gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્ર…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ જણાવ્યું હતું કે 10 મહિનાના ટૂંકા ગાળામાં આધુનિક સુવિધાયુકત બિલ્ડિંગ બન્યું એ માટે આચાર્યશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે જેમાં શિક્ષણને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચુ આવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે દીકરીઓ ભણે ત્યારે સમગ્ર પરિવાર ને આગળ લઈ જાય છે. દરેક ક્ષેત્રે દીકરીઓનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. નવું પરિવર્તન આવી રહ્યું છે જેમાં દીકરીઓ શિક્ષિત થઈ રહી છે. દીકરીઓ કોલેજ સુધી ભણે એ માટે અનેક યોજનાઓ કાર્યરત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારશ્રી દ્વારા 2.56 કરોડના ખર્ચે આ શાળાનું અધતન સુવિધાયુક્ત મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે જેમાં શાળાની ભૌતિક સુવિધાની વાત કરીએ તો શાળામાં ત્રણ ક્લાસરૂમ, રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા, ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા, જીવ વિજ્ઞાનની પ્રયોગશાળા તથા વિદ્યાર્થીઓને વાંચન માટે પુસ્તકાલય, હાલના ટેકનોલોજીના સમયમાં તળાજાના આ વિદ્યાર્થીઓ પણ પાછળ રહી ન જાય તે માટે 15 અદ્યતન કોમ્પ્યુટર ધરાવતી કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ લગાડવામાં આવ્યા છે. એક વિશાળ કહી શકાય તેવો પ્રાર્થનાખંડ છે તથા શાળાના બંને માળે વિદ્યાર્થીઓ માટે પાણી પીવા માટે આર.ઓ. અને વોટર કુલર મૂકવામાં આવેલ છે તથા ભાઈઓ અને બહેનો માટેના વોશરૂમ બનાવવામાં આવેલ છે.

તળાજા શહેરની બરોબર વચ્ચે 10,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં આ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહનું અદ્યતન સુવિધાયુક્ત મકાનની સાથે સાથે ખૂબ જ સુંદર અને શૈક્ષણિક ભાવાવરણને અનુકૂળ વિશાળ રમતનું મેદાન બનાવવામાં આવેલ છે. આ શાળાના આચાર્યશ્રી ડો. પ્રકાશભાઈ રાઠોડને સપ્ટેમ્બર 2022 માં સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવેલ છે .

હાલમાં આ શાળાના ત્રણ વિધાર્થીઓ નીટની પરિક્ષામાં સારો સ્કોર કરીને MBBSમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળાના ઘણા વિધાર્થીઓ હાલમાં એન્જીનીયર, પોલીસ, ફોરેસ્ટ અને આર્મીમાં ફરજ બજાવે છે.

આ તકે ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેન્દ્રસિંહ પઢેરીયા, નિવૃત્ત પ્રાચાર્ય ડો. મનહરભાઈ ઠાકર, આગેવાનશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું

શાળાના આચાર્ય ડો. પ્રકાશભાઈ રાઠોડ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. શાળાની વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે પ્રાંત અધિકારી શ્રી જે.એચ.સોલંકી, આગેવાન શ્રી વિક્રમભાઈ ડાભી, શ્રી રાણાભાઇ સોલંકી, શ્રી હેતલબેન રાઠોડ સહિત શાળા પરિવાર, આગેવાનો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

May 19, 2026
અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

May 19, 2026
Next Post
Explainer: ઈટાલિયાને ફસાવવાનો ભાજપનો ‘ગેમ પ્લાન’ કે AAPને નબળી પાડવાનો કારસો? | Analyzing the Resign…

Explainer: ઈટાલિયાને ફસાવવાનો ભાજપનો 'ગેમ પ્લાન' કે AAPને નબળી પાડવાનો કારસો? | Analyzing the Resign...

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

હેટ સ્પીચ પર લગામ લગાવો પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને કંઈ ન થવું જોઈએ: સુપ્રીમ કોર્ટનો નિર્દેશ | supr…

હેટ સ્પીચ પર લગામ લગાવો પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને કંઈ ન થવું જોઈએ: સુપ્રીમ કોર્ટનો નિર્દેશ | supr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી | hit…

વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી | hit…

9 months ago
‘અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે’, SCO સમિટ પર બોલ્યું ચીન | This Wi…

‘અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે’, SCO સમિટ પર બોલ્યું ચીન | This Wi…

9 months ago
વિશ્વ બજારમાં હેજ ફન્ડોની સેફ હેવન ખરીદીથી સોનાના ભાવ ઊંચકાયા | Gold prices rise on safe haven buyin…

વિશ્વ બજારમાં હેજ ફન્ડોની સેફ હેવન ખરીદીથી સોનાના ભાવ ઊંચકાયા | Gold prices rise on safe haven buyin…

11 months ago
ભારતે ટ્રમ્પની દુ:ખતી રગ દબાવી! રશિયા સાથે ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી માટે જરૂરી ખનીજોની ડીલ …

ભારતે ટ્રમ્પની દુ:ખતી રગ દબાવી! રશિયા સાથે ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી માટે જરૂરી ખનીજોની ડીલ …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News