Rain In Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના ઘણાં ભાગોમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે (21મી જુલાઈ) સવારથી વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇ વે, થલતેજ, શીલજ, બોપલ, ઇસનપુર, સીટીએમ, જશોદાનગર અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જોડિયામાં 3.1 ઈંચ, જૂનાગઢમાં 2.76 ઈંચ, વાપીમાં 2.48 ઈંચ, ઉંમરગામમાં 2.36 ઈંચ, ભચાઉમાં 2.1 ઈંચ, ગોંડલમાં 1.81 ઈંચ, જલાલપોરમાં 1.77 ઈંચ, સુરતમાં 1.77 ઈંચ, નવસારીમાં 1.69 ઈંચ અને સિહોરમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આજે (21મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ઘણાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.
22મી જુલાઈની આગાહી
22મી જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
23મીથી 27મી જુલાઈની આગાહી
23મીથી 27મી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ગાજવીજ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.