– મોબાઇલનો
વધુ ઉપયોગ કરતા પાંડેસરા કિષ્ણાનગરના સત્યમ ગુપ્તાને પિતાએ ટકાર કરતા માઠું લાગ્યું
સુરત, :
પાંડેસરા વિસ્તારમાં
રવિવારે સાંજે મોબાઇલમાં નહી પણ ભણવામાં ધ્યાન આપવાનું પિતાએ કહેતા ધો.૧૨ સાયન્સના
વિધાર્થીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરતા પરિવારમાં
માતમ છવાઇ ગયો હતો.
સિવિલ હોસ્પિટલથી
મળેલી વિગત મુજબ પાંડેસરામાં કિષ્ણાનગરમાં રહેતો ૧૭ વર્ષીય સત્યમ પપ્યુ ગૃપ્તા રવિવારે
સાંજે ઘરમાં ઉંદર મારવાની દવા પી ગયો હતો. જેથી તેને પિતા સારવાર માટે તરત ખાનગી હોસ્પિટલમાં
લઇ ગયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. પોલીસે કહ્યુ કે, સત્યમ
ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જોકે તે મોબાઇલનો વધુ ઉપયોગ કરતો હતો. જેથી તેના
પિતાએ તેને મોબાઇલને બદલે ભણવામાં ધ્યાન આપવા કહ્યુ હતું. જેથી તેને માંઠુ લાગી આવતા
આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે. જોકે તેના મોતના લીધે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
જયારે સત્યમ મુળ ઉતરપ્રદેશમાં પ્રતાપગઢનો વતની હતો. તેનો એક ભાઇ છે. તેના પિતા શાકભાજીના
ધંધા સાથે સંકળાયેલા છે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.