Sonam Raghuvanshi Case Update: ઇન્દોરના રાજા રઘુવંશી કેસ મામલે ત્રણ આરોપીઓને જામીન મળ્યા બાદ શિલોંગ પોલીસની તપાસ પર સવાલો ઉઠ્યાં છે. જ્યારે આરોપીને જામીન મળ્યા હોવાની જાણ થતાં રાજા રઘુવંશીની માતાને આઘાત લાગતાં બેભાન થઈ ગયા હતા. રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ આરોપ લગાવ્યો હતો કે, સોનમનો ભાઈ રાજાના આરોપીઓને જામીન મેળવવા માટે મદદ કરી રહ્યા છે. જો રાજાને ન્યાય નહીં મળે તો તેમનો પરિવાર સામૂહિક આત્મહત્યા કરશે.
ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું
રાજા રઘુવંશી હત્યા કેસના ત્રણ આરોપીમાં લોકેન્દ્ર તોમર, બલવીર અહિરવાર અને સિલોમ જેમ્સને જામીન મળ્યા છે, ત્યારે રાજાના ભાઈ વિપિને શિલોંગ પોલીસની તપાસમં સવાલો ઉઠાવતા કહ્યું કે, ‘આ મામલે હજુ ચાર્જશીટ દાખલ નથી થઈ ને ત્રણ આરોપીને જામીન કઈ રીતે મળ્યા. અમે આ મામલે યોગ્ય તપાસ થાય તેને લઈને હાઈકોર્ટ અને જરૂર જણાય તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું. જ્યાં સુધી રાજાના હત્યારાઓને સજા નથી મળતી, ત્યાં સુધી તેની આત્માને શાંતિ નહીં મળે.’
ઉલ્લેખનીય છે કે, અગાઉ સોનમ રઘુવંશીના પિતાએ તેમની પુત્રીને દહેજમાં આપેલા ઘરેણાં પાછા લેવાનો ઇનકાર કર્યો હતો, તેથી સોનમના ભાઈ ગોવિંદ રઘુવંશીએ રાજાના મોટા ભાઈ વિપિન રઘુવંશીને ઘરેણાં સોંપી દીધા હતા. સોનમના પિતાએ દાવો કર્યો હતો કે, તેમની પુત્રી નિર્દોષ છે, જ્યાં સુધી તેઓ પોતે તેની સાથે વાત નહીં કરે ત્યાં સુધી તેઓ તેને રાજાની હત્યા માટે દોષી ઠેરવી શકતા નથી. જો સોનમ દોષિત સાબિત થાય છે, તો તેઓ તેની સાથેના બધા સંબંધો તોડી નાખશે.
આ પણ વાંચો: ગાઝિયાબાદમાં અકસ્માત : એમ્બ્યુલન્સ કાવડિયોના ગ્રૂપ પર ફરી વળી, બે વાહનોને પણ ફંગોળ્યા, બેના મોત, ત્રણને ઈજા
શુ હતી સમગ્ર ઘટના?
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી તેની પત્ની સોનમ સાથે હનીમૂન પર ગયા હતા. 23 મેના રોજ આ દંપતી ગુમ થયું હતું, જેમાં 2 જૂને રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ હતી કે સોનમ સાથે પણ કંઈક અજુગતું બન્યું હશે. જ્યારે 8 જૂને, સોનમ રઘુવંશી યુપીના ગાઝીપુરથી સામે આવી ત્યારે આખો મામલો બદલાઈ ગયો હતો. શિલોંગ પોલીસના જણાવ્યા અનુસાર, સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા અને અન્ય ત્રણ લોકો સાથે મળીને તેના પતિની હત્યા કરાવી હતી. પ્રારંભિક તપાસ બાદ, સોનમ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને શિલોંગ જેલમાં મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં પોલીસે સોનમની બે વાર રિમાન્ડ પર પૂછપરછ કરી હતી.