રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ 2023-24માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુસર રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ‘ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ’ એનાયત કરવામાં આવે છે.
વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી જેમાં સ્વૈચ્છિક વ્યક્તિ/ સંસ્થાઓ કેટેગરીમાં માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ 2023-24માં કરેલ કામગીરી ધ્યાને લેતા ‘ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ’ માટે રાજકોટ-વાડીનાર ટોલ વે લિમિટેડે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. માર્ગ સલામતી ક્ષેત્રે જામનગર અને રાજકોટ જીલ્લામાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ વાડીનાર ટોલ વે લિમિટેડના પ્રોજેક્ટ હેડ ધવલ વ્યાસને મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.