gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in Business
0 0
0
ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે મામલો શાંત બની રહ્યો હોઈ અને હોર્મુઝ માર્ગે ફરી ક્રુડ ઓઈલ સહિતના જહાજોનું વહન ચાલુ થઈ જતાં અને ઈરાનના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન મુલાકાતના આમંત્રણ સાથે વિલંબ બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના પોઝિટીવ પરિબળો તેમ જ એઆઈના વેલ્યુએશન મામલે ચિંતાએ ફરી આઈટી કંપનીઓના ઉદ્યોગ માટે મજબૂત આઉટલૂકને લઈ આજે ફંડો ફરી શેરોમાં તેજીમાં આવ્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે ઈન્ફોસીસના નંદન નિલકેનીના પોઝિટીવ નિવેદન અને વૈશ્વિક મોરચે નાસ્દાકમાં કડાકા બાદ રિકવરી સાથે ઘર આંગણે બેંકિંગ ક્ષેત્રે  વ્યાજ દર વધારાની ટૂંક સમયમાં શક્યતાનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર દ્વારા ઈન્કારને લઈ ચિંતા હળવી થઈ ધિરાણ વૃદ્વિને વેગ મળવાના સંકેતોએ આજે ફંડો આઈટી સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ખાસ ખાનગી બેંક શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા હતા. ખાનગી બેંક, આઈટી શેરો સાથે ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. અલબત કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ઓટો શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૭૯૦.૫૪ પોઈન્ટ ઉછળીને ૭૬૯૯૧.૨૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૯૭.૫૫ પોઈન્ટ વધીને ૨૪૦૨૧.૬૫ બંધ રહ્યા હતા.

ખાનગી બેંક શેરોમાં તેજીએ  બેંકેક્સ ૧૧૪૮ ઉછળ્યો : એયુ બેંક, આઈસીઆઈસીઆઈ, ઈન્ડસઈન્ડ ઉછળ્યા

ખાનગી બેંક શેરોમાં આજે ફંડોની આક્રમક ખરીદી સાથે ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ફંડો તેજીમાં આવ્યા હતા. એયુ સ્મોલ બેંક રૂ.૪૧.૧૫ ઉછળીને રૂ.૧૦૬૭.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૫.૯૫ વધીને રૂ.૧૩૭૪, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૨.૪૦ વધીને રૂ.૯૨૭.૪૫, એચડીએફસી બેંક રૂ.૧૮.૬૫ વધીને રૂ.૭૯૩.૧૫, ફેડરલ બેંક રૂ.૫.૫૦ વધીને રૂ.૩૨૫.૩૫, એક્સિસ બેંક રૂ.૨૧.૫૫ વધીને રૂ.૧૩૮૪.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪.૯૫ વધીને રૂ.૪૦૬.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૦.૬૫ વધીને રૂ.૧૦૩૪.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ૧૧૪૮.૧૨ પોઈન્ટ વધીને ૬૫૫૮૦.૫૩ બંધ રહ્યો હતો.

ફાઈનાન્સ શેરોમાં પાઈનલેબ્સ, મહિન્દ્રા ફાઈનાન્સ, ક્રેડિટ એક્સેસ, ફાઈવપૈસા, મુથુટ માઈક્રો ફીન વધ્યા

ફાઈનાન્સ અને અન્ય બેંકિંગ શેરોમાં પાઈનલેબ્સ રૂ.૧૧.૨૫ વધીને રૂ.૧૬૧.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૯.૭૫ વધીને રૂ.૩૧૧.૧૦, ક્રેડિટ એક્સેસ રૂ.૮૯.૮૫ વધીને રૂ.૧૪૫૯.૫૫, મુથુટ માઈક્રો ફાઈનાન્સ રૂ.૧૧.૬૦ વધીને રૂ.૨૧૩.૩૫, ફાઈવપૈસા રૂ.૧૫.૧૦ વધીને રૂ.૩૫૧.૦૫, ઈન્ડોસ્ટાર રૂ.૧૫.૧૫ વધીને રૂ.૨૬૦ રહ્યા હતા.

રામકો સિસ્ટમ રૂ.૧૧૨, એડીએસએલ રૂ.૧૦, ઓરેકલ રૂ.૬૧૧, ટેક મહિન્દ્રા રૂ.૪૬ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ગઈકાલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઓવર વેલ્યુએશનને લઈ કડાકો બોલાયા બાદ આજે ઈન્ફોસીસ સહિતે ઉદ્યોગ માટે આઉટલૂક પોઝિટીવ રજૂ કરતાં અને એસ્સેન્ચર દ્વારા ભારતમાં હૈદરાબાદ ખાતે મોટી જગ્યા લીઝ પર લીધા સહિતના પોઝિટીવ સમાચારોએ ફંડો ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીનું વેલ્યુબાઈંગ થયું હતું. રામકો સિસ્ટમ્સ રૂ.૧૧૨.૧૦ વધીને રૂ.૬૭૨.૬૦, એડીએસએલ રૂ.૯.૫૫ વધીને રૂ.૧૨૯.૨૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૬૧૦.૮૦ વધીને રૂ.૧૦,૪૭૨.૧૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૨.૬૫ વધીને રૂ.૨૬૯.૪૫, ટેક મહિન્દ્રા રૂ.૪૫.૯૫ વધીને રૂ.૧૪૬૧.૨૫, નેટવેબ રૂ.૧૪૭.૯૫ વધીને રૂ.૫૦૭૪.૧૫, ઈન્ફોસીસ રૂ.૨૬.૯૦ વધીને રૂ.૧૦૫૬.૪૫, ટીસીએસ રૂ.૪૮.૬૦ વધીને રૂ.૨૧૦૮.૭૫, યુનિઈકોમ રૂ.૨.૨૮ વધીને રૂ.૯૦.૭૧, પ્રોટીઅન રૂ.૧૨.૫૦ વધીને રૂ.૬૦૭.૭૦, પર્સિસ્ટન્ટ રૂ.૮૯.૨૫ વધીને રૂ.૪૯૨૯.૧૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૫૦ તૂટયો : જીઈ વનોવા રૂ.૩૩૮ તૂટયો : પાવર ઈન્ડિયા, ડાટાપેટર્નસ ઘટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. હોર્મુઝ માર્ગ ખુલતાં પેટ્રોલિયમ સહિતની આયાત સરળ બનવાના અને પાવર ક્ષેત્રે માંગ હળવી બનવાની સાથે ચોમાસાની વિલંબ છતાં ધમાકેદાર એન્ટ્રીએ ચિંતા હળવી થવા સામે પાવર-કેપિટલ ગુડઝ ક્ષેત્રે ફંડો હળવા થયા હતા. જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૩૩૭.૬૫ તૂટીને રૂ.૫૦૫૫.૮૫, પાવર ઈન્ડિયા રૂ.૨૦૪૩.૩૦ તૂટીને રૂ.૩૪,૦૩૪.૩૫, ડાટાપેટર્નસ રૂ.૨૧૩.૮૦ તૂટીને રૂ.૪૬૧૮.૬૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૪૮.૨૦ ઘટીને રૂ.૧૧૬૦.૮૦, સિમેન્સ રૂ.૧૨૩ ઘટીને રૂ.૩૫૬૩.૩૫, સીજી પાવર રૂ.૩૦.૧૫ ઘટીને રૂ.૯૧૯.૭૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૭૩.૨૫ ઘટીને રૂ.૫૫૬૧, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૩૧.૮૫ ઘટીને રૂ.૪૩૬૭.૯૫, કેઈઆઈ રૂ.૧૫૭.૫૫ ઘટીને રૂ.૫૪૧૯.૧૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૭૫.૧૫ ઘટીને રૂ.૬૯૭૮.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૫૦.૬૬ પોઈન્ટ તૂટીને ૮૧૪૬૮.૫૧ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ઘટાડે ફંડોનું વેલ્યુબાઈંગ : બ્રિગેડ, ફિનિક્સ, ઓબેરોય રિયાલ્ટી, લોઢા, પ્રેસ્ટિજ વધ્યા

વરસાદનું આગમન થઈ જતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ફરી બાંધકામ ઉદ્યોગ ધમધમતો થવાની અને પ્રોપર્ટીની માંગ વધવાની અપેક્ષાએ આજે ફંડોએ રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ કર્યું હતું. બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૦.૦૫ વધીને રૂ.૫૪૪.૧૫, ફિનિક્સ રૂ.૫૭.૩૦ વધીને રૂ.૧૯૦૮.૫૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૫૧.૫૦ વધીને રૂ.૧૭૫૫, લોઢા ડેવલપર્સ રૂ.૨૬.૦૫ વધીને રૂ.૯૩૭.૫૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૨૯.૯૦ વધીને રૂ.૧૫૪૧.૨૦, શોભા ડેવલપર્સ રૂ.૨૬.૭૫ વધીને રૂ.૧૪૨૮, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૩૨.૩૦ વધીને રૂ.૧૮૨૩ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૩૬.૪૪ પોઈન્ટ વધીને ૬૪૨૮.૪૪ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલના ભાવમાં નરમાઈએ ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું આકર્ષણ : એચપીસીએલ, બીપીસીએલ વધ્યા

ઈરાન-અમેરિકા યુદ્વના અંતની સમજૂતી સાથે હોર્મુઝ માર્ગે ક્રુડ ઓઈલ સહિતનો પુરવઠો ચાલુ થઈ જતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહેતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી જળવાઈ હતી. એચપીસીએલ રૂ.૧૬.૦૫ વધીને રૂ.૪૧૨.૭૦, બીપીસીએલ રૂ.૭.૨૦ વધીને રૂ.૩૧૫.૭૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૩ વધીને રૂ.૧૪૬.૨૫, પેટ્રોનેટ રૂ.૩.૯૦ વધીને રૂ.૨૮૮.૬૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૨.૮૫ વધીને રૂ.૪૧૮.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૬.૦૫ પોઈન્ટ વધીને ૨૬૬૫૪.૪૯ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં નવી ખરીદીમાં સાવચેતી : ટીઆઈ ઈન્ડિયા, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મારૂતી ઘટયા

ચોમાસાની શરૂઆત છતાં ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડો નવી મોટી ખરીદીમાં  સાવચેત રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૪૮.૫૨ પોઈન્ટ ઘટીને ૫૮૩૨૯.૫૩  બંધ રહ્યો હતો. ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૭.૮૦ ઘટીને રૂ.૩૧૭૦, બજાજ ઓટો રૂ.૨૬૫.૪૫ ઘટીને રૂ.૯૭૫૦, શેફલર રૂ.૯૮.૬૫ ઘટીને રૂ.૪૧૯૮, મારૂતી સુઝુકી રૂ.૨૧૫.૨૦ ઘટીને રૂ.૧૩,૨૩૪.૩૫, હીરો મોટોકોર્પ રૂ.૭૫.૨૦ ઘટીને રૂ.૪૮૯૬.૭૦, ભારત ફોર્જ રૂ.૩૦.૩૫ ઘટીને રૂ.૨૧૨૧, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫ ઘટીને રૂ.૩૪૯.૬૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૬.૦૫ ઘટીને રૂ.૧૯૪૨.૬૫  રહ્યા હતા. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ઘટાડે ટેકો : ડિક્સન, ક્રોમ્પ્ટન, હવેલ્સ, કલ્યાણ જવેલર્સ, ટાઈટન વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોનો ઘટાડે પસંદગીની ખરીદીનો સપોર્ટ મળતો જોવાયો હતો. ડિક્સન ટેકનોલોજી રૂ.૧૬૦.૯૫ વધીને રૂ.૧૨,૦૯૦.૯૫, ક્રોમ્પ્ટન રૂ.૩ વધીને રૂ.૨૭૪.૯૫, હવેલ્સ રૂ.૧૧.૯૦ વધીને રૂ.૧૧૮૬.૩૫, કલ્યાણ જવેલર્સ રૂ.૩.૨૫ વધીને રૂ.૩૭૬.૫૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૦.૪૦ વધીને રૂ.૭૮૪૩.૧૫, ટાઈટન કંપની રૂ.૨૫ વધીને રૂ.૪૩૩૦.૪૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૧૯.૨૦ પોઈન્ટ વધીને ૫૯૮૨૧.૮૮ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૧૬૮ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફરી ફંડોનું વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૪૧  સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૧૪૨૭થી વધીને ૨૧૬૮  અને ઘટનારની સંખ્યા ૨૮૭૮થી ઘટીને ૨૧૦૧  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૮૪૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૬૩૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૮૪૩.૪૦ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૬,૭૪૪.૭૩  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૫૮૮.૧૩ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૬૩૭.૨૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૨૭૪.૦૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૬૩૬.૭૫ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૩૫ લાખ કરોડ વધીને રૂ.૪૭૬.૪૫ લાખ કરોડ થઈ

સેન્સેક્સ, નિફટી બેઝડ ઝડપી રિકવરી સાથે ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૩૫  લાખ કરોડ વધીને રૂ.૪૭૬.૪૫ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four …
Business

ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four …

June 25, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર , અમદાવાદમાં ગટર સાફ કરવા એક વર્ષમાં ૨૬ કરોડથી વધુનું આંધ…

કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર , અમદાવાદમાં ગટર સાફ કરવા એક વર્ષમાં ૨૬ કરોડથી વધુનું આંધ…

4 months ago
ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

3 months ago
‘ભારે ધનબળ અને સત્તા વિરુદ્ધ…’, મહારાષ્ટ્રમાં પરાજય અંગે રાજ ઠાકરેની પ્રથમ પ્રતિક્રિયા | Raj Thack…

‘ભારે ધનબળ અને સત્તા વિરુદ્ધ…’, મહારાષ્ટ્રમાં પરાજય અંગે રાજ ઠાકરેની પ્રથમ પ્રતિક્રિયા | Raj Thack…

5 months ago
વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News