કલોલના વડાવ સ્વામીમાં બનેલી ઘટના
પત્ની સામે છુટાછેડાનો કેસ ચાલતો હતો અને કોર્ટ પુત્રનો કબજો પત્નીએ આપી દેશે તેવા ડરથી પગલું ભર્યું
કલોલ : કલોલ પાસેના વડાવ સ્વામી ગામે એક પિતાએ તેના પાંચ વર્ષના
પુત્રને ગળે ફાંસો આપી દીધો હતો ત્યારબાદ તે પણ ગળે ફાંસો ખાઈને લટકી ગયો હતો બનાવ
ના પગલે આસપાસમાં અરેરાટી સાથે શોકની લાગણી ફરી વળી હતી બનાવ અંગે પોલીસે જરૃરી
નોંધ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો
કલોલ પાસેના વડાવ સ્વામી ગામે આવેલ કંપનીમાં અશોકભાઈ વિશ્વનાથ પ્રસાદ
ગુપ્તા સિક્યુરિટી મેન તરીકે ફરજ નિભાવે છે અને તેમના ૩૨ વર્ષીય પુત્ર અંશુ એ તેના
પાંચ વર્ષના દીકરા રિયાંશ ને ગળે ફાંસો આપી પોતે ગળેફાંસો ખાઈ લીધો હતો અશોકભાઈ
ગુપ્તા એકલા કંપનીમાં રહે છે અને તેમનો દીકરો અંશુ તેની પત્ની અને બાળક સાથે
દિલ્હી રહેતો હતો તેના લગ્ન શનિ આનંદ બેરો
સાથે થયા હતા અને તેમને પાંચ વર્ષનો દીકરો રિયાંશ હતો ત્યારે ગત તા.૯-૭-૨૫
ના રોજ અંશુ તેના દીકરા રિયાંશને લઈને અશોકભાઈના ઘરે આવ્યો હતો જેથી અશોકભાઈએ તેને
પૂછયું હતું કે તું તારા દીકરા સાથે અહીં કેમ આવ્યો છે ત્યારે તેણે અશોકભાઈ ને
કહેલ કે મારી પત્ની સની સાથે મારે મનમેળ ન હોવાથી અમે બંને જણા અલગ થઈ ગયા છીએ અને
મેં તેના ઉપર કોર્ટ કેસ કર્યો છે અને તેની મુદત તારીખ ૧૫ ૭ ૨૦૨૫ ના રોજ છે અને
મારે મારા દીકરા રિયાંશને ફેમિલી કોર્ટ પટિયાલા હાઉસ દિલ્હી ખાતે મેડીએશન
સેન્ટરમાં હાજર રહેવાનું છે અને હું કોર્ટમાં મારા દીકરા સાથે હાજર રહીશ તો કોર્ટ
મારા દીકરા રિયાંશ ને મારી પત્નીને સોંપી દેશે જેથી હું મારા દીકરાને લઈને અહીં
આવી ગયો છું હું ઇચ્છતો નથી કે મારો દીકરો મારી પત્ની શની સાથે રહે તેમ તેણે તેના
પિતાને જણાવ્યું હતું અને બંને જણા ટયુબવેલ ની ઓરડીમાં રહેતા હતા ત્યારે તા.૧૩-૭
-૨૦૨૫ના રોજ તેમના દીકરા અંશુએ કહેલ કે હું છત્રાલ જાઉં છું અને મારી દિલ્હીની બસ
આવતીકાલના સવારના ૧૦ વાગ્યાની છે જે જેથી તમે મને ૧,૬૦૦ ઓનલાઈન મારા ખાતામાં આપો જેથી અશોકભાઈએ ૧,૬૦૦ ઓનલાઈન આપ્યા
હતા ત્યારબાદ રાત્રિના સમયે બંને પિતા પુત્ર ટયુબવેલ ની ઓરડીમાં સૂઈ ગયા હતા અને
અશોકભાઈ તેમના રૃમમાં સૂઈ ગયા હતા. વહેલી
સવારે ચાર વાગે અશોકભાઈ બોર ચાલુ
કરવા માટે દરવાજો ખોલતા પિતા પુત્ર બંનેની લાશો ટીંગાતી હતી તેમના દીકરા અંશુએ
રિયાંશ ને ગળે ફાંસો આપી અને પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું માલુમ પડયું
હતું.
બનાવવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને
બંને પિતા પુત્રની લાશોને પીએમ અર્થે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
બનાવ અંગે પોલીસે જરૃરી નોંધ કરી તપાસ ચલાવી છે.