Road Accident In Mahisagar: ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. લુણાવાડા-મોડાસા હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારે એક બાઈક અને અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક મોત થયાં અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, લુણાવાડા-મોડાસા હાઈવે પર પાનમ નદી નજીક પર બે કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયું છે. ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ‘અમદાવાદ પ્લેન ક્રેશનું પાયલટ પર ઠીકરું ફોડાયું…’, મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યાં
ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ લુણાવાડા- મલેકપુર રોડ પર બાઈક અને 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત થતાની સાથે કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.