gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેપ અંગે જજનું અવલોકન અમાનવીય: સુપ્રીમ | Judge’s observation on rape inhuman: Supreme Court

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
રેપ અંગે જજનું અવલોકન અમાનવીય: સુપ્રીમ | Judge’s observation on rape inhuman: Supreme Court
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્તનને અડવું કે પાયજામાનું નાડુ તોડવું રેપનો પ્રયાસ ના ગણાય તેવા હાઇકોર્ટના અર્થઘટન પર સુપ્રીમનો સ્ટે

– ચાર મહિનાથી જજ પાસે કેસ હતો, મગજનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છતાં આ પ્રકારના વાંધાજનક અવલોકનથી દુઃખ થયું: સુપ્રીમ નારાજ

– કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને પક્ષકારોને સુપ્રીમની નોટિસ  વકીલ શોભા ગુપ્તાના પત્રની સુઓમોટો નોંધ લઇને કાર્યવાહી

– જજ માટે આકરા શબ્દો બદલ દીલગીર છીએ પરંતુ આ અત્યંત ગંભીર મામલો છે જેમાં સંવેદનાનો અભાવ જોવા મળ્યો: ન્યાયાધીશ ગવઇ

નવી દિલ્હી : સગીરા પર બળાત્કારના પોક્સોના એક કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ દ્વારા કરાયેલા અવલોકનની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી હતી અને તેને અત્યંત અસંવેદનશીલ તેમજ અમાનવીય ગણાવ્યું હતું. સાથે જ આ કેસમાં હાઇકોર્ટના જજના આ અવલોકન પર સુપ્રીમે સ્ટે મુકી દીધો હતો. હાઇકોર્ટના જજે કહ્યું હતું કે સગીરાના સ્તનને પકડવા કે તેના પાયજામાના નાડાને તોડવું તે બળાત્કારના પ્રયાસના ગુનામાં ન ગણાય. જજના આ અવલોકનની ભારે ટિકા થઇ હતી અને સુપ્રીમ કોર્ટના કેટલાક વરીષ્ઠ વકીલોએ સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાને પત્ર લખીને યોગ્ય પગલા લેવા કહ્યું હતું.    

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. આર. ગવઇ અને ન્યાયાધીશ એજી મસિહની બેંચે અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદાની સુઓમોટો દ્વારા નોંધ લીધી હતી અને આ કાર્યવાહી હાથ ધરી હતી. સુપ્રીમની બેંચે કહ્યું હતું કે અમે ચુકાદાને વાંચ્યો છે, જેમાં પેરેગ્રાફ ૨૧, ૨૪ અને ૨૬માં જજ દ્વારા જે પ્રકારનું અવલોકન કરાયું છે તેમાં સંવેદનાનો અભાવ જોવા મળી રહ્યું છે તેવું અમારે બહુ જ દુઃખ સાથે કહેવુ પડી રહ્યું છે. હાઇકોર્ટનો આ ચુકાદો તાત્કાલીક નથી આવ્યો પરંતુ ચાર મહિના બાદ આવ્યો છે. બેંચે કહ્યું હતું કે તેથી સ્પષ્ટ છે કે જજે પોતાના મગજનો સારી રીતે ઉપયોગ કરીને આ ચુકાદો આપ્યો છે. કેમ કે આ ચુકાદામાં જે અવલોકન કરાયું છે તે અત્યંત વાંધાજનક અને અસંવેદનશીલ છે માટે જજ દ્વારા કરાયેલા આ અવલોકન પર સ્ટે મુકવામાં આવે છે.  આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને હાઇકોર્ટમાં જે પણ પક્ષકારો હતા તેમને નોટિસ પાઠવી છે. કોર્ટમાં હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું હતું કે હાઇકોર્ટનો આ ચુકાદો ખરેખર આઘાતજનક છે. તેમણે કહ્યું હતું કે કેટલાક ચુકાદા એવા હોય છે કે જેના પર સ્ટે મુકવા માટે યોગ્ય કારણો છે. 

બાદમાં મૌખીક ટિપ્પણી કરતા ન્યાયાધીશ ગવઇએ કહ્યું હતું કે આ અત્યંત ગંભીર મામલો છે, જજ તરફથી સંપૂર્ણપણે અસંવેદનશીલતા દેખાડવામાં આવી, જજ સામે આ પ્રકારના આકરા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ તે બદલ દીલગીર છીએ પરંતુ ખરેખર અમાનવીય વલણ અપનાવાયું છે.બાદમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે હા હું સહમત છું, આ અત્યંત ગંભીર બાબત છે, હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે માસ્ટર ઓફ રોસ્ટર તરીકે યોગ્ય પગલા લેવા જોઇએ.  આ પહેલા વરીષ્ઠ મહિલા વકીલ શોભા ગુપ્તાએ મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાને પત્ર લખ્યો હતો, આ પત્રને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સુઓમોટો દ્વારા સમગ્ર મામલાની નોંધ લીધી હતી.  નોંધનીય છે કે સગીરા પર રેપના એક મામલામાં આરોપીઓ દ્વારા અલ્લાહાબાદ હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી, જેના પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટના જજ રામમનોહર મિશ્રાએ વિવાદિત અવલોકન કર્યું હતું, તેમણે કહ્યું હતું કે તપાસ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને એવુ લાગી રહ્યું છે કે આ કેસ બળાત્કાર, બળાત્કારના પ્રયાસનો નથી, પીડિતાના પ્રાઇવેટ અંગોને સ્પર્શ કરવો કે તેના પાયજામાની દોરીને તોડવી બળાત્કાર કે બળાત્કારના પ્રયાસમાં ના ગણી શકાય. રેપનો પ્રયાસ કરવો અને તેની તૈયારી કરવી આ બન્ને વચ્ચે અંતર છે. આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના કાસગંજનો છે જ્યાં વર્ષ ૨૦૨૧માં એક સગીરા પર કેટલાક લોકોએ રેપ કર્યો હોવાની ફરિયાદ સગીરાની માતાએ કરી હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…

કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema...

સટ્ટાખોરી અટકાવવા સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું | To prevent speculation the gov…

સટ્ટાખોરી અટકાવવા સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું | To prevent speculation the gov...

CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા | Yogi Adityanath’s pl…

CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા | Yogi Adityanath's pl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી કંપનીઓ દ્વારા 135 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત | Foreign companies announce massive invest…

વિદેશી કંપનીઓ દ્વારા 135 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત | Foreign companies announce massive invest…

10 months ago
તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta…

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta…

3 months ago
૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in Rs 477 …

૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in Rs 477 …

10 months ago
ચેક રિટર્ન કેસમાં ગાંધીપુરા ગામના વેપારીને 6 માસની કેદની સજા | Businessman from Gandhipura village s…

ચેક રિટર્ન કેસમાં ગાંધીપુરા ગામના વેપારીને 6 માસની કેદની સજા | Businessman from Gandhipura village s…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News