૦, ધામપુર સુગર રૂ.૪.૩૫ વધીને રૂ.૧૫૭, બન્નારી અમાન સુગર રૂ.૯૫ વધીને રૂ.૩૯૯૫, ઈમામી રૂ.૧૩.૩૦ વધીને રૂ.૫૭૫.૫૫, બ્રિટાનીયા રૂ.૧૧૪.૨૦ વધીને રૂ.૫૮૮૩.૧૦, બલરામપુર ચીની રૂ.૯.૮૦ વધીને રૂ.૬૦૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૩૦.૯૦ વધીને રૂ.૨૪૨૨.૯૫, અવધ સુગર રૂ.૫.૬૦ વધીને રૂ.૫૦૨.૦૫ રહ્યા હતા.

આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : ક્વિક હિલ ટેક., ઓનવર્ડ ટેકનો, નેલ્કો, ૬૩ મૂન્સ, આઈકેએસ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં કંપનીઓના પરિણામોની સાથે સાથે આઉટલૂક મામલે અનિશ્ચિતતાએ ફંડો હળવા થયા હતા. ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૫.૨૦ ઘટીને રૂ.૩૮૯.૦૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૩૨૭, નેલ્કો રૂ.૨૮.૪૦ ઘટીને રૂ.૯૭૩.૬૦, આઈકેએસ રૂ.૩૩ ઘટીને રૂ.૧૫૬૪.૯૦, ટેક મહિન્દ્રા રૂ.૩૦.૩૫ ઘટીને રૂ.૧૬૨૪.૭૦, એમ્ફેસીસ રૂ.૫૦.૫૫ ઘટીને રૂ.૨૮૭૩, નેટવેબ રૂ.૩૧.૪૦ ઘટીને રૂ.૧૭૯૨, ઓરેકલ ફિનસર્વ રૂ.૯૨.૩૫ ઘટીને રૂ.૯૦૦૫.૯૦ , ઈન્ફોસીસ રૂ.૧૫.૨૦ ઘટીને રૂ.૧૬૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૧૭૧૦.૫૫  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૯.૨૬ પોઈન્ટ ઘટીને ૩૮૦૬૭.૮૧ બંધ રહ્યો હતો.

થાયરોકેર રૂ.૬૫ વધી રૂ.૧૦૮૫ : મેટ્રોપોલિસ રૂ.૯૦, આરપીજી લાઈફ રૂ.૧૨૭, બ્લિસ જીવીએસ રૂ.૭ વધ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. થાયરોકેર રૂ.૬૪.૬૦ વધીને રૂ.૧૦૮૫, મેટ્રોપોલિસ રૂ.૮૯.૭૫ વધીને રૂ.૧૮૬૩.૬૫, આરપીજી લાઈફ રૂ.૧૨૭.૩૦ વધીને રૂ.૨૬૫૧.૪૫, બ્લિસ જીવીએસ રૂ.૭ વધીને રૂ.૧૬૩, સુવેન રૂ.૧૨.૭૦ વધીને રૂ.૨૬૭.૪૫, ઈપ્કા લેબ રૂ.૩૨.૬૫ વધીને રૂ.૧૪૫૭.૫૦, મેદાન્તા રૂ.૧૬.૬૫ વધીને રૂ.૧૨૦૦ રહ્યા હતા.

હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૩૧ વધી રૂ.૨૦૯૫ : મધરસન, આઈશર મોટર્સ, એક્સાઈડ, બજાજ ઓટો મજબૂત

ઓટોમોબાઈલ શેરોમાં આજે પસંદગીની ખરીદી સામે કેટલાક શેરોમાં વેચવાલી રહી હતી. હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૩૧.૧૦ વધીને રૂ.૨૦૯૫, મધરસન સુમી રૂ.૧.૩૫ વધીને રૂ.૧૫૫.૨૦, આઈશર મોટર્સ રૂ.૪૫.૪૫ વધીને રૂ.૫૬૭૨.૨૫, એક્સાઈડ રૂ.૨.૫૦ વધીને રૂ.૩૮૬.૨૦, બજાજ ઓટો રૂ.૧૯.૬૫ વધીને રૂ.૮૪૫૧ રહ્યા હતા.

FPIs/FIIની કેશમાં રૂ.૩૨૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૮૫૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે  સોમવારે શેરોમાં કેશમાં રૂ.૩૨૧.૧૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૮૫૩.૩૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…
Business

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…

February 14, 2026
રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…
Business

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

February 14, 2026
એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…
Business

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

February 14, 2026
Next Post
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના જ ખરાબ થઈ ગયો સિબિલ સ્કોર? RBIના આ બે નિયમો જાણી લેજો | Didn’t use …

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના જ ખરાબ થઈ ગયો સિબિલ સ્કોર? RBIના આ બે નિયમો જાણી લેજો | Didn't use ...

હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્…

હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે... કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્...

શેરબજારમાં રિટેલ રોકાણકારો રાતા પાણીએ રડ્યા, F&O સેગમેન્ટમાં 1.06 લાખ કરોડનું નુકસાન | retail fo tra…

શેરબજારમાં રિટેલ રોકાણકારો રાતા પાણીએ રડ્યા, F&O સેગમેન્ટમાં 1.06 લાખ કરોડનું નુકસાન | retail fo tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આખરે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની રીસ્ટોરેશન, રીનોવેશન કરવાની કામગીરીની પ્રક્રિયા શરૂ થઈ | Fina…

આખરે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની રીસ્ટોરેશન, રીનોવેશન કરવાની કામગીરીની પ્રક્રિયા શરૂ થઈ | Fina…

2 months ago
ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and …

ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and …

10 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નડિયાદના કમળા ઓવરબ્રિજ નીચે પીઓપીની 110 મૂર્તિઓ ઝડપાઈ

6 months ago
ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News